Ahmedabad Gujarati News - અમદાવાદ બ્રેકિંગ ન્યૂઝ અને લાઈવ અપડેટ્સ

ચૂંટણી જંગ: બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગની ચૂંટણીપંચને કોંગ્રેસની ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

કોંગ્રેસે ગુરુવારે બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગ સહિતની 6 વિવિધ ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અસામાજિક તત્વોએ બૂથ કેપ્ચર કર્યું હતું. જો કે સુરેન્દ્રનગરના કલેક્ટર કે.સી. સંપતે બૂથનું લાઇવ વેબકાસ્ટ દ્વારા મોનિટરિંગ થતું હોવાનું જણાવીને આવી ઘટના બની હોવાનો ઈનકાર કર્યો હતો.અન્ય ફરિયાદમાં કોંગ્રેસે બોટાદ જિલ્લામાં બોગસ વોટિંગ કરાયાનો તથા જામનગર અને સુરતના પલાસણામાં ઈરાદાપૂર્વક મતદાન ધીમુ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચને આપેલી ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુરુવારે મતદાનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજા તબક્કાના મતવિસ્તારોમાં સભા યોજાઈ હતી. જેનું ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ આદર્શ આચારસંહિતાનો ભંગ છે. જો કે એડીશનલ ચૂંટણી કમિશનર કુલદીપ આર્યએ પીએમની સભાનું પ્રસારણ આચારસંહિતા ભંગનું ઉલ્લંઘન હોવાનો ઈનકાર કર્યો હતો.બીજી તરફ નિવેદનબાજી પણ જારી...જગદીશ ઠાકોર... તમારા ધારાસભ્યો અને સાંસદો અક્કલના બુઠ્ઠા, પણ મતદારો મગજવાળા છેકોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર તાલુકાના સરવણા ખાતે યોજાયેલી જાહેરસભામાં જણાવ્યું હતું કે તમારા ધારાસભ્યો, સંસદ સભ્ય અક્કલના બૂઠા છે તમે તો મગજવાળા છો બતાવી દો અને કોંગ્રેસ લાવો.અશોક ગેહલોત... મોદી સરકાર વિપક્ષ તથા અન્ય લોકોને ઈડી-ઇન્કમટેક્સથી ડરાવવાનો પ્રયાસ કરે છેઝાલોદમાં કોંગ્રેસના પ્રમુખ ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સભા સંબોધી હતી. ગેહલોતે મોદી સરકાર ઇડી અને ઇન્કમટેક્સની મદદથી વિરોધ પક્ષ તથા અન્ય લોકોને ડરાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી જંગ: બૂથ કેપ્ચરિંગ, બોગસ વોટિંગની ચૂંટણીપંચને કોંગ્રેસની ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
 • કોંગ્રેસને ગરબડની આશંકા: કોંગ્રેસની કેન્દ્રીય દળોને મતદાન પેટીઓ સાચવવાની ફરજ સોંપવામાં માગ, હોમગાર્ડ અને પોલીસની ડ્યૂટી પર શંકાઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  કોંગ્રેસના નેતા પવન ખેરા અને રધુ શર્માએ કેન્દ્રીય સૂરક્ષાઓ બળની ફરજમાં મતદાન પેટીઓની સાથે રાખવામાં આવે તેવી માગ કરી હતી. સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ મતદાન પેટીઓને મતદાન ગણતરીના સ્થળે લઈ જાય ત્યારે તેમની ફરજમાં કંઈ છેડછાડ થવાની આશંકા કોંગ્રેસે વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે ઍલર્ટ થવાની જરૂર છે. કોંગ્રેસ નેતાઓ જણાવ્યું હતું કે, અધિકારીઓ રાતે આવીને બધું જણાવી દે છે, છુપી મદદ અમને કરવામાં આવે છે.કોંગ્રેસની ટીમોની મતદાન પેટીઓની હિલચાલ પર નજરકોંગ્રેસના કાર્યકરો અને ટીમો મતદાન પેટીઓની હિલચાલ પર નજર રાખી રહી છે. સરકારી મશીનરીનો દુરૂપયોગ ચલાવી નહીં લેવામાં આવે. બુથ કેપ્ચરિંગ કેવી ઘટના ના બને તે ફરજ મીડિયા અને ચૂંટણી આયોગની પણ છે. ઉમેદવારોની ખરીદ અને વેચાણનું કામ ભાજપ કરે છે. અમે અમારા વિજય બનેલા ઉમેદવારોને સુરક્ષિત રાખવાનું પ્રયત્ન કરીશું અને કોઈપણ કોંગ્રેસમાંથી વિજય બનીને ભાજપમાં ના જોડાય એનું ધ્યાન રાખીને જ ટિકિટો આપવામાં આવી છે.કોંગ્રેસે 5 વર્ષ વિરોધ પક્ષ તરીકે રોડ પર ઉતરી લડત આપી2022ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દોઢ કરોડ ઘરે જઈને પ્રચાર કર્યો છે. કોંગ્રેસ પાંચ વર્ષ વિરોધી પક્ષ તરીકે પોતાની ફરજ નિભાવી છે. કોંગ્રેસ રોડ પર આવીને લડત આપી છે. કોવિડ ન્યાય યાત્રા, મોંઘવારી યાત્રા કોંગ્રેસ કાઢી છે. સુરતમાં કોવિડમાં સ્મશાનની ચીમની ઓગળી ગઈ એટલાં લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આંકડા છુપાવવાનું કામ વર્તમાન સરકારે કર્યું હતું. કોરોનામાં સેવા કરતા કરતા કૉંગ્રેસ કોર્પોરેટરનું મોત થયું હતું. કોંગ્રેસ કોરોનામાં સક્રિય હતી. પવન ખેરાએ ચૂંટણીમાં આપવામાં આવતા ફન્ડને લઈને નાના ભાઈ અને મોટા ભાઈને કોણે કેટલું ફંડ આપ્યું તેનો જવાબ આપવાની માગ કરી છેભૂતકાળનું પુનરાવર્તન આ વખતે થવાનું છેરધુશર્માએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓને ખોટું અભિમાન નહીં કરવાની ચેતવણી આપી હતી. ભૂતકાળમાં 2 સીટો સંસદમાં આવી હતી એના ભૂલવું જોઈએ. ભૂતકાળનું પુનરાવર્તન આ વખતે થવાનું છે. પવન ખેરાએ જણાવ્યું હતું કે, જનતા જવાબ આપવાની છે. સભાઓ કરવાથી સીટો નથી આવી જતી. નહીં તો 300 સભા ભાજપ અને આપ પાર્ટી કરી હશે, તો એમની બધી સીટો આવી જાય .

સુવિધા: મોબાઈલ પાસપોર્ટ પોલીસ સેવા એપથી હવે દસ જ દિવસમાં પાસપોર્ટ મળી જશેઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

હાલ રાજ્યના નાગરિકોને નવા કે રિન્યૂ પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ સામાન્ય કે તાત્કાલિક અરજી પછીયે એક મહિના બાદની મળે છે. પાસપોર્ટ તૈયાર થવામાં અનેક સ્તરે મોડું થતું હોવાથી નાગરિકોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી પાસપોર્ટ કચેરી અને ગુજરાત પોલીસે ‌‌‘મોબાઇલ પાસપોર્ટ પોલીસ સેવા એપ’ લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે.હાલ આ એપની ટ્રાયલ ચાલી રહી છે. આ એપ શરૂ થઈ ગયા પછી અરજદારનો પાસપોર્ટ મેળવવાનો સમય ઘણો ઘટી જશે. હાલ પોલીસ ઈન્ક્વાયરીથી પ્રિન્ટિંગ અને ડિસ્પેચ સુધી પાસપોર્ટ તૈયાર થતાં 15 દિવસ લાગે છે, જેમાં હવે ચાર દિવસ ઘટી જશે. આ એપ થકી અરજદારોને સીધો દસથી 11 દિવસમાં પાસપોર્ટ મળી જશે. પાસપોર્ટ મેળવવા અતિ મહત્ત્વના ગણાતા પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયામાં પણ ઘણો સમય બચી જશે.હાલમાં પાસપોર્ટ મળતા 15 દિવસ કેમ થાય છે?વિશ્વના શકિતશાળી પાસપોર્ટમાં ભારત 90મા સ્થાનેહેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં વિશ્વના શકિતશાળી પાસપોર્ટમાં જાપાનનો પહેલો નંબર છે. બીજી તરફ, ભારત 84મા સ્થાનેથી સરકીને વર્ષ 2021માં 90મા ક્રમે પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ વિશ્વના કુલ 58 દેશમાં ફ્રી વિઝાની સુવિધા ધરાવે છે.ગુજરાત પોલીસનો સહકાર મળશે તો એપ છ મહિનામાં શરૂ થશેઆ અંગે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આ એપ શરૂ થઈ ગઈ છે. હવે ગુજરાતમાં પોલીસ વિભાગનો સહકાર મળશે તો આગામી છ મહિનામાં એપ શરૂ થઇ જશે. હાલ આ એપને લઇ વિવિધ સેમિનારનું પણ આયોજન કરાઇ રહ્યું છે. આ એપથી અરજદારનું વેરિફિકેશન ઝડપી અને સરળ થઈ જશે.આ રીતે 10 જ દિવસમાં પાસપોર્ટ મળશે

સુવિધા: મોબાઈલ પાસપોર્ટ પોલીસ સેવા એપથી હવે દસ જ દિવસમાં પાસપોર્ટ મળી જશેઅમદાવાદકૉપી લિંકશેર
ફરિયાદ: અમારી દીકરીને તારો ભાઈ ભગાડી ગયો છે, તેમ કહી 4 યુવકોએ 2 ભાઈ પર હુમલો કર્યોઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

સાબરમતીમાં તારો ભાઈ અમારી દીકરીને ભગાડીને લઈ ગયો છે તેમ કહીને ચાર શખ્સોએ બે ભાઈઓને માર મારી ઘરમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે સાબરમતી પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.સાબરમતીમાં ઓમનગર વણઝારાની ચાલીમાં રહેતા કાળુભાઈ વણઝારા અને તેમના મોટાભાઈ લલ્લુભાઈ સાંજે ઘરે હતા ત્યારે છારાનગરમાં રહેતા કરણ છારા, સાજન છારા, ચકલુ છારા અને મુન્ના છારાએ આવીને, તારો ભાઈ રાજુ ક્યાં છે? તે મારી દીકરીને ભગાડી ગયો છે, જેથી કાળુભાઈએ કહ્યું કે, મારો ભાઈ રાજુ ચાંદખેડામાં ટ્રેક્ટર ચલાવે છે તેમ કહેતાં ચારેય જણાંએ ઉશ્કેરાઈને કાળુભાઈ અને લલ્લુભાઈને ગડદાપાટુ મારી ઘરમાં તોડફોડ કરતા તેમને શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા કરણે કાળુભાઈને માથામાં પાઈપના ફટકા મારી ચારેય જણાં ફરાર થઈ ગયા હતા. આ અંગે કાળુભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

ફરિયાદ: અમારી દીકરીને તારો ભાઈ ભગાડી ગયો છે, તેમ કહી 4 યુવકોએ 2 ભાઈ પર હુમલો કર્યોઅમદાવાદકૉપી લિંકશેર
રોજગાર: કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શિક્ષક, આચાર્ય સહિતની જગ્યાઓ પર ભરતી જાહેર કરીઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા દેશની 1252 અને વિદેશની 3 કેન્દ્રીય વિદ્યાલયમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા શિક્ષક, પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ કમિશન સહિતની જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 5 થી 26 ડિસેમ્બર દરમિયાન ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે. ઉમદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષાના વિવિધ તબક્કા અને અંતે ઇન્ટરવ્યૂ બાદ પસંદગી કરાશે. ઉમદવારો www.kvsangathan.nic.in પરથી અરજી કરી શકશે.કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા ભરતી અંગેના જાહેર કરેલા નોટિફિકેશનમાં ઉમેદવારોની ઉંમર મર્યાદામાં પ્રિન્સિપાલની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35-50 વર્ષ, વાઇસ પ્રિન્સિપાલ 35-45 વર્ષ, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર 40 વર્ષ, ટ્રેઇન ટીચર 35 વર્ષ, લાઇબ્રેરિયન 35 વર્ષ, પ્રાથમિક શિક્ષક 30 વર્ષની મર્યાદા નક્કી કરી છે. સરકારના નિયમ પ્રમાણે અનામત કેટેગેરીના ઉમેદવારોને છૂટછાટ મળશે. વાઇસ પ્રિન્સિપાલ માટે ઉમદેવારે માસ્ટર ડિગ્રી, બીએડની સાથે પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારોએ નોટિફિકેશન જોઈ લેવું.સૌથી વધુ પ્રાઇમરી શિક્ષકોની 6414 જગ્યા ભરાશેપ્રાથમિક શિક્ષક (મ્યુઝિક)આસિસ્ટન્ટ કમિશનરપોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ ટીચરફાઇનાન્શિયલ ઓફિસરઆસિસ્ટન્ટ એન્જિનિયરઆસિ. સેક્શન ઓફિસરસિનિયર સેક્રેટેરિએટ આસિ.જુનિયર સેક્રેટેરિએટ આસિ​​​​​​​

રોજગાર: કેન્દ્રીય વિદ્યાલય સંગઠને શિક્ષક, આચાર્ય સહિતની જગ્યાઓ પર ભરતી જાહેર કરીઅમદાવાદકૉપી લિંકશેર
રજૂઆત: શારદાબેન હોસ્પિટલના ટીબી વોર્ડમાં ઓરીના બાળ દર્દીઓને દાખલ કરાયાંઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

શહેરમાં ઓરી-અછબડાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શારદાબેન હોસ્પિટલમાં ટીબીના વોર્ડમાં પણ ઓરી-અછબડાના બાળ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ઓરી-અછબડાના કેસો સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે WHO દ્વારા તમામ શહેરમાં સરકાર દ્વારા ઓરીના રોગ માટે અલાયદા વોર્ડની રચના કરવા માટે માર્ગદર્શિકા આપી છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં બાળ દર્દીઓને ટીબીના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ત્યાં હાલ ટીબીના દદર્દીઓ પણ છે.આથી બાળકોને ટીબીનો ચેપ લાગવાની શક્યતા વધુ છે. બાળ દર્દીના સગાઓએ પણ બાળકોને આ ટીબીના વોર્ડમાં દાખલ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. કોર્પોરેટર ઇકબાલ શેખે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી એવી પણ રજૂઆત કરી છે કે, હાલ 9 માસની ઉંમરના બાળકોને ઓરીની વેક્સિન આપવાની કામગીરી સત્વરે કરવી જોઇએ. એટલું જ નહીં તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ જે વેક્સિનની ગુણવત્તા બાબતે પણ ચકાસણી કરવી જોઇએ. તેમણે બાળaકો અને જાહેર આરોગ્યના હિતમાં ઓરી-અછબડાના દર્દીઓ માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.

રજૂઆત: શારદાબેન હોસ્પિટલના ટીબી વોર્ડમાં ઓરીના બાળ દર્દીઓને દાખલ કરાયાંઅમદાવાદકૉપી લિંકશેર
છેતરપિંડી: બિલના રૂ.11 નહીં ભરો તો લાઈટ કપાઈ જશે કહી 2 લાખની ઠગાઈઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

સેટેલાઈટના વૃદ્ધને ફોન કરીને વીજ બિલના રૂ.11 નહીં ભરો તો બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જશે તેમ કહીને લિંક ઓપન કરાવીને ગઠિયાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ.2.01 લાખ પડાવી લઈ ઠગાઈ કરતા વૃદ્ધે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સેટેલાઈટની સુદર્શન કોલોનીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા નીતિનભાઈ ચુડગર (78) ઘરે હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં કહ્યું કે, હું અપૂર્વ ગુપ્તા બોલું છું તમારા વીજ બિલના રૂ.11 ભરવાના બાકી છે, જો નહીં ભરો તો તમારા ઘરની લાઈટ બે કલાક માટે કપાઈ જશે, જો તમારે પૈસા ભરવા હોય તો હું આપને એક લિંક મોકલું છુ, જેમા તમે પૈસા ભરી શકો છે. તેમ કહીને એક લિંક મોકલતાં નીતિનભાઈએ લિંક ઓપન કરતાં જ તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.2.01 લાખ ઉપડી ગયાનો મેસેજ આવતાં નીતિનભાઈએ આવેલ નંબર પર ફોન કર્યો તો ફોન સ્વિચઓફ આવતાં, પોતાની સાથે ઠગાઈ થયાનું જણાતા નીતિનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે.

છેતરપિંડી: બિલના રૂ.11 નહીં ભરો તો લાઈટ કપાઈ જશે કહી 2 લાખની ઠગાઈઅમદાવાદકૉપી લિંકશેર
હાલાકી: જૂની-નવી કંપનીના વિવાદમાં 25 હજારથી વધુ લાઈસન્સ અટવાયાંઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

અમદાવાદ સહિત ગુજરાતની મોટાભાગની આરટીઓમાં જૂના લાઇસન્સનો વિવાદ વકર્યો છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં મે અને જૂનના અંદાજે 25 હજારથી વધુ લાઈસન્સ અટવાયા છે. જૂની અને નવી કંપની વચ્ચે ડેટાના વિવાદમાં અરજદારો ભોગ બની રહ્યા છે. ગુજરાતમાં વાહનના લાઇસન્સ માટે નવી કંપનીને 1 સપ્ટેમ્બરથી કોન્ટ્રાક્ટ અપાયો હતો. હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતાં લોકોને આરટીઓ સ્ટાફ તરફથી બે મહિનામાં લાઈસન્સ મળવાનું જણાવાય છે. જેની સામે લોકોને 15થી 20 દિવસમાં પાકાં લાઇસન્સ મળી જાય છે.પરંતુ કંપની મે અને જૂનના અરજદારોના વાહનના લાઈસન્સ હજી સુધી મોકલતી નથી. વાહનના લાઈસન્સ માટે અરજદારોએ આરટીઓથી લઇ વાહનવ્યવહાર વિભાગ સુધી ફરિયાદો કરી છે. કંપનીને પણ રજૂઆતો કરી છે. નવી કંપનીનો સ્ટાફ હવે દસ દિવસમાં લાઇસન્સ મળી જવાની મૌખિક ખાતરી આપે છે.ચૂંટણીના સમયમાં ડ્રાઇવરોની અછત રહે નહીં તે માટે વાહનનો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની અગાઉથી ડ્રાઈવરોનું બુકિંગ કરીને રાખે છે. આ વખતે આરટીઓમાં ચાલતા પાકાં લાઈસન્સના વિવાદને લીધે કેટલાક ડ્રાઈવરોએ બાયોડેટા આપતી વેળા એકસ્પાયર લાઈસન્સની સાથે નવા, રિન્યુ, ડુપ્લિકેટ, સુધારા-વધારાની અરજી રજૂ કરવી પડી હતી.

હાલાકી: જૂની-નવી કંપનીના વિવાદમાં 25 હજારથી વધુ લાઈસન્સ અટવાયાંઅમદાવાદકૉપી લિંકશેર
રોગચાળો: સોલા સિવિલમાં સપ્તાહમાં જ વાઈરલ ઈન્ફેક્શનના 1100 કેસઅમદાવાદકૉપી લિંકશેર
Divya Bhaskar | 2 hours ago | 02-12-2022 | 05:01 am
Divya Bhaskar
2 hours ago | 02-12-2022 | 05:01 am

ચાર દિવસથી શહેરમાં ઠંડા પવનનું જોર વધ્યું છે જેને પગલે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. બાળકો અને વૃદ્ધોમાં સૌથી વધુ તકલીફ જોવા મળી રહી છે. સોલા સિવિલમાં એક અઠવાડિયામાં જ વાઈરલ ઈન્ફેક્શનના 1100થી વધુ કેસ નોંધાયા છે.અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ સેલતે કહ્યું કે, ઠંડા પવનની અસરને લીધે સપ્તાહમાં દવાખાનામાં વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સારવાર માટે આવતા 10માંથી 4 લોકોમાં શરદી, ખાંસી, ઠંડી વાઈને તાવ આવવો તેમજ હાથ-પગ તૂટવાની તકલીફો જોવા મળી છે.5થી 10 વર્ષના બાળકો તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોમાં સૌથી વધુ તકલીફ જોવા મળી રહી છે.તેમજ હાલમાં ચાલતી લગ્નની સિઝનને કારણે ડાયરિયા વોમિટિંગના કેસો પણ જોવા મળી રહ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. પ્રદીપ પટેલે કહ્યું કે, હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં વધુ ઘટાડો થયો છે પરંતુ ઠંડીનું પ્રમાણ વધતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ 1100 સુધી પહોંચ્યા છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન હોસ્પિટલની ઓપીડીમાં 1100થી વધુ વાઈરલ ઈન્ફેક્શનના કેસ નોંધાયા છે.

રોગચાળો: સોલા સિવિલમાં સપ્તાહમાં જ વાઈરલ ઈન્ફેક્શનના 1100 કેસઅમદાવાદકૉપી લિંકશેર
 • રોગચાળો વકર્યો: અમદાવાદમાં 26 દિવસમાં ઝાડા-ઊલટીના 523 અને કમળાના 335 કેસઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  શહેરમાં નવેમ્બરના 26 દિવસમાં જ ઝાડા-ઊલટીના 523, ટાઈફોઈડના 426, કમળાના 335 અને કોલેરાનો એક કેસ નોંધાયો છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર મહિનામાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. 2019 અને 2020માં નવેમ્બરમાં નોંધાયેલા પાણીજન્ય રોગચાળા કરતાં ચાલુ માસે નોંધાયેલા પાણીજન્ય રોગચાળાના દર્દીની સંખ્યા વધારે છે. પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મ્યુનિ.એ ચાલુ મહિને 7868 ક્લોરિનની હાજરીના ટેસ્ટ કર્યા હતા પણ 113 સેમ્પલમાં ક્લોરિનની માત્રા નીલ જણાઈ હતી. પાણીના 53 સેમ્પલમાં બેક્ટરિયા મળ્યા હતા.મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના 63, ઝેરી મેલેરિયાના 23, ડેન્ગ્યુના 361 તથા ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા ડ્રાય ડે ઉપરાંત મ્યુનિ.એ ચાલુ મહિને 63308 લોકોના લોહીના નમૂના લીધા હતા. ડેન્ગ્યુના દર્દીઓ શોધવા 2838 લોકોના સીરમ સેમ્પલ લીધા છે.

 • રોગચાળો વકર્યો: અમદાવાદમાં ઓરીના કેસમાં વધારો, ઝાડા ઉલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસો પણ વધ્યાઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસો વધ્યા છે. જ્યારે ડેન્ગ્યુના કેસો પણ વધ્યા છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે. ચાલુ મહિનામાં 26 દિવસમાં ઝાડા ઉલ્ટીના 523, ટાઇફોઇડના 426 અને ડેન્ગ્યુના 361 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઓરીના ચાલુ મહિનામાં 160 જેટલા કેસ નોંધાયા છે. જેને લઇ 1000 આંગણવાડીઓમાં 10000થી વધુ બાળકોને રસી પણ આપવામાં આવી છે. ચોમાસા બાદ પણ પાણીજન્ય રોગોમાં વધારો થયો છે.26 નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગો વધ્યાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ચાલુ મહિનામાં 26 નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 523, ટાઈફોઈડના 426 અને કમળાના 335 કેસો તેમજ કોલેરાનો 1 કેસ નોંધાયો છે. એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 361, મેલેરિયાના 63, ચિકનગુનિયાના 28 અને ઝેરી મેલેરિયા 23 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગો શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, સરસપુર, રખિયાલ અને પશ્ચિમના જુહાપુરા વિસ્તાર જ્યાં ગીત વસ્તી છે ત્યાં વધ્યા છે.10,000 જેટલા બાળકોને ઓરીની રસી આપવામાં આવીવધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ઓરીના કેસોમાં ગત મહિના કરતા ચાલુ મહિનામાં વધારો થયો છે. ચાલુ મહિનામાં 160 જેટલા કેસો નોંધાયા છે. શેરની તમામ આંગણવાડીઓને અર્બન હેલ્થ સેન્ટરમાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રેગ્યુલર રસી મુકવાની કામગીરી ચાલી રહી છે કેસો વધતા ઝુંબેશના ભાગ સ્વરૂપે તમામ આંગણવાડીઓમાં નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે. શહેરમાં 1000થી વધુ આંગણવાડીઓમાં 10,000 જેટલા બાળકોને ઓરીની રસી આપવામાં આવી છે.નવેમ્બર મહિનામાં 1916 પાણીના સેમ્પલ લેવામાં આવ્યાવધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી નવેમ્બર મહિનામાં 1916 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 53 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

 • ઓરી ફેલાઈ: ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ફેલાઈ રહ્યો હોવાથી માતાપિતા બાળકોને ઘર બહાર મોકલતાં નથીઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  છેલ્લા ચાર મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા છે. જોકે ઓરીના કેસ વધતાં મ્યુનિ.એ રસીકરણની સાથે ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ઓરીને ફેલાવતો અટકાવવા ઓરી દેખાયાના 15 દિવસ બાળકને આઇસોલેટ રાખવા જરૂરી છે, જેથી ઓરીના કેસ છે તેવા એરિયામાં લોકો બાળકોને રમવા મોકલવાનું ટાળી રહ્યાં છે. કોરોના વખતે ઓરીનું રસીકરણ બંધ રહેતાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓરીના કેસ જોવા મળી રહ્યા છે.બોમ્બે હોટેલ વિસ્તારમાં રહેતા સૈયદભાઈના જણાવ્યા મુજબ, અમારા વિસ્તારમાં બે મહિનામાં 20થી વધુ બાળકોમાં ઓરી દેખાયા છે. ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ઝડપથી ફેલાતો હોવાથી મ્યુનિ.એ બાળકોને આઇસોલેટ રાખવા સૂચના આપી હોવાથી બાળકોને બહાર રમવા મોકલવાનું વાલીઓએ બંધ કર્યું છે. સરસપુરના ચારતોડા કબ્રસ્તાન વિસ્તારમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરે જણાવ્યું કે, મારી પાસે સારવાર માટે આવતી 17 વર્ષીય કિશોરીને એક લગ્ન દરમિયાન તેના મામાની દીકરીમાંથી ઓરીનો ચેપ લાગ્યો હતો. આ વિસ્તારમાં 10થી વધુ લોકોને ઓરી થયો છે.સ્કૂલોમાં રસીકરણ શરૂ કરવા કેન્દ્રની આરોગ્ય ટીમનું સૂચનશહેરમાં ઓરીના કેસ વધતાં ગત શુક્રવારથી કેન્દ્રના આરોગ્ય વિભાગના 3 સભ્યની ટીમ અમદાવાદ આવી છે તેમજ ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા સંકલિતનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી છે તેમ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કેન્દ્રની ટીમે ઓરીને કંટ્રોલ કરવા માટે શાળામાં પણ ઓરીનું રસીકરણ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવાનું સૂચન કર્યંુ છે. હાલમાં શહેરમાં ઓરીના 420 જેટલા કેસ નોંધાયા છે.બહેરામપુરામાં 58થી વધુ બાળકને રસીબહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરના જણાવ્યા મુજબ, બહેરામપુરામાં છૂટાછવાયા ચારથી પાંચ કેસ મળ્યા છે, પરંતુ સૌથી વધુ 12 કેસ રામરહીમ એરિયામાં જોવા મળ્યા છે. આથી અમે આ વિસ્તારમાં રસીકરણની પણ શરૂઆત કરી છે તેમ જ અત્યાર સુધીમાં અમારી ટીમ દ્વારા 58થી વધુ બાળકોને રસી આપવામાં આવી છે તેમ જ તેમના સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે.

 • ઓરીના કેસ: અમદાવાદમાં ઓરીના કેસ વધતાં 9 વિસ્તારોમાં વેક્સિનેશન માટે 200 ટીમ ઉતારાઈઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઓરીના કેસ વધતાં મ્યુનિ. હેલ્થ વિભાગ દોડતું થયું છે. શુક્રવારે મ્યુનિ. કમિશનર થેન્નારસને હેલ્થ વિભાગનો રિવ્યૂ લીધો હતો. ઓરી માટે હોટ સ્પોટ ગણાતા દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બહેરામપુરા, દરિયાપુર, સંકલિતનગર, વેજલપુર અને સરખેજ સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે વેક્સિનેશન માટે 5-5 ટીમ ઉતારી છે. જ્યારે આ સિવાયના બાકીના વિસ્તારોમાં દરેક અર્બન હેલ્થ સેન્ટરોમાં બે-બે ટીમ એમ કુલ 200 ટીમો વેક્સિનેશન માટે કાર્યરત કરવામાં આવી છે.આ ઉપરાંત આંગણવાડી અને આશાવર્કરો પાસે હોટસ્પોટ સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે સરવે પણ શરૂ કરી કેસ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ત્રણ શહેરોમાં ઓરીનો પગપેસારો થયો છે જેમાં અમદાવાદ બાકાત નથી. અંદાજે 5 હજાર જેટલા બાળકોનું ઓરીનું વેક્સિનેશન બાકી હોવાનું જાણવા મળ્યું છે. 25 દિવસમાં અમદાવાદ શહેરમાં અને તેમાં પણ ચોક્કસ વિસ્તારોમાં જ કેસ ઝડપી વધી રહ્યા છે. છેલ્લા દોઢથી બે મહિનામાં શહેરમાં 270 કરતાં વધુ કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં આ કેસની સંખ્યા આંગણીના ટેરવે ગણી શકાય તેટલી હોય છે. એક અંદાજ મુજબ દર મહિને માંડ 10 કેસ નોંધાતા હોય છે. તેના બદલે હાલમાં 100-100 કેસ નોંધાતા મ્યુનિ.એ શંકાસ્પદ કેસના સેમ્પલની પણ ચકાસણી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

 • ઓરીના કેસ: શારદાબેન હોસ્પિટલમાં ચાર મહિનામાં ઓરીના 300 કેસઅમદાવાદકૉપી લિંકશેર
 • Divya Bhaskar

  અમદાવાદમાં ઓરીના કેસ વધતાં આરોગ્ય વિભાગ દિલ્હીની ટીમ અમદાવાદ આવવાની હોવાથી કોર્પોરેશન દ્વારા ઓરીના કેસના સાચા આંકડા છૂપાવવા પ્રયાસ થઇ રહ્યાં તેમ લાગી રહ્યું છે. કારણ કે, કોર્પોરેશનના આંકડા મુજબ, અમદાવાદમાં નવેમ્બરમાં માત્ર 90 અને જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન ઓરીના માત્ર 270 કેસ નોંધાયા છે. પરંતુ, હકીકતમાં ફકત શારદાબહેન હોસ્પિટલમાં 4 મહિનામાં ઓરીના 313 કેસ નોંધાયા છે. શહેરની પબ્લિક-સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને અંદાજે 500થી વધુ ઓરીના કેસ નોંધાયા હોવાનો અંદાજ છે.વર્ષ દરમિયાન ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જોવા મળતા ઓરીના કેસ ઓગસ્ટ મહિનાથી જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને શહેરના બહેરામપુરા, દાણીલીમડા અને રખિયાલ જેવા વિસ્તારોમાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે. કોર્પોપરેશનના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યાં મુજબ, નવેમ્બરમાં ઓરીના 90 અને વર્ષ દરમિયાન શહેરમાં માત્ર 270 કેસ નોંધાયા છે. શારદાબહેન હોસ્પિટલમાં ચાર મહિનામાં સૌથી વધુ 313 કેસ નોંધાયા છે. બાળકોની હોસ્પિટલમાં છૂટાછવાયા 2થી 10 કેસ મળીને 200થી વધુ કેસ નોંધાયા હોવાનું ડોક્ટર્સ જણાવે છે.ઓરીના ચેપના 8 બાળકે સિવિલમાં સારવાર લીધીસિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલમાં ચાલુ મહિના દરમિયાન ઓરીના 8 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આરએમઓ ડો. પ્રદીપ પટેલ જણાવે છે કે, હોસ્પિટલમાં છેલ્લાં અઠવાડિયાથી ઓરીનો રોજનો એક કેસ નોંધાયો છે, હાલમાં હોસ્પિટલમાં 7 બાળકો સારવાર હેઠળ છે. તમામ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલી અપાયા છે.હોસ્પિટલમાં નોંધાયેલા કેસઓગસ્ટ25સપ્ટેમ્બર69ઓક્ટોબર10824 નવેમ્બર111એલજીઓકટોબર3024 નવેમ્બર7સિવિલ24 નવેમ્બર સુધી8