14મી વિધાનસભા ઐતિહાસિક બની: 18 રાજીનામાં પડતાં સૌથી વધુ પેટાચૂંટણી યોજાઈ, ગૃહને સ્થગિત રાખવાના 9 બનાવમાં 555 મિનિટનો સમય વ્યતીત થયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 09:10 am

14મી વિધાનસભા ઐતિહાસિક બની: 18 રાજીનામાં પડતાં સૌથી વધુ પેટાચૂંટણી યોજાઈ, ગૃહને સ્થગિત રાખવાના 9 બનાવમાં 555 મિનિટનો સમય વ્યતીત થયોઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાતની વર્તમાન સરકારનું અંતિમ સત્ર તેમજ 14મી વિધાનસભાનું અંતિમ સત્ર પૂરું થયું છે, ત્યારે આ સત્ર દરમિયાન થયેલી કામગીરીની રસપ્રદ વિગતો સામે આવી છે. 18 જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા સૌથી વધુ વાર પેટા ચૂંટણી યોજાઈ હતી. 13મી વિધાનસભાની સાપેક્ષમાં 14મી વિધાનસભાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આમ, તો દરેક વિધાનસભા સત્ર હંમેશા વિપક્ષ દ્વારા તોફાની જ બનાવાતું હોય છે. પરંતુ, 14મી વિધાનસભા વિપક્ષને હંમેશા યાદ રહે તેવી સ્થિતી ઊભી કરતું ગયું છે.14મી આખી વિધાનસભા દરમિયાન ગૃહને સ્થગિત રાખવાથી 555 મિનિટનો સમય વેડફાયોવિધાનસભા સત્ર ચાલુ હોય તે સમયે સ્વાભાવિક છે કે વિપક્ષ વિરોધનો સૂર પૂરાવી અને પ્રજાની સમસ્યાને વાચા આપે જ. જો કે વિધાનસભા તરફથી પ્રાપ્ત માહિતી મુજબ 14મી વિધાનસભા દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરવાને કારણે ગૃહનો કુલ 9 કલાક અને 15 મિનિટનો સમય એટલે કે કુલ 555 મિનિટ સુધી ગૃહનો સમય વ્યકિત થયો હતો. આમ, કુલ 9 જેટલા બનાવો બન્યા હતા, જેમાં વિધાનસભાની કાર્યવાહી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.14મી વિધાનસભાના 5 વર્ષની કુલ કામગીરીસરકારે બિલ પરત ખેંચવું પડ્યું હોય તેવી ઐતિહાસિક ઘટના14મી વિધાનસભાના 10મા સત્રના અંતિમ દિવસે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ બિલ વિધાનસભામાં બહુમતીના જોરે પસાર કર્યું હતું. જો કે બાદમાં રાજકીય દબાણ અને વિરોધ વધતાં 11મા સત્રના પ્રથમ દિવસે જ આ બિલ પરત ખેંચવાની વારી આવી ચડી હતી. આમ, કોઈ બિલ એક વખત રજૂ કરાયું હોય અને બાદમાં તેને રાજકીય દબાણ હેઠળ પાછું ખેંચવું પડ્યું હોય તેવી ઐતિહાસિક ઘટના પણ 14મી વિધાનસભા દરમિયાન નોંધાઈ છે.રાષ્ટ્રપતિનું ઐતિહાસિક સંબોધન14મી વિધાનસભા સત્રના ઈતિહાસને જ્યારે ફેંદવામાં આવશે. ત્યારે સૌથી પહેલા શરૂઆત એવી થશે કે આ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધન કર્યું. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત નિયમ 101 હેઠળ શહીદ દિને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ગૃહમાં શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ તરીકે કેમ યાદગાર રહેશે?સવારે 4 વાગ્યા સુધી વિધાનસભા ચાલવાનો રેકોર્ડવર્ષ 2019માં લોકસભાની ચૂંટણી હોવાને કારણે સાત દિવસનું જ વિધાનસભા સત્ર રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી. કેન્દ્રમાં ભાજપ સરકાર ફરીથી આવતાં જુલાઈ મહિનામાં ફરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાયું હતું. જેમાં સત્રના અંતિમ દિવસે સવારે 10 વાગ્યે શરૂ થયેલી વિધાનસભાનું કામકાજ બીજા દિવસે સવારે 4 વાગ્યે પૂર્ણ થયું હતું. આ સમયે ત્રણ બિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર દેશમાં સૌથી લાંબા સમય સુધી ગુજરાત વિધાનસભાનું કામકાજ ચાલુ હોવાનો રેકોર્ડ નોંધાયો છે.અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સૌથી વધુ રાજીનામાં લીધા14મી ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યોના રાજીનામા લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સામે આવે છે. પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણીને કારણે 14 વિધાનસભામાં કુલ 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં પડ્યા હતા. આ તમામ રાજીનામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યા હતા. જ્યારે અગાઉ રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે 16 જેટલા ધારાસભ્યના રાજીનામા સ્વીકાર્યા હતા.સાર્જન્ટને ડ્રેસ આપ્યોગુજરાત વિધાનસભાના સાર્જન્ટને અત્યાર સુધી કોઈપણ પ્રકારનો યુનિફોર્મ અપાયો નહોતો. અત્યાર સુધી તેઓ સફારી પહેરીને જ ફરજ બજાવતા હતા, ત્યારે ચૌદમી વિધાનસભામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાર્જન્ટના ડ્રેસ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સાર્જન્ટ જે વિધાનસભા ગૃહની અંદર અને બહાર ફરજ બજાવે છે તેઓને શુટમાં ફરજ બજાવવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.14મી વિધાનસભામાં મુખ્યમંત્રી બદલાયાચૌદમી વિધાનસભાના શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ હતા, જ્યારે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને વિરોધ પક્ષ તરીકે પરેશ ધાનાણી હતા. પરંતુ 11 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું અને સમગ્ર કેબિનેટના તમામ પ્રધાનો અને નો રિપીટ થિયરી હેઠળ રિપીટ કરવામાં આવ્યા ન હતા અને નવી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની, જેમાં ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્ય અને વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાને જવાબદારી સોંપવામાં આવી હતી..નવા બિલ્ડિંગમાં મળી 14મી વિધાનસભા13મી વિધાનસભા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભાનું રીનોવેશનનું કામકાજ શરૂ થયું હતું અને ચૌદમી વિધાનસભા મળવાનો સમય પાક્યો તેના અમુક દિવસો પહેલાં જ વિધાનસભાનું રિનોવેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલી એ.સી સિસ્ટમ સાથે આખી વિધાનસભા તૈયાર કરાઈ. રૂપિયા 120 કરોડના ખર્ચે આખી વિધાનસભાનું નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે.નવી સરકારે 10મા સત્રમાં 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુંવિધાનસભાના 10મા સત્રની કાર્યવાહી દરમિયાન કુલ 25 બેઠકો મળી જેમાં 12 સ્વર્ગસ્થોનો શોક દર્શક પ્રસ્તાવ, 2.43 લાખ કરોડનું અંદાજપત્ર, 1.23 લાખ કરોડનું પુરાંત પત્રક, અંદાજપત્ર પર 4 દિવસ અને વિવિધ માગણીઓ પર 12 દિવસ ચર્ચા ચાલી જ્યારે 8 સરકારી વિધેયકો પસાર થયા. અનેક મુદ્દા એવા પણ બન્યાં કે જેમાં માહિતીના અભાવે પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન પણ ઉઠાવાયો હતો.15મી વિધાનસભામાં અનેક ચહેરા બદલાઈ જશેચૌદમી વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું છે, ત્યારે હવે આવનારા વર્ષે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભા ગૃહમાં નવી સરકાર, નવા પ્રધાન અને નવા ચહેરાઓની વચ્ચે રજૂ થશે. શક્યત: 14મી વિધાનસભામાં રહેલા અનેક ચહેરાઓ 15મી વિધાનસભામાં જોવા પણ નહીં મળે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER