કોન્ટ્રાક્ટરોને હજુ 250 કરોડ ચૂકવવાના બાકી: દેવું 1100 કરોડ થતાં AMC રોડ, પાણી માટે રૂ.350 કરોડ લોન લેશે; પાયાની સુવિધાના કામ માટે 200 કરોડના બોન્ડને મંજૂરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

કોન્ટ્રાક્ટરોને હજુ 250 કરોડ ચૂકવવાના બાકી: દેવું 1100 કરોડ થતાં AMC રોડ, પાણી માટે રૂ.350 કરોડ લોન લેશે; પાયાની સુવિધાના કામ માટે 200 કરોડના બોન્ડને મંજૂરીઅમદાવાદકૉપી લિંકશેર

મ્યુનિ.માં ગ્રીન પ્રોજેક્ટના કામો માટે 200 કરોડના બોન્ડ લેવાના તંત્રની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. આ ઉપરાંત મ્યુનિ. બીજી 350 કરોડની લોન ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન (જીએસએફએસ) પાસેથી લેશે. આ લોન પગાર, રોડ, ગટર, પાણી જેવા પ્રાથમિક કામો માટે લેવાશે. મ્યુનિ. જ્યારે 200 કરોડના બોન્ડ લેશે તે બાદ મ્યુનિ.નું દેવું 1100 કરોડ પર પહોંચવાની ધારણા છે.GSFS પાસેથી 350 કરોડની લોન લેવાશે​​​​​​​મ્યુનિ. અત્યારે જે જીએસએફએસ પાસે જે 350 કરોડના લોન લેવા જઇ રહી છે તે 7 વર્ષ માટે આપશે તેમજ તેનનું વ્યાજદર હાલ અન્ય બેંકો જે વ્યાજ ચુકવે છે તેથી 0.25 ટકા જેટલું ઓછું હશે. રિવરફ્રન્ટ માટે લેવાયેલી લોનમાં જ મ્યુનિ.ને 6.75 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. મ્યુનિ. આવક વધારવા પ્રહલાદનગર, સિંધુભવન અને રિવરફ્રન્ટ પર બની રહેલા મલ્ટિલેવલ પાર્કિંગની દુકાનો વેચશે. અગાઉ મ્યુનિ.ને સ્માર્ટ સિટી સહિત અન્ય કામગીરી માટે 700 થી 800 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર પાસે મળતી હતી. તે રકમ જ્યારે મળે ત્યારે તે પહેલા અન્ય કામોમાં એડજસ્ટ કરી દેવાતી હતી.રિવરફ્રન્ટની 350 કરોડની લોન ચાલે છેSVP દર મહિને 17 કરોડની ખોટ કરે છેએસવીપી હોસ્પિટલ કરોડના ખર્ચે બનાવ્યા બાદ તેને મેઇન્ટેન કરવા - ચલાવવા માટે મ્યુનિ.ને દર મહિને રૂ. 17 કરોડની ખોટ જઇ રહી છે. એટલે કે બાર મહિને રૂ. 200 કરોડની ખોટ જઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર વાર્ષિક 200 કરોડની રકમ ચુકવે તેવી માગ મ્યુનિ. દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.વિકાસ કામો માટે 1217 કરોડ ખર્ચાશેગત વર્ષે મ્યુનિ.ની આવક 1727 કરોડ હતી. જે વધીને 2022માં 2469 કરોડે પહોંચી ગઈ છે.કોરોનાકાળમાં 900 કરોડથી વધુ નુકસાનકોરોનાકાળમાં મ્યુનિ.એ જે ખર્ચ કર્યો તે પેટે 459 કરોડ રાજ્ય સરકારે ચૂકવ્યા છે. તેમ છતાં મ્યુનિ.ની હાલત અંગે પૂછાતાં સ્પષ્ટતા કરવામાં આવી હતીકે, મ્યુનિ.ને તેની કેટલીક સેવાઓની આવક નહીં થવાને કારણે અંદાજે 900 કરોડ જેટલું નુકસાન થયું છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER