નવા પ્રકારનો પેઈડ ચૂંટણીપ્રચાર!: સોશિયલ મીડિયાવાળાની પાછળ દોડી પોલિટિકલ પાર્ટીઓ, આ રીતે લાખોમાં રમવા લાગ્યા ઈન્ફ્લુએન્સર્સ!અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 12:01 pm

નવા પ્રકારનો પેઈડ ચૂંટણીપ્રચાર!: સોશિયલ મીડિયાવાળાની પાછળ દોડી પોલિટિકલ પાર્ટીઓ, આ રીતે લાખોમાં રમવા લાગ્યા ઈન્ફ્લુએન્સર્સ!અમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ડિજિટલ પ્રચાર પણ થઈ રહ્યો છે. આ વખતે ઇન્સ્ટાગ્રામ પરના જાણીતા પેજ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ કેમ્પન માટે પેજ અને ઇન્ફ્લુએન્સરને લાખો રૂપિયા સુધીના પેકેજ પણ મળે છે. જોકે ડિજિટલ પ્રચાર થકી યુવાઓ વધુ આકર્ષાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સપ્ટેમ્બર મહિનાથી સોશિયલ મીડિયામાં કામ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પેજને 5 હજારથી 1.50 લાખનું પેકેજ આપવામાં આવે છે, જ્યારે ઇન્ફ્લુએન્સરને 1 વીડિયો માટે 20 હજારથી લઈને 1 લાખ રૂપિયા મળે છે.સપ્ટેમ્બર મહિનાથી ડિજિટલ કેમ્પનસોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ યુવાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ પ્રચાર થકી રાજકીય પક્ષો યુવાઓ સુધી પહોંચી રહી છે. આ પ્રચાર કેટલાક જાણીતા પેજ તથા જાણીતા નામ કે જેમની ફ્રેન્ડ ફોલોવિંગ વધુ હોય તેમને કામ આપવામાં આવે છે. આ કામ માટે હજારોથી લાખો રૂપિયા સુધીના પેકેજ આપવામાં આવે છે. ચૂંટણી ડિસેમ્બરમાં છે, પરંતુ સપ્ટેમ્બરે મહિનાથી ડિજિટલ કેમ્પન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે રાજકીય પાર્ટી દ્વારા પણ આ પેજનું નિરીક્ષણ કરવામાં આવે છે.પ્રચાર માટે લાખોના પેકેજ પહેલાંથી જ નક્કીસોશિયલ મીડિયા પર ફૂડ, કરન્ટ અફેર્સ, ટ્રાવેલિંગ અને બ્લોગિંગ ચલાવતા પેજના સારા ફોલોવર્સ છે. આ પેજ દ્વારા રોજ અવનવા વીડિયો અપલોડ કરવાના આવે છે, જેનાથી લોકો પેજ સાથે જોડાયેલા રહે છે. ચૂંટણી આવતાં રાજકીય પક્ષોએ પોતે કરેલી કામગીરીના વીડિયો બનાવી આ પેજને આપ્યા છે. આ પેજ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, સાથે જાણીતા ઇન્ફ્લુએન્સરને પણ આ કામ સોંપવામાં આવ્યું છે. આ કામ માટે અગાઉથી જ પેકેજ નક્કી કરી દેવામાં આવ્યું હતું. 3 મહિનાથી ઇન્સ્ટાગ્રામમાં પેજ અને ઇન્ફ્લુએન્સર કેમ્પેઈન પર કામ કરી રહ્યા છે.50,000થી વધુ ફોલઅર્સ હોય તેમની ખાસ પસંદગીઅમદાવાદના 50થી વધુ પેજ અને 100થી વધુ ઇન્ફ્લુએન્સર તથા ગુજરાતના 150થી વધુ પેજ અને 300થી વધુ ઇન્ફ્લુએન્સર પોલિટિકલ કેમ્પેઈન માટે કામ કરી રહ્યા છે. પક્ષ સીધી રીતે આ વ્યક્તિઓ સાથે સંપર્ક નથી કરતો, પરંતુ કોઈ એજન્સી દ્વારા આ પેજને કામ આપવામાં આવે છે અને એજન્સી જ પેજના ઓપરેટરના સંપર્કમાં રહે છે. 50,000થી વધુ ફોલઅર્સ હોય તેમની ખાસ પસંદગી કરવામાં આવે છે.ફોલોઅર્સ મુજબ 1.50 લાખ સુધીનું પેકેજઅમદાવાદનાં 50થી વધુ પેજને કામ આપવામાં આવ્યું છે, જેમાં ફોલોઅર્સ મુજબ 5000થી શરૂ કરીને 1.50 લાખ સુધીનું પેકેજ આપવામાં આવ્યું છે. એક સિંગલ વીડિયો હોય તો પેજ દ્વારા 5000થી વધુ ચાર્જ લેવામાં આવે છે, પરંતુ વધારે વીડિયો હોય તો પેજને એકસાથે પેકેજ આપી દેવામાં આવે છે. તો ઇન્ફ્લુએન્સરને એક વીડિયોદીઠ 20,000થી 1 લાખ રૂપિયા સુધી આપવામાં આવે છે.ઓર્ગેનિક ફોલોઅર્સ હોય તેને જ કામ વધુ મળેઅમેઝિંગ અમદાવાદ પેજના ઓપરેટર આશિષ કોષ્ટિએ જણાવ્યું હતું કે પોલિટિકલ પાર્ટીનાં કામનું જ કેમ્પેન કરવામાં આવે છે. અમે એ કામને તપાસીને સત્ય હોય તો જ પ્રમોટ કરીએ છીએ. ઓર્ગેનિક ફોલોઅર્સ હોય તેને જ કામ વધુ મળી રહે છે. પેઈડ કન્ટેન્ટ અપલોડ કરવાનો પણ સમય હોય છે, જેમાં વ્યૂઅર્સ વધુ વીડિયો જુએ એ રીતે અમે અપલોડ કરીએ છીએ. અત્યારસુધીની ચૂંટણીમાં પ્રથમ વખત પેજને આ રીતે પેઇડ કામ આપવામાં આવ્યું છે. જોકે પેજ થકી વધુમાં વધુ લોકો સુધી પાર્ટી પહોંચી શકે છે.લોકોએ કરેલી કૉમેન્ટ, લોકોના વ્યૂ સૌથી મહત્ત્વનાવીડિયો અપલોડ કર્યા બાદ એમાં લોકોના રિવ્યૂ અંગે અમે રિપોર્ટ તૈયાર કરીએ છે. લોકોએ કરેલી કૉમેન્ટ, લોકોના વ્યૂવ્સ અમારા માટે મહત્ત્વના છે. લોકોને પસંદ આવે એ પ્રકારે જ કન્ટેન્ટ અમે અપલોડ કરીએ છે. પોલિટિકલ સિવાય પણ રોજ ફૂડ, ટ્રાવેલિંગ, કરન્ટ અફેર્સની 10થી વધુ રિલ્સ બનાવીને મૂકીએ છીએ. લોકોને પેજ સાથે જોડી રાખવા એ બહુ મોટો ટાસ્ક છે, પરંતુ અમારી ટીમ એ માટે સતત કઈ નવું કરતી રહે છે.ઓછું જાણનારા નેતાઓ પણ સોશિયલ મીડિયાના સહારેઘણા ઓછું જાણનારા નેતાઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા પ્રચાર-પ્રસાર વધારી રહ્યા છે. આ માધ્યમથી નેતાઓ પોતાના મતવિસ્તારની વાત હોય કે મતવિસ્તારમાં કરેલાં કામોનાં લેખાં-જોખાં હોય કે લોકસંપર્ક કર્યો હોય એ પ્રકારની વાત પોસ્ટ કરી રહ્યા છે. એ માટે માસિક હજારથી લઈને લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.પ્રચાર માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગસોશિયલ મીડિયા તેમજ અન્ય એપથી મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને મતદારો સુધી પોતાના પક્ષની કામગીરી અને વચનો-ઢંઢેરો દર્શાવતા વિવિધ પ્રકારના વીડિયો અને ફોટા બનાવીને વધુમાં વધુ શેર કરવામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી સમયના બચાવ સાથે વધુમાં વધુ લોકસંપર્ક થઈ શકે છે.ભાજપનું સોશિયલ મીડિયા કઈ રીતે કરે છે કામગુજરાત ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પાર્ટીના પ્રચાર-પ્રસાર માટે એક અલગ ટીમ બનાવી છે. સોશિયલ મીડિયાની ટીમમાં 10 હજાર એક્ટિવ લોકો છે, સાથે જ આખા ગુજરાતમાં 60 હજાર જેટલા વોલન્ટિયર દ્વારા પણ દરરોજ ભાજપ પક્ષનાં પ્રચાર-પ્રસારનું કામ કરાય છે અને સોશિયલ મીડિયાના અલગ માધ્યમ, જેવાં કે વ્હોટ્સએપ, ટ્વિટર, ફેસબુક દ્વારા દરોજ 50 લાખ લોકો સુધી પહોંચીને પક્ષની વિચારધાર પહોંચાડાય છે. સામન્ય સંગઠનની જેમ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં પણ પ્રદેશ, જિલ્લા, શહેર, તાલુકા, વિધાનસભાદીઠ હોદ્દેદારોની નિમણૂક કરાય છે, જે બૂથ લેવલ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીનો પ્રચાર કરે છે. ગાંધીનગર કામલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે, જેને ભાજપે એને વોર રૂમ નામ આપ્યું છે.સોશિયલ મીડિયા કઈ રીતે કામ કરે છે કોંગ્રેસકોંગ્રેસની ટીમ અત્યારે ભલે બહાર સભાઓ કે રેલીઓમાં ઓછી દેખાતી હોય, પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. 10 હજારથી વધુ કાર્યકર્તાઓને પ્રદેશની ટીમ બનાવવામાં આવી છે. એની નીચે 50 હજાર વોલન્ટિયરની ટીમ બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયાનાં અલગ અલગ માધ્યમો થકી દરરોજ સરેરાશ 20 લાખ લોકો કોંગ્રેસ સુધી પહોંચે છે. સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં પ્રદેશ જિલ્લા, શહેર, તાલુકા વિધાનસભાદીઠ ટીમ છે, સાથે જ 700 લોકોની પેડ ટીમ પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદ પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે, જ્યાંથી તમામ ગતિવિધિઓ થાય છે.આપના સોશિયલ મીડિયા વોર રૂમમાં કોઈને એન્ટ્રી નહીંગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર કરી રહી છે અને જમીની યુદ્ધ કરતાં સોશિયલ મીડિયામાં રચીપચી વધારે રહે છે, પણ જ્યારે અમે આપની સોશિયલ મીડિયા ટીમ કઈ રીતે કામ કરે છે એ બાબતે આપના પ્રવકતાને પૂછયું ત્યારે તેમણ કહ્યું કે અમને માહિતી આપવાની મનાઈ કરી છે. આપના સોશિયલ મીડિયા રૂમમાં આમ આદમી તો ઠીક પણ ગણ્યાગાઢયા લોકો સિવાય આ વોર રૂમમાં આપના નેતાઓને પણ પ્રવેશ નથી અપાતો.ચૂંટણીમાં સોશિયલ મીડિયા અગત્યનું માધ્યમહવે ચૂંટણીઓ બદલાઈ છે. જમીની ખેલની સાથે સોશિયલ મીડિયાનો ખેલ પણ પાર્ટી અને ઉમેદવારોએ જીતવો પડે છે. ગત ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલો વિકાસ ગાંડો થયો એ કેમ્પેને લોકોના માનસ પર અસર કરી હતી. જ્યારે ભાજપનું હું પણ ચોકીદાર કેમ્પેન ખૂબ ચાલ્યું હતું. ત્યારે લોકોએ સોશિયલ મીડિયામાં આવતા રાજકીય પાર્ટીના કેમ્પેન વિશે સત્યતા જાણવી પણ જરૂરી છે, કારણ કે રાજકીય પાર્ટીઓ મૂળ બનાવવા માટે આ રીતના કેમ્પેન ચલાવતી હોય છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER