AAPના ભાજપ પર પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં 8 વર્ષમાં મોંઘવારી ત્રિપલ થઈ અને સૌથી વધુ બેરોજગારી: રાઘવ ચઢ્ઢાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 03:01 pm

AAPના ભાજપ પર પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં 8 વર્ષમાં મોંઘવારી ત્રિપલ થઈ અને સૌથી વધુ બેરોજગારી: રાઘવ ચઢ્ઢાઅમદાવાદકૉપી લિંકશેર

આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આજે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપનો એક જ મુદ્દો છે કે ડબલ એન્જીન સરકાર બનાવો. 2014માં ડબલ એન્જીન સરકાર બની. 2014થી 2022 સુધી મોંઘવારી વધી છે. ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોંઘવારી છે. ભાજપની ડબલ એન્જીન સરકારની 8 વર્ષમાં ડબલ અને ત્રિપલ મોંઘવારી છે. ભારત દેશમાં 35થી 40 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી વધુ છે. મોંઘવારીમાંથી છુટકારો મેળવવા લોકો પાસે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીની સરકાર બને તો 30000 પ્રતિ મહિના ફાયદો થશે. દરેક જગ્યા અને સર્વેમાં સ્પષ્ટ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. કોંગ્રેસ ક્યાંય નથી. માત્ર 5 સીટ કોંગ્રેસની આવશે. કોંગ્રેસના મતદારો આમ આદમી પાર્ટીને મત આપે છે. હવે પરિવર્તન આંધી આવી રહી છે.ગુજરાતની ચૂંટણી અત્યાર સુધી ભાજપ માટે પ્રચાર કે જાહેરાતની જરૂર પડતી હતી. પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી અને લોકો જોડાયા તો ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. જેથી ચૂંટણીમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતારવા પડયા છે. ગુજરાતના મતદારોને અપીલ છે કે તેઓ મતદાનના દિવસે પરિવર્તન માટે વોટ આપે અને આમ આદમીને જીતાડે. લોકો પાસે બે પ્રકારની રેવડી છે. આમ આદમી પાર્ટીની રેવડી છે. જેમાં પ્રજાને ફ્રીમાં શિક્ષણ અને સુવિધા મળે છે. બીજી બાજુ ભાજપની રેવડી છે જેમાં નેતાઓને સુવિધા મળે છે. ભાજપની જેમ અમે 30000 કરોડનું પેકેજ નથી આપી શકતા. અમે 30000નું પેકેજ લોકોને આપીએ છીએ.ગુજરાતમાં ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ મોરબીની જે દર્દનાક દુર્ઘટના બની છે. ઘડિયાળ બનાવતી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 6 મહિનામાં જે કામ થવાનું હતું જે 2 મહિનામાં થયું છે. 2 કરોડનું કામ હતું જે 12 લાખમાં જ થયું છે. આ ભ્રષ્ટાચાર નથી તો શું છે ? અને ઉપર સુધી પૈસા પણ ગયા હતા. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરીશું અને તેઓને જેલમાં નાખીશું.8 વર્ષમાં મોંઘવારી કેટલી વધીવસ્તુ 2014 2022પેટ્રોલ 60 100ડીઝલ 50 90ગેસ સિલિન્ડર 500 1050પ્લેટફોર્મ ટિકિટ 5 50ઘી 350 650દૂધની થેલી 36 60ખાનગી ડોકટરો ફી 300 800સીએનજી ગેસ 46 75સિંગતેલ 1000 2800

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER