AAPના સાંસદની માંગ: ભાજપના સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલને મારી નાંખવા અને આંખો કાઢી લેવાની વાત કરી, કેન્દ્ર સુરક્ષા વધારેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 25-11-2022 | 03:01 pm

AAPના સાંસદની માંગ: ભાજપના સાંસદ મનોજ તિવારીએ કેજરીવાલને મારી નાંખવા અને આંખો કાઢી લેવાની વાત કરી, કેન્દ્ર સુરક્ષા વધારેઅમદાવાદકૉપી લિંકશેર

ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ તેમના નિવેદન દ્વારા અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી અને આંખો કાઢી નાંખવાની તેમજ પગ તોડવાની ગંદી વાત કરી છે એમ AAPના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,લોકોની લાગણી ભડકાવવાનો પ્રયાસ કરી હિંસા માટે ઓપન કોલ આપવામાં આવ્યો છે. હું દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અપીલ કરવા માંગુ છું કે, જે રીતે ભાજપના સાંસદો અરવિંદ કેજરીવાલને મારવાની અને ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુખ્યમંત્રીની હત્યા સુધીની વાત કરી રહ્યા છે, આ નિવેદનો પર ધ્યાન આપીને અરવિંદ કેજરીવાલની સુરક્ષા વધારવામાં આવે.ભાજપના નેતાઓની માનસિકતા લોકો સામે આવીઆ આજે ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરી ગઈ છે, તેના કારણે તેઓ મારવાની વાત કરી રહ્યા છે. આ બાબતોથી ભાજપની સંસ્કૃતિ અને ભાજપના નેતાઓની માનસિકતા લોકો સામે આવી ગઈ છે. આવા નેતાઓએ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવી જોઈએ કારણ કે આ નેતાઓએ તેમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. જો આજે દેશના કાયદા ઘડનારાઓ આવા નિવેદનો આપે, મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપે તો આ દેશની કાયદો અને વ્યવસ્થાનું શું થશે? ભાજપના નેતા તરફથી આપેલું આ નિવેદન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર અને દિલ્હીની MCD ચૂંટણીમાં ભાજપની દુર્દશા દર્શાવે છે.MCDની ચૂંટણીમાં ભાજપે પોતાની હાર જોઈ રહ્યું છેઆ બધું બતાવે છે કે ભાજપ કેટલી બોખલાયેલી અને ગભરાયેલી છે. અરવિંદ કેજરીવાલજીએ રાજનીતિની ચૂંટણીની લડાઈમાં ભાજપને હરાવવાનું શરૂ કરી દીધું છે, ગુજરાત અને MCDની ચૂંટણીમાં ભાજપે પોતાની હાર જોઈ રહ્યું છે અને આ ડરને કારણે તેઓ આવા વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. અમે આવા નિવેદનોનું ખંડન કરીએ છીએ અને કેન્દ્ર સરકારને અરવિંદ કેજરીવાલની સુરક્ષા વધારવાની અપીલ કરીએ છીએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ ગેરંટીઓ આપવામાં આવી હતી અને જે પણ કર્મચારીઓની માંગ છે તે પૂરી કરવાના વચન આપ્યા છે.'જૂની પેન્શન યોજના' ગુજરાતમાં ફરીથી લાગુ કરશેઆજે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની એક મોટી માંગણી રહી છે કે 'જૂની પેન્શન યોજના' ને ગુજરાતમાં લાગુ કરવામાં આવે. આ માંગણીને લઈને સરકારી કર્મચારીઓએ એક મહાઆંદોલન ગુજરાતના રસ્તાઓ પર કર્યું હતું. પરંતુ ભાજપવાળાઓએ આ સરકારી કર્મચારીઓની એક પણ વાત સાંભળી નહીં. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલએ આ વચન આપ્યું છે કે, જ્યારે ગુજરાતમાં 8મી ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' ગુજરાતમાં ફરીથી લાગુ કરશે.છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છેહું ગુજરાતના મતદારોને ચેતવવા માંગુ છું કે,બીજી જેટલી પણ પાર્ટી તમને એ વચન આપતી હોય કે તે 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે, તમે જઈને તેમને પૂછજો કે બીજા કોઇ પણ રાજ્યમાં જ્યાં તેમની સરકાર છે. શું તેમણે ત્યાં આ યોજનાને લાગુ કરી છે? તમે કોંગ્રેસને પૂછજો કે જો તમે સરકારી કર્મચારીઓના આટલા જ શુભચિંતક છો તો શું તમે તમારા બીજા રાજ્યોમાં 'જૂની પેન્શન યોજના' ને લાગુ કરી છે? ભાજપે નવી પેન્શન યોજના લોકોના માથે લાદી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે અને છેલ્લા 8 વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં તેઓએ જૂની પેન્શન યોજના લાગુ કરી નથી.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER