કાર લઈ ફરાર: થલતેજમાં રસ્તો પૂછવાના બહાને કારચાલકને નીચે ઉતારી 2 લુટારુ કાર લઈ ફરારઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 27-09-2022 | 05:01 am

કાર લઈ ફરાર: થલતેજમાં રસ્તો પૂછવાના બહાને કારચાલકને નીચે ઉતારી 2 લુટારુ કાર લઈ ફરારઅમદાવાદકૉપી લિંકશેર

અથલતેજ સ્મશાનગૃહ પાસેથી મોડી રાતે પસાર થતા ડ્રાઇવરને થલતેજ ગામ જવાનો રસ્તો પૂછવાના બહાને 2 લુટારુએ રોકીને રૂ.5 લાખની ગાડી લૂંટીને ભાગ્યા હતા. આ અંગે ડ્રાઇવરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નડિયાદના ડુમરાલ ગામમાં રહેતા રાજેશકુમાર પટેલ (ઉં.47) સાંતેજમાં આવેલી પ્રાસપેક ઈન્ડસ્ટ્રિઝ પ્રા.લી. નામની કંપનીમાં 22 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.લુટારુ રોકીને રૂ.5 લાખની ગાડી લૂંટીને ભાગ્યા9 સપ્ટેમ્બરે વહેલી સવારે રાજેશકુમાર કંપનીની ઈનોવા ગાડીમાં સ્ટાફને લઈ જામનગર ગયા હતા. ત્યાંથી તેઓ10મીએ રાતે 1 વાગ્યા પાછા આવ્યા હતા. દરમિયાન રાજેશભાઈ થલતેજ સ્મશાનગૃહ પાસે આવ્યા ત્યારે 2 યુવાનોએ તેમને થલતેજ જવાનો રસ્તો પૂછયો હતો. રાજેશભાઈએ તેમને ગાડીમાં બેઠાં-બેઠાં જ ઈશારાથી રસ્તો બતાવ્યો હતો, પરંતુ તે બંનેએ નીચે ઉતરીને રસ્તો બતાવવાનું કહેતા રાજેશભાઈ ગાડીમાંથી ઉતર્યા હતા. ત્યારે તે બંનેએ રાજેશભાઈને ધક્કો મારી નીચે પાડી રૂ.5 લાખની ગાડી લઈને ડ્રાઈવ-ઈન સિનેમા તરફ જતા રોડ તરફ ભાગ્યા હતા. આ અંગે રાજેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.ચાંદખેડામાં કંપનીમાંથી કાર લઈ પરત ન કરતા ફરિયાદમેઘાણીનગરમાં રહેતા પ્રતિકકુમાર મિશ્રા (ઉં.39) ઝૂમ કાર ઈન્ડિયા પ્રા.લિ.માં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાંથી ચંદુભાઈ આર.ડામોર સ્વિફ્ટ કાર બુક કરાવીને લઈ ગયા હતા. જોકે કાર પાછી આપવાનો સમય થતા જીપીએસ સિસ્ટમ કાઢીને ફેંકી દીધી હતી અને ગાડી પાછી આપી ન હતી. પ્રતિકકુમારે ચંદુભાઈ ડામોર વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

Google Follow Image