ACBનો ઘટસ્ફોટ: વિપુલ ચૌધરીના પરિવારના 21 સહિત 66 બેંક એકાઉન્ટ, ટેક્સાસમાં 8 કરોડની દીકરાના નામે પ્રોપર્ટી, ચાર કંપનીઓ ફક્ત કાગળ પરઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 12:10 am

ACBનો ઘટસ્ફોટ: વિપુલ ચૌધરીના પરિવારના 21 સહિત 66 બેંક એકાઉન્ટ, ટેક્સાસમાં 8 કરોડની દીકરાના નામે પ્રોપર્ટી, ચાર કંપનીઓ ફક્ત કાગળ પરઅમદાવાદકૉપી લિંકશેર

વિપુલ ચૌધરી પરિવારના 800 કરોડના કથિત કૌભાંડ પર એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) એસીબીએ મોટો ખુલાસો કર્યો છે. ચૌધરી પરિવારના 21 સહિત અને તેમની કંપનીઓને 66 બેંક એકાઉન્ટની વિગતો મંગાઇ છે. દીકરાના નામે ટેક્સાસમાં 8 કરોડનું રોકાણ હોવાથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED)ને જાણ કરાઇ હોવાથી ટૂંક સમયમાં ઇડી પણ કાર્યવાહી કરશે. તો ચૌધરીની ચાર કંપનીઓ ફક્ત કાગળ પર હોવાનું સામે આવ્યું છે.ચૌધરીના પત્ની અને પુત્ર સામે લૂકઆઉટ નોટિસની કાર્યવાહીવિપુલ ચૌધરીના ભાગેડું દીકરા અને ગીતાબહેન વિરુધ્ધ લુક આઉટ નોટિસ જારી કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. ચાર કંપનીઓ ફક્ત કાગળ પર હતી અને તેના ઇન્કમટેક્સ ભરાય છે, પરંતુ કંપનીઓની ઓફિસ કોઇ જગ્યા પર નથી. 26 પાનકાર્ડ આધારે ઇન્કમટેક્સ પાસેથી વિગતો ACBએ મંગાવી છે. એન્ટી કરપ્શન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.ચૌધરીના 5 બેંક એકાઉન્ટ 250 કરોડના વ્યવહાર થયાગાંધીનગર ACBના DySPઆશુતોષ પરમારે જણાવ્યું હતું કે, કૌભાંડી વિપુલ ચૌધરીની તપાસ દરમિયાન અનેક પુરાવા મળ્યા છે. જેમાં તેમના જ 5 બેંક એકાઉન્ટમાં 250 કરોડના વ્યવહારો થયા છે. વિપુલના 5, તેની પત્નીના 10, તેમના પુત્રના 6 બેંક એકાઉન્ટ મળ્યા છે. ત્યારે કંપનીઓના એકાઉન્ટ સહિત 66 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. તમામ બેંક એકાઉન્ટના વ્યવહારોની વિગતો બેંક પાસે મંગાવવામાં આવી છે.બેંક પાસે લોકરોની માહિતી મંગાઈપરમારે ઉમેર્યુ હતું કે, પોલીસને 26 બેંક પાનકાર્ડ મળી આવ્યા છે. તેના આધારે ઇન્કમટેક્સમાંથી વિગતો મંગાવવામાં આવી છે. અમુક ઇન્કમટેક્સ પાસે પણ માહિતી છુપાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લોકરોની માહિતી બેંક પાસે મંગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ લોકર મળી આવ્યા નથી. પત્ની અને પુત્રને ભાગેડું જાહેર કરી દીધા છે. તેઓ વિદેશ જતાં ન રહે તે માટે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવશે.વિદેશમાં ટ્રાન્જેક્શન કર્યું તેથી EDને જાણ કરાઈટેક્સાસમાં દીકરા પવનના નામે 8 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશમાં ટ્રાન્જેક્શન કર્યું હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. ચાર કંપનીઓ તેમના એડ્રેસ પર ન હતી અને ફક્ત તેના આઇટી રિટર્ન ભરાય છે. આ ફ્રોડ કંપની હોવાનું લાગી રહ્યું છે જે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

Google Follow Image

Latest News



AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER