અકસ્માત: તેલાવ કેનાલના ડિવાઈડર સાથે AMTS બસ અથડાઇ : 7ને ઇજાસાણંદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 05:01 am

અકસ્માત: તેલાવ કેનાલના ડિવાઈડર સાથે AMTS બસ અથડાઇ : 7ને ઇજાસાણંદકૉપી લિંકશેર

સરખેજ સાણંદ હાઇવે પરના તેલાવ ગામ પાસે કેનાલના ડિવાઈડર સાથે એ.એમ.ટી.એસ બસ ધડાકાભેર અથડાઇ હતી જેને લઈને 7 મુસાફરોને ઇજા પહોચી હતી ઘટનાની જાણ સાણંદ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.ગુરુવારે અમદાવાદના સરદારબાગ લાલદરવાજાથી સાણંદ માધવનગર 31-5 રુટની એ.એમ.ટી.એસ બસ સરખેજ થી સાણંદ જઈ રહી ત્યારે આશરે 2 વાગ્યાની આસપાસ સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસે હાઇવે પર આવેલ કેનાલના ડિવાઈડર સાથે અચાનક અથડાઇ હતી.જેને લઈને બસમાં બૂમાબૂમ થવા પામી હતી. ઘટનામાં 7 જેટલા મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો તેમજ હાઇવે પર જતાં ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ 108 અને પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને ઇજાગ્રસ્ત લોકોને સાણંદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ બનાવમાં ઇજાગ્રસ્તોમાં કળીબેન મહેશ ભાઈ સેનવા (રહે.ઈયાવા),કેસીબેન મેરુભાઈ મકવાણા(રહે.વસોદરા, લીલાબેન ભગવાનજી સોલંકી(રહે.ઈયાવા), રાજકુમાર વાલજી ભાઈ રાજયગુરુ(રહે.અમદાવાદ), વશંતભાઈ મહાદેવભાઈ ગઢવી (રહે.માધવનગર), જીવાભાઈ સોમાભાઈ વાઘેલા, (રહે.સાણંદ) અને સિદ્ધિ ઘનશ્યામભાઈ સુથાર ((રહે.સાણંદ)નો સમા‌વેશ થાય છે

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER