અકસ્માત: ગાંધીબ્રિજ પાસે એએમટીએસના કંડક્ટરનું બાઇક સ્લિપ થતાં મોતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

અકસ્માત: ગાંધીબ્રિજ પાસે એએમટીએસના કંડક્ટરનું બાઇક સ્લિપ થતાં મોતઅમદાવાદકૉપી લિંકશેર

શાહપુરની મારવાડી ચાલીમાં રહેતા અને એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા યુવકની બાઇક ગાંધીબ્રિજના છેડાં તરફ જતાં અચાનક સ્લિપ થઈ ગયું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શાહપુરની મારવાડીની ચાલીમાં રહેતા ખુશાલભાઈ બોડાણા એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે તેઓ બાઈક લઈને હેલ્મેટ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાંધીબ્રિજના છેડા તરફ અચાનક તેમનું ટુ-વ્હિલર સ્લિપ થઈ ગયું હતું, જેના કારણે તેઓ જમીને પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બેભાન થયા હતા. આસપાસના લોકોને જાણ થતા ખુશાલભાઈને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે ખુશાલભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER