અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 29-09-2022 | 05:01 am

અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર

બાવળા તાલુકાનાં બગોદરા એસ.ટી.સ્ટેશન સામેથી લીંમડી તાલુકાનાં પાણશીણા ગામની વ્યકિત હાઇ-વે ક્રોસ કરી રહી હતી ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલા ડમ્પર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ટક્કર મારતાં તેમને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થવા પામ્યું હતું.જેથી બગોદરા પોલીસમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં બગોદરા પોલીસે લાશનું પી.એમ.કરાવી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.લીંમડી તાલુકાનાં પાણશીણા ગામમાં રહેતાં રાયસંગભાઇ માવસંગભાઇ ગોહિલ અને તેમનાં કાકાનાં દિકરા ભરતસિંહ હેમંતસિંહ ગોહિલ બંન્ને જણા ભાવનગર તેમના સાળાનાં સગાને ત્યાં મકાનનું વાસ્તુ પુજન હોવાથી ત્યાં ગયા હતાં.અને સાંજનાં ત્યાંથી નીકળીને બંન્ને જણા એસ.ટી.બસમાં બેસીને બગોદરા આવવા નીકળ્યા હતાં.રાત્રે સવા નવ વાગે બગોદરા એસ.ટી.સ્ટેન્ડ ઉપર ઉતરીને અમારે પાણશીણા જવાનું હોવાથી બંન્ને જણા બસ સ્ટેન્ડની સામે થઈને હાઇ-વે ક્રોસ કરવાનો હોવાથી ભરતસિંહ એક પગે વિકલાંગ હોવાથી અને રોડ ઉપર વાહનો વધારે આવતાં હોવાથી ભરતસિહે જણાવ્યું હતું કે તમે રોડ ક્રોસ કરી લો હું વાહનની લાઇન ઓછી થાય પછી આવુ છું.ભરતસિહ રોડ ક્રોસ કરતાં હતાં તે વખતે અમદાવાદ તરફથી આવી રહેલા એક ડમ્પર નંબર GJ - 13 - AW 2345 નાં ચાલકે ફુલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવીને જોરદાર ટક્કર મારતાં તે રોડ ઉપર પડી ગયા હતાં.અને આ અકસ્માત કરનાર ડમ્પર થોડે આગળ જઈ ઉભુ રહ્યું હતું. અકસ્માતમાં ભરતિસંહને માથામાં , મોઢે , બન્ને હાથે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી.

Google Follow Image