અકસ્માત: અમદાવાદમાં જૂના વાડજમાં બીઆરટીએસ બસે ટક્કર મારતા વૃદ્ધનું મોતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 05:01 am

અકસ્માત: અમદાવાદમાં જૂના વાડજમાં બીઆરટીએસ બસે ટક્કર મારતા વૃદ્ધનું મોતઅમદાવાદકૉપી લિંકશેર

સુરેન્દ્રનગરથી પોતાની દીકરીને મળવા આવેલા વૃદ્ધ જૂના વાડજ બીઆરટીએસ સ્ટેન્ડ પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે બીઆરટીએસ બસે ટક્કર મારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.સાણંદના મોરૈયા ગામે રહેતા દિલીપ વાઘેલા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમના 65 વર્ષીય પિતા બાબુભાઈ વાઘેલા સુરેન્દ્રનગર રહેતા હતા. ગુરુવારે સવારે બાબુભાઈ જૂના વાડજ એએમટીબસ સ્ટેન્ડ પાસેથી ચાલતા પસાર થતા હતા, ત્યારે બીઆરટીએસ બસચાલકે ટક્કર મારતા બાબુભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. રાહદારીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન બાબુભાઈનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક બાબુભાઈના દીકરા દિલીપભાઈએ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીઆરટીએસ બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER