અકસ્માત: ટ્યૂશન જતી કિશોરીને BRTSએ ટક્કર મારતાં ત્રણ દાંત તૂટી ગયા, કિશોરી સાઈકલ પર રામદેવનગર રોડ ક્રોસ કરી રહી હતીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

અકસ્માત: ટ્યૂશન જતી કિશોરીને BRTSએ ટક્કર મારતાં ત્રણ દાંત તૂટી ગયા, કિશોરી સાઈકલ પર રામદેવનગર રોડ ક્રોસ કરી રહી હતીઅમદાવાદકૉપી લિંકશેર

સેટેલાઈટમાં રામદેવનગર ખાતેથી પૂરઝડપે પસાર થઇ રહેલી બીઆરટીએસના ચાલકે સાયકલ લઈને ટ્યુશન જઈ રહેલી 13 વર્ષની કિશોરીને ઉડાવી દીધી હતી. જેમાં કિશોરીના 3 દાંત તૂટી ગયા હતા તેમજ મોઢા, ખભા અને પાંસળીઓમાં ફ્રેકચર થયા હતા. પોલીસે બીઆરટીએસના ચાલક વિરુધ્ધ અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આનંદનગરના અગ્રવાલ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સોમપુરા(49)ની 13 વર્ષીય દીકરી ધ્વનિ ધોરણ-8માં અભ્યાસ કરે છે. મંગળવારે સાંજે ધ્વનિ ઘરેથી સાયકલ લઈને ઈસ્કોન ટયુશન જવા નીકળી હતી. ધ્વનિ સેટેલાઈટ રામદેવનગર ચાર રસ્તા ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરઝડપે પસાર થઇ રહેલી બીઆરટીએસની ઈલેક્ટ્રિક બસના ચાલકે ધ્વનિની સાઇકલને ટક્કર મારતા તેને માથા- મોઢા-ખભા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.હોસ્પિટલમાં હાજર કોઇ વ્યકિતએ ધ્વનિના ફોનથી જ તેની માતા મમતાબહેનને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતમાં ધ્વનિના ઉપરના 3 દાંત પડી ગયા હતા. તેમજ મોઢા - ખભા અને પાંસળીઓમાં ફ્રેકચર થયા હતા. આ અંગે ધર્મેન્દ્રભાઈએ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીઆરટીએસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER