અકસ્માત: ડ્રાઇવરે હેન્ડબ્રેક માર્યા વિના પાર્ક કરેલી બસ રગડતાં યુવકનું મોતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

અકસ્માત: ડ્રાઇવરે હેન્ડબ્રેક માર્યા વિના પાર્ક કરેલી બસ રગડતાં યુવકનું મોતઅમદાવાદકૉપી લિંકશેર

સિંધુભવન પાસેના એક ખુલ્લા ખેતરમાં હેન્ડબ્રેક માર્યા વિના પાર્ક કરવામાં આવેલી મિની લક્ઝરી બસ રગડી પડતાં બસે યુવકને ટક્કર મારી હતી, જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બસચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી બસચાલકની શોધખોળ શરૂ કરી છે.બસેયુવકને ટક્કર મારીસિંધુભવન રોડથી શીલજ ઔડાના મકાન તરફ જતા રોડ પર આવેલી ગ્રીનફીલ્ડ સોસાયટીની પાછળના ખુલ્લા ખેતરમાંથી એક યુવક પસાર થતો હતો, જ્યાં એક મિની લક્ઝરી બસ પડી રહી હતી. જોકે તેનો ડ્રાઇવર બસને હેન્ડબ્રેક માર્યા વગર ઊતરી ગયો હોવાથી બસે રગડતાં રગડતાં યુવકને ટક્કર મારી હતી, જેથી યુવકને ઇજા થઈ હતી. આથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.ડ્રાઇવર લક્ઝરી લઈને ફરારમૂળ રાજસ્થાનનો અને હાલ ઝુંડાલમાં રહેતો માગુસિંહ ચૌહાણ નાનાભાઈ રામસિંહ સાથે રહે છે અને કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. ગુરુવારે રામસિંહ તેના મિત્ર સાથે ગોતા કામ અર્થે ગયો હતો. બપોરના સમયે તે સિંધુભવન રોડથી શીલજના ઔડાના મકાન તરફ જતા રોડ પર ગ્રીનફીલ્ડ સોસાયટીની પાછળના ખુલ્લા ખેતરમાંથી જઈ રહ્યો હતો, જેમાં એક મિની લક્ઝરી પાર્ક થયેલી હતી અને ડ્રાઇવર તેની અંદર જ બેઠો હતો. રામસિંહ આ મિની લક્ઝરી બસ પાસે પહોંચ્યો ત્યારે જ તેનો ડ્રાઇવર બહાર આવ્યો હતો, પણ તેણે લક્ઝરીમાં હેન્ડ બ્રેક મારી ન હોવાથી તે રગડવા લાગતા રામસિંહને ટક્કર વાગી હતી, જેથી રામસિંહ પટકાઈ પડતા તેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના જોઈને મિની લક્ઝરી બસનો ડ્રાઇવર લક્ઝરી લઈને ફરાર થઈ ગયો હતો.ઘટના જોઈ નાસી ગયેલા બસચાલક સામે ગુનો દાખલઆ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમણે બેભાન થયેલા રામસિંહને નજીકની હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે સારવાર દરમિયાન રામસિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER