કાર્યવાહી: ભાયલા પાસે રિક્ષામાં પેસેન્જરના 14,500 સેરવી લેનારા 3 રાજકોટથી પકડાઈ ગયાબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 11:01 pm

કાર્યવાહી: ભાયલા પાસે રિક્ષામાં પેસેન્જરના 14,500 સેરવી લેનારા 3 રાજકોટથી પકડાઈ ગયાબાવળાકૉપી લિંકશેર

બાવળા તાલુકાનાં ભાયલા પાસે આવેલા મોગલધામથી દર્શન કરીને ત્યાંથી રીક્ષામાં સરખેજ જવા માટે બેસેલા દંપતીમાંથી ભાઇનાં ખિસ્સામાંથી પાકીટ કાઢી લઇને તેમાંથી 14,500 રૂપીયા કાઢી લઇને ભાગી ગયેલા ત્રણ ચોરોને રાજકોટમાંથી રીક્ષા અને ચોરીના રૂપીયા સાથે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે ઝડપી લઇને ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. સરખેજમાં આવેલા ઉજાલા સર્કલ પાસે રહેતાં મનુભાઇ આલાભાઇ વેગડા વણકર ( મુળ રહેવાસી, આંબારેલી) બે દિવસ પહેલા તેમનાં પત્ની કૈલાસબેન સાથે બાવળા તાલુકાનાં ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે માતાજીનાં દર્શન કરીને ઘરે જવા સી.એન.જી.રીક્ષામાં બેઠા હતાં.આ રીક્ષામાં અગાઉથી બીજા બે માણસો બેઠા હતાં.થોડે દુર જતાં આ રીક્ષાનાં ડ્રાઈવરે રીક્ષા ઉભી રાખીને નીચે ઉતરી જવાનું કહેતાં તેઓ રીક્ષામાંથી નીચે ઉતરી ગયા હતાં. નીચે ઉતરીને પેન્ટનાં ખીસ્સા ચેક કરતાં પાકીટમાંથી 14,500 રૂપીયા ગાયબ હતાં.રૂપીયા લઇને રીક્ષા લઇને ભાગી ગયા હતાં.જેથી બગોદરા તરફથી આવતી રીક્ષાને ઉભી રાખીને રીક્ષામાં બેસીને રીક્ષાનો પીછો કર્યો હતો.છતા રીક્ષાવાળો રાજકોટ તરફ ભાગી ગયો હતો.જેથી તેમણે રીક્ષાનો નંબર GJ.03 BU 6090 સામે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં ત્રણેય વ્યકિત વિરૂદ્ધ ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે બાતમી આધારે રાજકોટથી ધનજી ઉર્ફે ધનો, ગોરધન ઉર્ફે ભુરો અને નિલેશ ઉર્ફે કાલી ત્રણેય રહેવાસી, પોપટપુરા, રાજકોટનાં છે જેથી રાજકોટ પોલીસને જાણ કરતાં તેમણે ત્રણેયને ઝડપી રીક્ષા, 14,500 રોકડા જપ્ત કરી કેરાળા જી.આઇ.ડી.સી પોલીસને સોંપતા જેલને હવાલે કરાયો હતો.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER