કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 29-09-2022 | 05:01 am

કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર

બાવળાનાં કોચરીયા ગામમાં બુટલેગર ધાસચારો ભરવાનાં કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વેચી રહ્યો છે તેવી બાતમીનાં આધારે કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને કાચા મકાનમાં સંતાડેલ 9,000ની 18 બોટલ વિદેશી દારૂની, 500 રૂપીયાનો મોબાઇલ અને 1,800 રૂપીયા રોકડા મળી કુલ 11,300નો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા બુટલેગરને જેલના સળીયા પાછળ ધકેલી દઇને પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનની હદમાં મોટા પાયે વિદેશી અને દેશી દારૂનું પોલીસનાં ડર વગર વેચાણ થઈ રહ્યું છે.ત્યારે કેરાળા પોલીસને બાતમી મળી હતી કે કોચરીયા ગામમાં ચાંદણીયા વાસમાં રહેતો પિયુષ રમેશભાઇ પગી તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં બુટલેગર પિયુષનાં રહેણાક મકાનની બાજુમાં ઘાસચારો ભરવા માટે બનાવેલા કાચા મકાનની અંદરના ભાગે છૂટી છવાયેલી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 18 બોટલો મળી હતી.જેથી પોલીસે 9,000નો વિદેશી દારૂ , 500 રૂપીયાનો મોબાઇલ અને પકડાયેલા બુટલેગર પાસેથી મળી આવેલા 1,800 રૂપીયા મળી કુલ 11,300નો મુદામાલ કબ્જે કરીને પકડાયેલા બુટલેગરને જેલમાં ધકેલી દઇને વિદેશી દારૂ કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ કરીને પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Google Follow Image