કાર્યવાહી: અમદાવાદ સરદારનગરમાંથી દારૂની ફેકટરી પકડાયા બાદ PI અને PSI સસ્પેન્ડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

કાર્યવાહી: અમદાવાદ સરદારનગરમાંથી દારૂની ફેકટરી પકડાયા બાદ PI અને PSI સસ્પેન્ડઅમદાવાદકૉપી લિંકશેર

સરદારનગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂ બનાવવાની ફેકટરી પકડી હતી. આ ફેકટરીમાં મહિનામાં 1 લાખ લિટર દેશી દારૂ બનાવીને અમદાવાદના જુદા જુદા બુટલેગરોને સપ્લાય કરવામાં આવતો હતો. આ દારૂની ફેકટરી સરદારનગર પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી હોવાનું પૂરવાર થતા ડીજીપી આશિષ ભાટિયાએ સરદાનગર પીઆઈ વી.આર.ચૌધરી અને પીએસઆઈ આર.પી.દરજીને સસ્પેન્ડ કર્યા છે.છારાનગરમાં ધમધમતી દેશી દારૂની ફેકટરી ઉપર પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ત્યાં 20 ભઠ્ઠીમાં દેશી દારૂ બની રહ્યો હતો. તપાસમાં એવું સામે આવ્યું હતું કે સરદારનગર પીઆઈ વી.આર.ચૌધરી અને કુબેરનગર ચોકીના પીએસઆઈ આર.પી.દરજીની બુટલેગર નવનીત સાથે સાઠગાંઠ હતી. આ અંગે પીઆઈ ચૌધરી અને પીએસઆઈ દરજી સામે પગલા લેવા ચૂંટણી અધિકારીને ફાઇલ મોકલવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં ડીજીપીએ બંનેને સસ્પેન્ડ કર્યા છે.શહેરભરમાં દારૂના ધંધા બંધ કરાવાયાછેલ્લા 15 દિવસમાં એસએમસીએ અમદાવાદમાંથી દેશી-વિદેશી દારૂની 5 રેડ કરી હતી. જેની ગંભીરતાથી નોંધ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પીઆઈને દેશી- વિદેશી દારૂના ધંધા બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી. જેના ભાગ રૂપે પોલીસે શહેર ભરમાં રેડ પાડીને દેશી - વિદેશી દારૂના ધંધા બંધ કરાવ્યા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER