Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 12:01 am
ગુજરાત યુનિવર્સીટીમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે જેમાં 2 રાઉન્ડ પુરા થયા છે ત્યારે હવે પૂરક પરીક્ષાનું પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ માટે ફરીથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા અગાઉ બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે.ગુજરાત યુનિવર્સીટીમાં UG કોમર્સમાં 5 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી ફરીથી રજીસ્ટ્રેશન થઈ શકશે.24 ઓગસ્ટે કોલેજ દ્વારા નોટિસ બોર્ડ પર મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.25 ઓગસ્ટ સુધી ફી ભરીને કોલેજ પર ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે.26 ઓગસ્ટ ખાલી પડેલ સીટ જાહેર કરવામાં આવશે.