અમદાવાદ ક્રાઈમ ન્યુઝ: ચૂંટણી પંચ એક્શનમાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં દારૂના જથ્થો પકડ્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 24-11-2022 | 09:01 pm

અમદાવાદ ક્રાઈમ ન્યુઝ: ચૂંટણી પંચ એક્શનમાં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં દારૂના જથ્થો પકડ્યોઅમદાવાદકૉપી લિંકશેર

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી સમયે ચૂંટણી પંચમાં અનેક કાનૂની ગેરકાનૂની ફરિયાદો આવતી હોય છે. આ વખતે ચૂંટણી પંચે સ્થાનિક પોલીસને રજૂઆત કર્યા બાદ પણ એક્શનમાં આવતા પહેલા ચૂંટણી પંચે વિજિલન્સને જાણ કરી હતી અને હવે અન્ય એજન્સી રેડ કરે તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ શહેરમાં રેડ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાખો રૂપિયાનો દારૂ પકડ્યો હોવાની વિગત સામે આવી રહી છે.દારુ, બે કાર મળી કુલ 7.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઅમદાવાદ શહેરના સરદારનગર સિંધી ચિકનની સામે ખુલ્લી જગ્યા પર હોન્ડા સીટી કારમાં દારુ કટીંગ થતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. માહિતી આધારે ક્રાઇમ બ્રાંચે રેડ કરી હતી અને હોન્ડા સીટી કાર, વેગનઆર કારમાં રાખેલો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે દારુ, બે કાર, મોબાઇલ મળી કુલ 7.70 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.ક્રાઇમ બ્રાંચે 140 લીટર દેશી દારુ પકડી પાડ્યોપોલીસે દિલીપ ઉર્ફે દીપુ મનુભાઇ ચંદુમલ જેઠવાણી( રહે. સરદારનગર ) અને મુકેશ ઉર્ફે મુકુ આસુદોમલ રુપચંદ મોરંદાણી (રહે. સરદારનગર)ને પકડી પાડ્યા હતા. દારુ મંગાવનાર કમલેશ ઉર્ફે જીમી ગીરધારીલાલ નાવાણી(રહે. સરદારનગર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી તરફ અસારવા ઠાકોરવાસ પાસે દેશી દારુના જથ્થાનું કટીંગ થઇ રહ્યું હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચે રેડ કરી 140 લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો.પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાઆમ દેશી દારુ છારાનગરથી લાવનાર દિનેશ પ્રહેલાદ રાઠોડ પકડાયો હતો. દેશી દારુના અડ્ડા ચલાવનાર કૌશીક રાઠોડ, ધવલ રાઠોડ, પ્રેમ રાઠોડ, સુનિલ ઉર્ફે સકિલ રાજપુત અને હરેશ છારાને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER