અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 11-08-2022 | 05:01 pm

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના નરોડામાં રહેતો યુવક ચાર દિવસ પહેલા બાપુનગર વિસ્તારમાંથી બાઇક લઇને પસાર થતો હતો. આ સમયે બમ્પ આવતાં યુવક રોડ ઉપર પટકાયો હતો. ચાર દિવસની સારવાર દરમિયાન મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બમ્પ જીવલેણ સાબિત થયોબાપા સીતારામ ચોક પાસે ગોપીનાથ રેસિડેન્સીમાં રહેતા સૌરભભાઇ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.22) તા. 6ના રોજ મોડી રાતે બાઇક લઇને બાપુનગર વિસ્તારમાં ઇન્ડિયા કોલોની પાસેથી પસાર થતા હતા. આ સમયે માતૃશક્તિ સોસાયટી સામે અચાનક બમ્પ આવતાં યુવકે બાઇકનું બેલેન્સ ગુમાવી બેઠા હતો અને રોડ ઉપર પટકાયો હતો. પ્રથમ યુવકને સારવાર માટે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન પણ યુવક ભાનમાં આવ્યો ન હતો અને સોમવારે મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER