અમદાવાદ ક્રાઇમ ન્યુઝ: વાડજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, સરખેજના ગોડાઉનમાં લાખોની ચોરી; મેનેજર જ ચોર નિકળ્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 07:01 pm

અમદાવાદ ક્રાઇમ ન્યુઝ: વાડજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, સરખેજના ગોડાઉનમાં લાખોની ચોરી; મેનેજર જ ચોર નિકળ્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં ભરેલા ગેસના બોટલમાંથી ખાલી બોટલ ભરવાનું આખું કૌભાંડ ઝડપાયું છે. શહેરના વાડજ વિસ્તારમાં ગેસ ડિલિવરી કરનાર શખ્સ છ ભરેલી બોટલમાંથી ત્રણ ખાલી બોટલો ભરી રહ્યો હતો તે દરમિયાન પોલીસે રેડ પાડી આખું કૌભાંડ ઝડપી પાડ્યું. પોલીસે આ કૌભાંડ દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે. તો બીજી તરફ સરખેજના એક ગોડાઉનમાંથી 12 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જોકે, ચોર પકડાય નહીં તે માટે સીસીટીવીના ડીવીઆર પણ લઈ ગયા હતા. ત્યારે પોલીસ તપાસમાં જુદા જુદા માણસોના નિવેદનમાં જુદી જુદી વિગતો સામે આવતા પોલીસે મેનેજરની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં ગુનાનો ભેદ ઉકેલાયો અને આખરે ચોરીનો માલ કબજે કર્યો.વાડજમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયુંતમારા ઘરે આવતો ગેસનો સિલેન્ડર કદાચ પૂરો નહીં હોય અને અધૂરા સમયે જ ખાલી થઈ જતો હશે કારણ કે આની પાછળ ભેજાબાજ ટોળકી કામ કરે છે અને આવું જ આખું રેકેટ પોલીસે પકડી પાડ્યું છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં આવેલી નરસિંહ ભગતની ચાલી પાસે જાહેરમાં ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફીલ થતું હોવાની વિગત વાડજ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ કરતા ત્યાં આખે આખા ભરેલા ગેસના બાટલામાંથી ખાલી બોટલો ભરવાનું કામ ચાલતું હતું.વાડજ પોલીસે એકની કરી ધરપકડઆ બોટલો લોકોના ઘરે પહોંચે ત્યારે તેમને જરા પણ અંદાજ ન આવે કે આમાંથી બોટલો ખાલી થઈ છે. જે માટે તેમણે એક આખી પિન મારફતે બે બોટલ કનેક્ટ કરી હતી. જેના દ્વારા ગેસ બીજા બોટલમાં ખાલી થતો હતો. બનાવમાં વાડજ પોલીસે પેડલ રીક્ષામાં લાવેલા ભરેલા ગેસના છ બોટલ અને ત્રણ ખાલી બોટલ કબજે કર્યા છે. આ સંદર્ભે વાડજ પોલીસે સાબરમતી વિસ્તારમાં રહેતા ભારત બાબુભાઈ પરમાર (ઉવ 29)ને પકડીને તેની પાસે આ રેકેટ કઈ રીતે ચલાવતો હતો અને તેની સાથે કેટલા લોકો કનેક્ટ છે તે શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.સરખેજના ગોડાઉનમાંથી 12 લાખની ચોરીસરખેજમાં હોટલ ઉજાલા પાસેના સૈફ વેર હાઉસના જીઓ માર્ટના ગોડાઉનમાં રોકડ રૂપિયા તથા સીસીટીવી કેમેરાના સીડીઆરની ચોરી થઇ હતી. ગૌડાઉનના મેનેજર પ્રશાંત પટેલે ફરિયાદ નોંધાવી હતી. ગૌડાઉનની તીજોરીમાંથી 12 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જેને પગલે પોલીસે પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.ચોર મેનેજર અને તેના મિત્રની ધરપકડપોલીસ ઇન્સ્પેકટર વિક્રમસિંહ ચાવડાએ જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી તથા અન્ય કર્મચારીઓની પૂછપરછમાં જૂદા જુદા નિવેદનો સામે આવ્યા હતા. જેને પગલે પોલીસને શંકા ગઇ હતી કે, સમગ્ર પ્રકરણમાં કંઇ ખોટું છે. આખરે પોલીસે મેનેજરની કડકાઇથી પૂછપરછ કરતાં તેણે એવી કબુલાત કરી હતી કે, પોતાના એક મિત્ર હિરેન પટેલ સાથે મળી તેણે જે ગોડાઉનમાં ચોરી કરી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર મેનેજર પ્રશાંત પટેલ તથા તેના મિત્ર હિરેન પટેલ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં તેમણે આર્થિક ફાયદા માટે આ કાંડ કર્યો હોવાની કબુલાત કરી હતી.પાલડીમાં યુવકની નજર ચૂકવીને 30 હજારની ચોરીઅમદાવાદના પીપળજમાં રહેતા શંકરભાઇ ભરવાડ જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. 10 નવેમ્બરે સાંજના સમયે મિત્ર મંડળમાં વીસી પેટેના રૂપિયા આપવા માટે તેઓ અંજલીથી પાલડી તરફ રીક્ષામાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષા ડ્રાઇવર અને અંદર બેઠેલા ત્રણ શખ્સોએ તેમની નજર ચૂકવીને તેમની પાસે રહેલા 30 હજાર રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે તેઓ પહેલી રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમાં બેઠેલ મુસાફરો અંદરોઅંદર ધક્કામુક્કી કરતા હોવાથી પાલડી ભઠ્ઠા પાસે રીક્ષા ડ્રાઇવરે કહ્યું કે, તમે બીજી રીક્ષામાં આવો મારે બીજી જગ્યાએ જવાનું છે કહીને ઉતારી દીધો હતો. ત્યારબાદ શંકરભાઇ બીજી રીક્ષામાં ગયા હતા અને તેમાંથી ઉતરતી વખતે તેમની પાસેના રૂપિયા ન મળતા તેમને ચોરી થયાની જાણ થઇ હતી. આ અંગે શંકરભાઇએ અજાણ્યા રીક્ષા ડ્રાઇવર સહિત ત્રણ શખ્સો સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.14 વર્ષની બાળકી સાથે છેડતીઅમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી 14 વર્ષની બાળકી ખરીદી કરીને તેના ઘરે આવી રહી હતી. ત્યારે તેની જ પડોશમાં રહેતા બે યુવક તેની સોસાયટીમાંથી બહાર આવી રહ્યા હતા. આ દરમિયાન આ યુવકોએ બાળકીનો હાથ પકડી લીધો હતો. જેથી બાળકી ડરીને ઘરમાં નાસી ગઈ હતી. બાળકીના ઘરે કોઈ હાજર નહોતું જેની છેડતી કરનાર યુવકોને જાણ હતી.પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરીબાળકી ઘરમાં નાસી ગઈ ત્યારબાદ છેડતી કરનાર બંને યુવકો પણ તેનો પીછો કરીને તેના ઘરે પહોંચ્યા હતા અને બાળકી સાથે જબરદસ્તી શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, બાળકીએ બુમાબૂમ કરતા આ બંને યુવકો ત્યાંથી નાસી ગયા હતા. બાળકીનો પરિવાર ઘરે આવતા બાળકીએ આ અંગે પરિવારને જાણ કરી હતી. જેથી બાળકીની માતાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેમના પડોશમાં રહેતા બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER