અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: ખોખરા અર્બન હેલ્થ સેન્ટરની હેલ્થ વર્કરની છેડતી, ATMના AC અને કોમ્પ્રેસર ચોરનાર બે ઝડપાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 06-08-2022 | 10:01 pm

અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: ખોખરા અર્બન હેલ્થ સેન્ટરની હેલ્થ વર્કરની છેડતી, ATMના AC અને કોમ્પ્રેસર ચોરનાર બે ઝડપાયાઅમદાવાદકૉપી લિંકશેર

શહેરમાં છેડતી, દુષ્કર્મ સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે શહેરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતી યુવતી સાથે છેડતી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે અગાઉ સાથે નોકરી કરતા 2 સહકર્મચારી યુવતી અને એક અન્ય યુવતીનો અવારનવાર પીછો કરી છેડતી કરે છે.ગાળો બોલી હેરાન કરતા હતાશહેરમાં રહેતી 27 વર્ષીય યુવતીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હસમુખ ઉર્ફે હર્ષ પરીખ અને વિક્રમસિંહ રાઓલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી પરિવાર સાથે રહે છે અને છેલ્લા ચાર વર્ષથી ભાઈપુરામા આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે.આજથી બે વર્ષ પહેલાં અર્બન હેલ્થ સેન્ટરમાં હસમુખ અને વિક્રમસિંહનો નોકરી કરતા હોવાથી ફરિયાદીને પરિચિય થયો હતો.ત્યારે આ બંને લોકો ફરિયાદી અને ત્યાં નોકરી કરતી અન્ય યુવતીનો અવારનવાર પીછો કરી બીભત્સ ગાળો બોલી હેરાન કરતા હતા.જોકે જે તે સમયે ફરિયાદીએ સમાજમાં બદનામી ના ડરથી ફરિયાદ કરી ન હતી.પરંતુ શનિવારે સવારે અર્બન હેલ્થની સામે આવેલ ચાની કીટલી પર અગાઉ સાથે નોકરી કરતો વિક્રમસિંહ હાજર હતો. તે સમયે તે ફરિયાદીની સામે જોઈ રહ્યો હતો.ત્યારે મારી સામે કેમ જોવો છો અને વિક્રમસિંહ અને હસમુખ બંને લોકો પીછો કરી કેમ હેરાન કરો છો.ફરિયાદીએ કહેતા બાદમાં વિક્રમસિંહે ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને બીભત્સ ગાળો બોલાચાલી કરતા અર્બન હેલ્થ સેન્ટરમાં હાજર કર્મચારીઓ આવી ગયા હતા.ત્યારબાદ આ અંગે અવારનવાર નવાર રસ્તામાં હેરાન કરી છેડતી કરતા ફરિયાદીએ અંતે બંને લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી હાલ તો વિક્રમસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.એટીએમમાંથી એસીની ચોરી કરનાર બે પકડાયાસેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ કેબીનમાંથી 1 ઓગસ્ટે એસી અને કોમ્પ્રેસરની ચોરી થઇ હતી. પોલીસે એસી અને કોમ્પ્રેસર સહિત જુહાપુરાના બે તસ્કરોને પકડી પાડ્યા હતા. આરોપી ટોળકીએ એલીસબ્રીજ, કાગડાપીઠ અને પરીમલ ગ્રાર્ડન નજીક પણ ચોરી કરી હોવાનું સેટેલાઇટ પોલીસે જણાવ્યું હતુ.મૂળ યુપીના અને હાલ અમદાવાદમાં આવેલા શાસ્ત્રીનગર સરસ્વતી બિલ્ડીંગમાં અજય શુક્લા પરિવાર સાથે રહે છે. તેઓ પંજાબ નેશનલ બેંકમાં સેટેલાઇટ બ્રાંચમાં સિનિયર મેનેજર તરીકે છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે. બેંકની બાજુમાં બેંકનું એટીએમ આવેલું છે. દરમિયાનમાં ગત 1 ઓગસ્ટ સાફસફાઇ કરનાર કર્મચારીએ એટીએમ સાફસફાઇ કર્યું ત્યારે તે કેબીનમાં એસી ન હતું. બાદમાં તપાસ કરતા એટીએમમાં લગાવેલું એસી અને બહારનું કોમ્પ્રેસર પણ ન હતું. આમ બેંકના એટીએમમાંથી તસ્કરો એસી અને કમ્પ્રેસર ચોરીને લઇ ગયા હતા.CCTV ફૂટેજની જીણવટભરી તપાસ હાથ ધરીઆ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે એટીએમ અને આસપાસના CCTV ફૂટેજની જીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આદિલ મન્સુરઅલી દરબાર અને નદીમ અબ્દુલગની શેખને પકડી પાડ્યા હતા. બંને એશીપી રીપેરીંગનું કામ કરે છે તેથી એસી લગાવવા સહિતની તમામ માહિતી જાણતા હતા. તેમણે સેટેલાઇટ પંજાબ નેશનલ બેંકના એટીએમ, એલીસબ્રીજ ખાતે આવેલા એસબીઆઇ બેંકના એટીએમ, કાગડાપીઠ વિસ્તારમાં આવેલા એસબીઆઇ બેંકના એટીએમ અને પરિમલ ગાર્ડન પાસે આવેલા એસબીઆઇ બેંકના એટીએમમાંથી એસી અને કમ્પ્રેસરની ચોરી કરી હતી.મેઘાણીનગરમાંથી બિનવારસી લાશ મળીમેઘાણીનગર પોલીસને 3 ઓગસ્ટે તીર્થરાજ એપાર્ટમેન્ટ બંગ્લા એરિયા પાસે યુવકની બિનવારસી લાશ પડી હોવાનો મેસેજ મળ્યો હતો. જેથી પોલીસે તે જગ્યાએ પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. પીએમ રિપોર્ટમાં શોક અને ઈજાના કારણે હેમરેઝ થતા યુવકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. તપાસમાં મૃતકભાઈ રામકુમાર ભુમીયાર હોવાનુ સામે આવ્યુ હતુ. બાદમાં મૃતકના ભાઈ રાજકુમારે પોલીસને જણાવ્યુ હતુ કે, દોઢ મહિના પહેલાં જ તે ગામડેથી અહીંયા રહેવા આવ્યો હતો અને તે મોડી રાત્ર સુધી રખડ્યા કરતો હતો તથા ક્યારેક રાત્રે ઘરે પણ આવતો ન હતો. તે ઘણી વખત રીક્ષામાં પણ સુઇ જતો હતો. તે 2 ઓગષ્ટના રોજ રાત્રે ઘરેથી બહાર નિકળ્યો હતો. મારા ભાઇને કોઇએ 2 ઓગષ્ટે માર્યો હોવાની અને તેનો ફોન લૂંટી લીધો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. રાજકુમારના નિવેદનબાદ સ્થાનિકોની પુછપરછ કરી ત્યારે લાશ મળી તે જ એપાર્ટમેન્ટમાં રહેતા મયૂર અને ચાર વ્યક્તિઓ 2 ઓગષ્ટના રોજ રાત્રીના સમયે કોઈની સાથે ઝઘડો કરી મારામારી કરી હોવાનુ સામે જણાવ્યુ હતુ. જેથી પોલીસે મયૂર રામચંદ્ર હોઠચંદાણીની અટકાત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મોડી રાત્રે મારો મિત્ર સુનીલ ઉર્ફે છોટુ અનીલભાઇ યાદવ, જતીન લેખરાજ જાગલાણી, સાહિલ સાવલાણી બહાર બેઠા હતા અને પાર્ટી કરવાનું વિચાર્યું હતું. પરંતુ કોઇની પાસે પૈસા ન હતા. જેથી કોઇ આવે તો તેની લૂંટ કરી પૈસા કઢાવી પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન રાત્રીના સમયે છારા નગર તરફીથી એક યુવક આવ્યો હોવાથી તેને પકડીને સોનાનું પેન્ડલ અને પાકીટ કાઢી લીધુ હતુ. બાદમાં જપાઝપી થઈ હતી, જેથી રામકુમાર દિવાલ પર ચઢ્યો હતો જેથી તેને પકડતા તે નીચે પટકાઈ પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. જેથી આ ચારેય ડરી ગયા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે પોલીસે મયૂર, સાહિલ, જતીન અને સામે હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.ઓઢવમાં પ્રેમ સંબંધ તોડતા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી​​​​​​​ઓઢવમાં રહેતા પતિ રાજેશ અને તેની પત્ની નિશા માતા-પિતા સાથે રહે છે. થોડા દિવસ પહેલા નિશાને તેમના ઘરની નજીકમાં રહેતા રાજીવ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે બન્ને વચ્ચે મનમેળ ન થયો હોવાથી નિશાએ પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. જે રાજીવને ગમ્યુ ન હતુ અને અવાર નવાર નિશાના ઘર પાસે આટાફેરા કરતો હતો અને નિશાને ડરાવવાની કોશિશ કરતો હતો. બે દિવસ પહેલા રાત્રીના સમયે પાડોશીએ બુમો પાડતા નિશા અને તેનો પતિ ઘરની બહાર આવ્યા ત્યારે તેમનુ બાઈક અને એક્ટિવા રાજીવ અને તેના મિત્રએ સળગાવી નાખ્યુ હતુ. જેથી તેને વાહન સળગાવવાનું કારણ પૂછતા જ રાજીવ ઉશ્કેરાઈ ગયો હતો જણાવ્યુ હતુ કે, તારી પત્ની હવે મારી સાથે મિત્રતાના સંબંધ રાખતી નથી આથી તારું બાઈક અને એક્ટિવા સળગાવી દીધું છે. તેમ કહીને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને બન્ને જતા રહ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Google Follow Image