અમદાવાદના સમાચાર: બોપલની વેસ્ટ્રીઝ વિલા સોસાયટીના સભ્યો સાથે બિલ્ડરે છેતરપિંડી કર્યાની ફરિયાદ, મેઈન્ટેનન્સના 23 લાખ પણ ન આપ્યાનો આક્ષેપઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 02:01 pm

અમદાવાદના સમાચાર: બોપલની વેસ્ટ્રીઝ વિલા સોસાયટીના સભ્યો સાથે બિલ્ડરે છેતરપિંડી કર્યાની ફરિયાદ, મેઈન્ટેનન્સના 23 લાખ પણ ન આપ્યાનો આક્ષેપઅમદાવાદકૉપી લિંકશેર

બોપલની સ્ટર્લિંગ સીટીમાં આવેલી વેસ્ટ્રીઝ વીલા સોસાયટીના સભ્યો સાથે પેસિફિકા ઇન્ફ્રા પલ્સ કંપનીના બિલ્ડરે ઠગાઇ કરી હોવાનો આક્ષેપ થયો છે. વિડીયોમાં બતાવેલી સુવિધાઓ આપી ન હોવાથી આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. સોસાયટીના મેન્ટનન્ટ માટેના 23 લાખ પણ પરત ન આપ્યા હતા. સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, ગાર્ડન અને કલબ હાઉસ સહિતની બીજી ઘણી બધી સુવિધા પૂરી ન પાડી બી.યુ.પરમિશન વગર મકાનો ફાળવી દીધા હતા. આ અંગે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.AMCને પ્રોપર્ટી ટેક્સમાં 83 દિવસમાં 495 કરોડની આવકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં રિબેટ સ્કીમની યોજનાના કારણે ગત વર્ષ કરતા મોટો વધારો થયો છે. માત્ર 83 દિવસમાં ટેક્સની આવક રૂ. 578 કરોડ સુધી પહોંચી ગઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની 1 એપ્રિલ 2022થી 22 જૂન 2022 સુધીમાં આવક રૂ.495.49 કરોડ થઈ છે. કોર્પોરેશનની કુલ ટેક્સની આવક રૂ. 578.02 કરોડ થઈ છે. ગત વર્ષે 1 એપ્રિલ 2021થી 22 જૂન સુધીમાં રૂ.432 કરોડની કુલ આવકની સરખામણીએ કુલ આવકમાં 34 ટકાનો વધારો નોંધાયો છે અને ચાલુ વર્ષે તા.22 જૂન સુધીમાં થયેલા રૂ.578 કરોડની આવક થઈ છે.ગુજરાત યુનિ.માં PG માટે એડમિશન પ્રક્રિયા શરૂ થશેગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અત્યાર સુધી UG ના કોર્ષ માટે પ્રક્રિયા શરૂ થઈ હતી. હવે PG ના કોર્ષમાં MSCમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે.MSC માં 25 જૂનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 4 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર થશે. MSCમાં એડમિશન માટે બુકલેટ અપલોડ કરવામાં આવી છે. જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ 25 થી 30 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 4 જુલાઈએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર થશે.8 જુલાઈએ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર થશે અને કોલેજ ફાળવવામાં આવશે.9 અને 10 જુલાઈએ ચોઇસ ફીલિંગ કરવાની રહેશે.12 જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે કોલેજ ફાળવવામાં આવશે.12 થી 15 જુલાઈ સુધી ઓનલાઇન ફી ભરવાની રહેશે.12 થી 16 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે.18 જુલાઈએ ખાલી બેઠક જાહેર કરવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ થશે.ખાનગી ટ્યુશન ક્લાસિસ બંધ નહીં થાય તો શિક્ષણ પ્રણાલી ખોરવાશેઃ સ્કૂલ સંચાલક મંડળરાજ્યમાં અનેક ખાનગી ટ્યુશન કલાસીસ ચાલી રહ્યા છે. ટ્યુશનના કારણે વર્તમાન શિક્ષણ પ્રણાલી પર અસર થઈ રહી છે. જેથી ટ્યુશન કલાસીસ તથા સ્કૂલોના શિક્ષકો ટ્યુશન કરે છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા સંચાલક મંડળે માંગણી કરી છે. રાજ્ય સ્કૂલ સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલનો શિક્ષક ખાનગી ટ્યુશન ના કરી શકે તેવી કાયાદકીય જોગવાઈ છે પણ આ કાયદાનું જેમણે પાલન કરાવવાનું છે તે સત્તાધીશોની રહેમનજરના કારણે દિન પ્રતિદિન ટ્યુશનનો વ્યાપ વધતો જાય છે. ટ્યુશનની બદીને રોકવા 9 થી 12ના વિષયોનું ભારણ ઘટાડવું,ફરજિયાત 6 વિષયોની પરીક્ષા રાખવી,વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી,બોર્ડમાં પ્રશ્નપત્રનો ઢાંચો બદલવો,પરીક્ષાલક્ષી સહિતનું છાપકામ બંધ કરવું,શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો ટ્યુશન ઓછા થઈ શકે છે. ટ્યુશન વર્ગ એ વર્તમાન શિક્ષણ પ્રણાલીને ખોરવી નાખવા વાળી બાબત છે જેથી તેની સામે કાયદાકીય લાલ આંખ કરવી જરૂરી છે.સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલ વિદ્યાર્થી બેઝિક ગણિતની પરીક્ષા આપી શકશેગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની માર્ચ એપ્રિલમાં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આવ્યું છે.પરિણામમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ કે ગેરહાજર હોય તે પૂરક પરીક્ષા આપી શકશે. આ માટે ફોર્મ ભરવાનું રહેશે. આજથી 30 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની યાદી બોર્ડે સ્કૂલોને મોકલી છે. આ યાદી મુજબ જે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માંગતા હોય તેમણે બોર્ડની વેબસાઈટ પર પૂરક પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું રહેશે. અગાઉ ધોરણ 12ના ફોર્મ ભરાઈ ચુક્યા છે ત્યારે હવે ધોરણ 10ના ફોર્મ આજથી ભરવાના શરૂ થશે.30 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.18 જુલાઈથી પૂરક પરીક્ષા શરૂ થશે.લગભગ 8000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા હતા જેમને બેઝિક ગણિત પસંદ કરીને પાસ કરવાની વધુ એક તક આપવામાં આવી છે.900 ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ, હડતાળ ચાલુએકતરફ પડતર માગણીને મુદ્દે બી.જે. મેડિકલ કોલેજના 900 જેટલા જુનિયર ડોકટરો હડતાળ પર ઉતરતા હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આરોગ્ય શિક્ષણ અને સંશોધન વિભાગે આંખ લાલ કરી છે, તેમજ હડતાળિયા ડોકટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાની ફાઇનલ નોટિસ જારી કરી છે. તેમજ સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલના વડાને નોટિસનો ચુસ્ત અમલ કરાવવા જાણ કરાઇ છે.ડોકટરોની હડતાળને કારણે એકતરફ દર્દીઓ હાલાકીમાં મુકાયા છે, ત્યારે બીજી તરફ હડતાળિયા ડોકટરોએ વિશ્વ યોગ દિવસે યોગાસનો કરીને ટાઇમપાસ કર્યો હતો.હડતાળ પર ઉતરેલા જુનિયર, સિનિયર અને ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતરતાં તેમને તબીબી અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનના નિયામક દ્વારા હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપી હતી. તે છતાંય ડોક્ટરોની હડતાળ ચાલુ રાખી છે.પશ્ચિમ રેલ્વેએ સમર સ્પેશિયલ ટ્રેનોની 3 જોડીની ટ્રીપ્સ લંબાવીટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ - જયપુર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર ગુરુવારે 09.30 કલાકે ઉપડશે. હવે આ ટ્રેન 7મી, 14મી, 21મી અને 28મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09723 જયપુર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર બુધવારે 08.10 કલાકે જયપુરથી ઉપડશે. હવે આ ટ્રેન 6ઠ્ઠી, 13મી, 20મી અને 27મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે. ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ - અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે 11.15 કલાકે ઉપડશે. આ ટ્રેન 4ઠ્ઠી, 11મી, 18મી અને 25મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અજમેરથી દર રવિવારે 06.35 કલાકે ઉપડશે. હવે આ ટ્રેન 3જી, 10મી, 17મી, 24મી અને 31મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે.ટ્રેન નંબર 09739 દહર-કા-બાલાજી (જયપુર) - સાઇનગર શિરડી SF સ્પેશિયલ શુક્રવારે દહર-કા-બાલાજી (જયપુર) થી 21.20 કલાકે ઉપડશે. હવે આ ટ્રેન 1લી, 8મી, 15મી, 22મી અને 29મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, વળતી દિશામાં, ટ્રેન નં. 09740 સાઈનગર શિરડી – દહર-કા-બાલાજી (જયપુર) SF સ્પેશિયલ રવિવારે સાઈનગર શિરડીથી 07.25 કલાકે ઉપડશે. હવે આ ટ્રેન 3જી, 10મી, 17મી, 24મી અને 31મી જુલાઈ 2022ના રોજ પણ દોડશે.SVPI એરપોર્ટ પર ઈમરજન્સી રિસ્પોન્સ માટે મોક ટ્રેઈલનું કવાયતસરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલની ચકાસણી કરવા માટે એક મોક ટ્રેઈલ કવાયતનું આયોજન કરવામાં આવ્યુ હતું. 600થી વધુ સભ્યોનો એરપોર્ટ સ્ટાફ, સીટી પોલીસ, નજીકનું ફાયરબ્રિગેડ તંત્ર તથા 3 હૉસ્પિટલોના એમ્બ્યુલન્સના કાફલાને આ કવાયતમાં સમેલ કરવામાં આવ્યો હતો. એરપોર્ટની રોજબરોજની કામગીરીને કોઈ ખલેલ પડે નહી તે અંગે ધ્યાન રાખીને આ કવાયત વિમાનની આવનજાવન ના હોયતેવા સમયે હાથ ધરવામાં આવી હતી. એરપોર્ટની કામગીરીને, અમારા પેસેન્જર્સને અને સ્થાનિક લોકોને કોઈ અગવડ પડે નહી તે રીતે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.અમદાવાદના ગોમતીપુરમાં મકાનની ગેલેરીનો ભાગ ધરાશાયીશહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુર ટોલનાકાના પાસેના મણીયારવાડામાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને અફકોન કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલતી હોવાથી આજુબાજુ વિસ્તારોમાં ખુબજ ધ્રુજારી ઉતપન્ન થાય છે. જેના કારણે આસપાસના ઘરો ખૂબ જ નબળા થઈ ગયા છે. આજથી 5 મહિના પહેલા આ મુદ્દાને લઈ ફરિયાદ કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. મંગળવારે મોડી રાતે આશરે 1.30 વાગે મણીયારવાડામાં આવેલા સાજીદ ભાઈ મણિયાર સોડાવાલાના મકાનની બે માળની મોટી ગેલેરીઓ ધડાકાભેર પડી ગઈ હતી.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER