અમદાવાદનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું: જુગારના રૂપિયા ગણવા માટે નોટોનું મશીન રાખતા, રોકડના કેસથી બચવા કેસિનોની જેમ ટોકન સિસ્ટમ રાખી હતીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 12:10 am

અમદાવાદનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું: જુગારના રૂપિયા ગણવા માટે નોટોનું મશીન રાખતા, રોકડના કેસથી બચવા કેસિનોની જેમ ટોકન સિસ્ટમ રાખી હતીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના રાણીપ વિસ્તારમાં શહેરનું સૌથી મોટું જુગારધામ ઝડપાયું છે. આ જુગારધામમાં વરલી મટકાના આંકડા લખવાથી લઇને અન્ય જુગાર રમાડવામાં આવતા હતા. જેમાં ક્લબની જેમ ટોકન સિસ્ટમ પણ હતી અને ટોકન કેશ કરવાની પણ આખી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. તેમજ કેશ ગણવા માટે મશીન પણ રાખવામાં આવ્યું હતુંસ્થાનિક પોલીસ ન શોધી શકી પણ સ્ટેટ મોનિટરિંગ સેલને શોધ્યુંરાણીપમાં લખા જુગારધામ તરીકે જાણીતા આટલા મોટા રેકેટને સ્થાનિક પોલીસ તો શોધી ના શકી, પરંતુ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ આવીને દરોડા પાડ્યા હતા. જોકે, આ અગાઉ પણ વિજિલન્સે પાડેલા દરોડાના કારણે શહેર પોલીસે બદનામી સહન કરવી પડી હતી. ત્યારે આ વખતે ઝડપાયેલું જુગાર ધામ કેટલું મોટું હશે તેનો અંદાજ જુગારધામ સંચાલકે કેશ ગણવા માટે રાખેલા મશીન પરથી જ આવે છે. જેમાં લાખો રૂપિયાની રોકડ દરરોજ ગણાતી હતી. મુખ્ય માર્ગની નજીક આવેલા આ જુગારધામ પર અનેક પોલીસની ગાડીઓ કે, પોલીસના માણસો અવરજવર કરતા હતા પણ તે શંકાસ્પદ ગતિવિધિ હવે કોણ તપાસ કરશે તેના પર અટકી છે.ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના નાક નીચે ધમધમતું જુગારધામઅમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશન નજીક જ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત લક્ષ્મણ ઉર્ફે લખાનું જાહેરમાં જુગારનું સ્ટેન્ડ ચાલતું હતું. સ્થાનિક અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીઓના અધિકારીઓ પણ તેને નજરઅંદાજ કરતા હોવાથી ધમધમી રહ્યું હોવાનું નકારી શકાય નહીં. એવામાં સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયને ફરિયાદ મળતા તેમણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.બુધવારે સવારે રાણીપ વિસ્તારમાં આવેલા ન્યુ પ્રેમનગર ખાતે લખા ઉર્ફે લક્ષ્મણનું જાહેરમાં જુગાર સ્ટેન્ડ ધમધમી રહ્યું હતું. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકી હતી. જેમાં 15 આરોપીઓ જુગાર રમતા અને રમાડતા પકડાયા હતા.પોલીસ કાર્યવાહીથી બચવા વેલ પ્લાન્ડ જુગારધામ ચલાવતાજુગારધામમાં કિર્તી અમૃતભાઇ શેઠ, રાજેશ દશરથલાલ સોની, ઘનશ્યામ કાંતિલાલ પટેલ, દિલાવરખાન ભિસ્મિલાખાન પઠાણ અને મહંમદ ઇકબાલ શેખ જુગારના આંક લખતા હતા. જુગારનું સ્ટેન્ડ સાચવનાર બાબુલાલ રણછોડભાઇ સોલંકી સહિત ગ્રાહકોને પોલીસે પકડી પાડ્યા હતા. જુગાર રમતા નાણાં અને મુદ્દામાલ સહીત પોલીસે 92 હજારથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જોકે મુદ્દામાલમાં રૂપિયા ગણવાનું મશીન પણ કબ્જે કરવામાં આવ્યું છે. એટલી મોટી માત્રામાં રૂપિયા આ જુગારના અડ્ડા પર આવતા હતા અને તેની સાથે ટોકન પણ હતા. એટલે રોકડ ઓછી હોવાથી ક્વોલિટી કેસ ન કરી શકાય અને સ્થાનિક પોલીસ કાર્યવાહીથી બચી શકે તે માટેના એડવાન્સ પ્લાન સાથે જુગારધામ ધમધમી રહ્યુ હતુ. પોલીસ લક્ષ્મણ ઉર્ફે લખો ડાહ્યાભાઇ દેવીપુજક અને જીતુ લક્ષ્મણભાઇ દેવીપુજકને વોન્ટેડ જાહેર કર્યા હતા.ખાણીપીણીની તમામ સુવિધાઓ ઉભી કરી હતીરાણીપ વિસ્તારમાં લખાના જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જ્યાં પોલીસે પાનાની કેટ તેમજ રૂપિયાના ટોકન એટલે કે 20 થી લઇને 200 રૂપિયા સુધીના ટોકન ઉપલ્બધ હતા. જે રૂપિયા આપતા જુગારીઓને મળી જતા હતા. એટલું જ નહીં જુગાર રમવા આવનાર લોકોને ખાણીપીણીની તમામ વ્યવસ્થા પણ અંદર કરી આપવામાં આવી હતી. જેમાં ડ્રાયફ્રૂટ્સથી લઇને ચા નાસ્તા સહિતની તમામ વ્યવસ્થા જુગારધામમાં કરવામાં આવતી હોવાની વિગતો સુત્રો પાસેથી જાણવા મળી છે.લખાના ગુજરાતના સટ્ટાકિંગ સાથે ઘરોબાથી અધિકારીઓમાં પણ ડરરાણીપ જુગારધામ ચલાવતા કુખ્યાત લખા ઉર્ફે લક્ષ્મણનો ગુજરાતમાં આંકડાનો સટ્ટો ચલાવતા બે મોટા માથા જોડે ઘરોબો છે અને આ બંને મોટા ગુનેગારો પાસે મોટા ભાગના આઇપીએસ અધિકારીઓએ પણ સેવા લીધી હોવાનું નકારી શકાય તેમ નથી. જેના કારણે લખા પર હાથ મુકતા પણ અમુક પોલીસ ગભરાતી હતી. આ બંને મોટા માથા ગુજરાતનો સટ્ટો ખોલે છે. પરંતુ એકપણ એજન્સી તેમની સામે કાર્યવાહી કરી શકી નથી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER