Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
યુનેસ્કો દ્વારા 2017માં અમદાવાદને ભારતનું પહેલું હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. જૂના અમદાવાદમાં મોટી સંખ્યામાં હેરિટેજ મિલકતો આવેલી છે, જેના સમારકામ અને રિસ્ટોરેસન માટે મ્યુનિ. દ્વારા પણ પહેલા જે 5 કરોડનું બજેટ હતું તેમાં બમણો વધારો કરી 10 કરોડ કરી દેવામાં આવ્યું છે. ઓલ્ડ સિટીની ઓળખને જાળવવા માટે તમામ પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે.અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યા બાદ શહેરના હેરિટેજ વિસ્તારોની જાળવણી, જાહેર સ્થળોની જાળવણી અને પ્રવાસનના હેરિટેજના નવા સ્થળોના વિકાસ માટે મ્યુનિ.ના હેરિટેજ વિભાગ દ્વારા લેવાઇ રહેલા રસને પરિણામે જ્યાં શરૂઆતમાં આ વિભાગનું બજેટ રૂ.5 કરોડ હતું તે વધીને અત્યારે રૂ.10 કરોડ પર પહોંચી ગયું છે. આ સમય દરમિયાન મ્યુનિ. હેરિટેજ વિભાગ દ્વારા કિલ્લાની ફરતે આવેલા જુદા જુદા 3 દરવાજાને રિસ્ટોર કરવામાં આવ્યા છે. જૂના અમદાવાદ ફરતે આવેલી કિલ્લાની દીવાલનો 90 ટકા હિસ્સો પણ રિપેર કરાયો છે. આગામી દિવસોમાં અનેક નવા પ્રોજેક્ટ મ્યુનિ. હેરિટેજ વિભાગની યાદીમાં પ્રતિક્ષા કરી રહ્યા છે.શહેરમાં હવે હેરિટેજ મકાનોના સરવેની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. શહેરમાં જે મકાનો હેરિટેજની યાદીમાં છે તે મકાનો પર તેનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. હવે શહેરમાં હેરિટેજના વારસાને જાળવવાનું અનેક પડકારો વચ્ચે સરળ બન્યું છે. હેરિટેજ માટે અનેક ક્ષેત્રે કામ થયા છે અને કેટલાક નવા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. હેરિટેજ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 8 ચબુતરાનું રિસ્ટોરેશન કરાશે. દલપતરામ ચોક અને ત્યાંની શાળાના રિસ્ટોરેશન પછી કેલિકોડોમ માટે હેરિટેજ વિભાગ કામગીરી કરી રહ્યું છે.ઢાળની પોળની જેમ હવે લંબેશ્વરની પોળને હેરિટેજ લુક આપવામાં આવશેહેરિટેજ ઢાળની પોળમાં ફ્લોરિંગ ખોલી પાણી, ગટર, ઇલેક્ટ્રિક અને ફાયરબ્રિગેડ માટે લાઇન નાખ્યા બાદ તેને રંગરોગાન સાથે નવો લૂક આપી હેરિટેજ મૂલ્ય વધારાયું છે. સેપ્ટની મદદથી સીઆરસી પદ્દતીથી આ કામગીરી થઈ હતી. હવે લંબેશ્વરની પોળને પણ હેરિટેજ લૂક આપવા માટે ઢાળની પોળમાં કરાયેલી કામગીરી મુજબ સુધારા વધારા કરવામાં આવશે.છેલ્લાં 2 વર્ષમાં 40 માલિકે હેરિટેજ મકાનના સમારકામ માટે અરજી કરીછેલ્લા 3 વર્ષમાં માંડ 25 મકાન માલિકે તેમના મકાનમાં સમારકામ અને તેને હેરિટેજ લૂક માટે મંજૂરી માગી હતી, જ્યારે છેલ્લા બે વર્ષમાં આવા 40થી વધુ મકાન માલિકોએ તેમના મકાનને પુન: પૂર્વવત દેખાવમાં લાવવા માટે મ્યુનિ.ના હેરિટેજ વિભાગમાં અરજી કરી છે. મકાનના રિસ્ટોરેશન બાદ મકાન માલિકોને ટીડીઆરનો પણ લાભ આપવામાં આવે છે.પાલિકા બજારથી સીદી સૈયદની જાળી સુધીનો અંડરગ્રાઉન્ડ રૂટ બનાવાશેસીદી સૈયદની જાળીની મુલાકાતે આવતા પ્રવાસીઓને ભારે ટ્રાફીકનો સમાનો કરવો પડે છે. જેથી મ્યુનિ.ના નવા પ્રોજેક્ટ પ્રમાણે પ્રવાસીઓ પાલિકા બજારમાંથી સીધા જ સીદી સૈયદની જાણીની પાછળની તરફ નીકળી શકશે. નમાજ ચાલુ હોય તેવા સમયે પ્રવાસીઓ આ ગાર્ડનમાં રોકાઈ શકશે. એ પછી પાછળના દરવાજેથી સીદી સૈયદની જાળી જોવા અંદર પ્રવેશી શકશે.માણેક બુરજ સહિતની અનેક જૂની મિલકતોનું પણ રિસ્ટોરેશન કરાયુંકોટ વિસ્તાર ફરતે આવેલી કિલ્લાની દીવાલો મ્યુનિ. રિસ્ટોર કરી રહી છે. કામા હોટેલ સામેથી શંકરભુવન સુધીની વોલ રિસ્ટોરની કામગીરી પૂર્ણ થઇ છે. 1.3 કિ.મી. લંબાઇની દીવાલ હતી. તે ઉપરાંત એલિસબ્રિજ નીચેની દીવાલ તથા માણેક બુરજ પણ રિસ્ટોર કરવામાં આવ્યો છે જે 1 કિ.મી. જેટલી લંબાઇની દીવાલ છે. હવે નહેરુબ્રિજ નીચે આવેલી કિલ્લાની દીવાલ 95 લાખના ખર્ચે રિસ્ટોર કરવામાં આવશે. શહેરમાં કિલ્લાની હયાત દીવાલો પૈકી 90 ટકા દીવાલો તો રિસ્ટોર થઇ ગઇ છે.હેરિટેજ સિટીની મુલાકાતે આવતા 30 ટકા પ્રવાસીઓ વિદેશી હોય છેશહેરમાં હેરિટેજ સિટીની મુલાકાત માટે પ્રતિવર્ષ જે લાખો પ્રવાસીઓ આવે છે, જેમાં 30 ટકા પ્રવાસીઓ વિદેશીઓ હોય છે. તેઓ મુખ્યત્વે નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન આવે છે. મે મહિનામાં મોટાભાગે સ્ટડી ટૂર માટે આવતા પ્રવાસીઓ હોય છે. બાકી 70 ટકા પ્રવાસીઓમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના પ્રવાસીઓ હોય છે.