ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022: અમદાવાદમાં 15 વર્ષ બાદ દેશના 1200 જેટલા જેલ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે 12થી વધુ સ્પર્ધાઓ યોજાશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 06-08-2022 | 03:01 pm

ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022: અમદાવાદમાં 15 વર્ષ બાદ દેશના 1200 જેટલા જેલ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે 12થી વધુ સ્પર્ધાઓ યોજાશેઅમદાવાદકૉપી લિંકશેર

અત્યારે વિશ્વમાં રમતગમતની મોસમ ચાલી રહી છે. તાજેતરમાં જ ગુજરાતમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 વર્ષ પછી અમદાવાદના આંગણે ફરી એકવાર દેશના જેલ અધિકારી અને કર્મચારીઓ વચ્ચે રમતગમત સ્પર્ધા યોજાશે. 12થી વધુ સ્પર્ધાઓમાં 1200થી વધારે જેલ અધિકારી અને કર્મચારીઓ ખેલાડી તરીકે ભાગ લેશે. ગુજરાતમાં 2007માં આ સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આયોજન થયું હતું. 4થી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૬ઠી 'ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ - 2022'નું ઉદ્ઘાટન કરાશે.છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતુંઆ અંગેની વિગતો આપતા જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ હતુ કે, આ '૬ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022' એ 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઇ રહી છે. છેલ્લે 2016માં તેલાંગણા ખાતે આ મીટનું આયોજન થયું હતું. આ વખતે આ રાષ્ટ્રીય કક્ષાની મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે. અમે આ મીટને લઇને તમામ પ્રકારના આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશેકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 'છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022નો પ્રારંભ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ, એકા ક્લબ ખાતે કરવામાં આવશે. છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- 2022'માં આયોજિત થનારી સ્પર્ધાઓ અંગેની વાત કરતા ડો. કે.એલ.એન. રાવે કહ્યું કે, આ મીટમાં કુલ 12 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે. વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યનો ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ,રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બનશે.કઈ કઈ યોજાશે સ્પર્ધા?રમતગમતની કઈ સ્પર્ધા યોજાશે?

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER