કોંગ્રેસના સભ્યોની મિલીભગતનો આરોપ: જિલ્લા પંચાયત વિકાસ મુદ્દે ભાજપના સભ્યોમાં વિવાદઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 06-08-2022 | 05:01 am

કોંગ્રેસના સભ્યોની મિલીભગતનો આરોપ: જિલ્લા પંચાયત વિકાસ મુદ્દે ભાજપના સભ્યોમાં વિવાદઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિકાસના મુદ્દે ભાજપના જ સભ્યોમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. સિંચાઇ, સામાજિક સહિત કેટલીક સમિતિઓમાં સૌથી વધુ વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ સભ્યો એકબીજા પર ગેરરીતિ સાથે ગ્રાન્ટના દૂરૂપયોગના આક્ષેપ કરી રહ્યા છે. આ વિવાદમાં જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ નિષ્ક્રિય દાખવી રહ્યા છે.જિલ્લા પંચાયતમાં 34માંથી 4 સભ્યો કોંગ્રેસના છે. પ્રમુખ પણ કોંગ્રેસના છતાં કોઇ વિરોધ નહીં કરતાં હોવાથી આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના એક આગેવાને નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વિવિધ સમિતિઓમાં ગ્રાન્ટના મુદ્દે ભાજપના સભ્યો આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપના સભ્યોએ ગ્રાન્ટમાં ચાલતી ગેરરીતિ પણ ઉજાગર કરી છે. કોંગ્રેસના ચાર સદસ્યો શોભાના ગાંઠિયા સમાન છે.ભાજપના એક સદસ્યએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, વિવિધ સમિતિઓની બેઠકમાં ચેરમેનો કોંગ્રેસ પ્રમુખને સાચવી લેતા હોવાથી કોઇ વિરોધનો પ્રશ્ન ઉભો થતો નથી. ગ્રાન્ટની રકમનો દૂરૂપયોગ થઇ રહ્યો છે. સમિતિમાં પત્નિ ચેરમેન હોવા છતાં પતિદેવો વહીવટ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER