AMCની સામાન્ય સભા: ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન છે કે ત્યાં આવનારા લોકો ધોવાઈ જાય તો હું પણ ત્યાં આવું : NCP કોર્પોરેટરઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 10:01 pm

AMCની સામાન્ય સભા: ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન છે કે ત્યાં આવનારા લોકો ધોવાઈ જાય તો હું પણ ત્યાં આવું : NCP કોર્પોરેટરઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં કુબેરનગર વોર્ડના NCPના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી. પરંતુ RTI એક્ટિવિસ્ટો જો ફોન ઉપાડે તો તરત જવાબ આપે છે. ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પહેલા કહેતા હતા કે કોંગ્રેસના લોકો આવું કરે છે તેવું કરે છે અને હવે કોંગ્રેસના જ તમારામાં આવી ગયા છે અને આવું કરે છે તો શું તે સારા થઈ ગયા છે? ભાજપ પાસે વોશિંગ મશીન છે, તો હું પણ ત્યાં આવી જાઉં. અમારે પ્રજાના કામ કરવા છે, પરંતુ અધિકારીઓ કરતા નથી અને આરટીઆઇ એક્ટિવિસ્ટો એક ફોન કરી અને ધમકી આપે છે તો કામ થઈ જાય છે.અધિકારીઓ પર ફોન ન ઉપાડવાનો આરોપ લગાવ્યોનિકુલસિંહ તોમરે અમારે આજે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, ત્યારે કોઈપણ કામ કરવાનું હોય છે ત્યારે અધિકારીઓને ફોન કરવામાં આવે છે, તો કોર્પોરેટરના ફોન ઉપાડતા નથી. પરંતુ એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા જો ફોન કરવામાં આવે તો અધિકારીઓ તરત તેમનું કામ કરી આપે છે. અમે પત્ર લખી અને જાણ કરીએ છીએ તો ઓફિસે આવી અને સાહેબ તમારે શું વાંધો છે. કઈ રીતે સેટિંગ કરવું છે તેવી બધી વાતો કરે છે, પરંતુ અમારે તો કામ કરવું હોય છે. ભાજપના સત્તાધીશો પર પ્રહાર કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા તેઓ કહેતા હતા કે કોંગ્રેસના લોકો આવું કરે છે તેવું કરે છે. હવે કોંગ્રેસના જ લોકો ત્યાં આવી ગયા છે તો પછી તેઓ સારા થઈ ગયા શું તમારી પાસે એવું કંઈ વોશિંગ મશીન છે તો હું પણ ત્યાં આવી જવું એટલે બધું ધોવાઈ જશે.એસવીપીમાં નિષ્ણાંત ડોક્ટરો ન હોવાની ફરિયાદોવિપક્ષ કોંગ્રેસના ઉપનેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ આજે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, એસવીપી હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. પરંતુ તેમાં નિષ્ણાંત ડોક્ટરોની જગ્યાએ શિખાઉ ડોક્ટરો સારવાર કરે છે અને કેટલીક આવી ફરિયાદો ઉઠી છે. દર્દીઓને આયુષ્યમાન કાર્ડમાં રિફંડ આપવાની કામગીરી ધીમી ગતિએ ચાલે છે જેના કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં જે રીતે રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થવી જોઈએ તે થઈ નથી. નવરાત્રિને બે દિવસ બાકી છે છતાં પણ હજી સુધી શહેરના રોડ સરખા થયા નથી અને નાના થિંગડા મારી દેવામાં આવે છે.બોપલ-ઘુમાની સફાઈનો દરિયાપુરના કોર્પોરેટરે મુદ્દો ઉઠાવ્યોદરિયાપુર વોર્ડના કોર્પોરેટર સમીરાબાનું દ્વારા સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરમાં ગંદકી છે. બોપલ અને ઘુમા જેવા વિસ્તારમાં ગંદકીનો છેલ્લા કેટલાય સમયથી પ્રશ્ન છે. બોપલ-ઘુમામાં સફાઈ નથી થતી જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ ત્રણ દિવસ નહીં થાય તો ભૂખ હડતાલ પર બેસીસ એવી ચીમકી ઉચ્ચારી હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રીને પણ કમિશનરને ફોન કરી અને આનો ઉકેલ લાવવા માટે જાણ કરવી પડી હતી. બોપલ અને ઘુમા વિસ્તારમાં આ હાલત છે તો બીજા વિસ્તારોમાં કેવી હાલત હશે? કોર્પોરેશન જનતા પાસેથી સફાઈના નામે ટેક્સ લે છે અને કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે પરંતુ તેમાં કોઈ નક્કર કામગીરી થતી નથી. શું ભ્રષ્ટાચારના લીધે આ રીતે થઈ રહ્યું તેવા સવાલો પણ ઉભા કર્યા હતા.

Google Follow Image

Latest News



AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER