Divya Bhaskar | 6 days ago | 07-08-2022 | 05:01 am
શહેરમાં રોડ બનાવવાનું 536 કરોડનું ટેન્ડર 2020માં આર.કે.સી. ઇન્ફ્રાબિલ્ટને અપાયું હતું. જોકે મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા આ ટેન્ડરમાં આઇઆરસી નિયમ પ્રમાણે સ્ટોનક્રશ વાપરવાની જોગવાઇ ન હતી. પણ કોન્ટ્રાક્ટરે તેનો ઉપયોગ કરી ભાવ વધારો માગ્યો. મ્યુનિ.એ હવે 50 કરોડ તફાવત આપવો પડશે.રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું કે, આ કોન્ટ્રાક્ટરે ક્રશ સેન્ડને બદલે ક્રશ સ્ટોન વાપર્યો હતો. તે ઉપરાંત મ્યુનિ.એ કોરોના દરમિયાનની કામગીરીમાં અન્યોને અપાયેલી રાહતની રકમ આ કોન્ટ્રાક્ટરને પણ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે બીટુમીન (ડામર)ના ભાવ તફાવતની રકમ આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. હવે આ એક જ કોન્ટ્રાક્ટરે માગેલા વધારાને મંજૂર કરવા મ્યુનિ.એ આરબીટ્રરી એમ પેનલમેન્ટમાં પણ ડિસ્પ્યુટ રિવ્યૂ કરાવ્યો હતો.આરએન્ડબી વિભાગે આ રકમ આપવી જોઇએ કે કેમ? તેનો અભિપ્રાય માગ્યો હતો. આ તમામ સંસ્થાઓની ભલામણને ધ્યાને લઇ મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા આ ભાવ વધારો મંંજૂર કરાયો છે. રોડ - ગટર, પાણી માટે પણ મ્યુનિ.એ લોન લેવી પડે છે, ત્યારે વધારા આપીને મ્યુનિ. તિજોરી પર ભારણ વધી રહ્યું છે. બિનસત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ રકમ 50 કરોડ જેટલી થવાની શક્યતા છે.