AMCની સ્ટેન્ડિંગ કમિટી: અમદાવાદમાં 20 સપ્ટેમ્બર પહેલા તમામ રોડ સરખા કરવાના ભાજપના દાવા નિષ્ફળ, શહેરમાં મોબાઇલના ટાવરોની માહિતી પણ માંગવામાં આવીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 09:01 pm

AMCની સ્ટેન્ડિંગ કમિટી: અમદાવાદમાં 20 સપ્ટેમ્બર પહેલા તમામ રોડ સરખા કરવાના ભાજપના દાવા નિષ્ફળ, શહેરમાં મોબાઇલના ટાવરોની માહિતી પણ માંગવામાં આવીઅમદાવાદકૉપી લિંકશેર

શહેરમાં ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ ખાડા પડ્યા હોવાની અને રોડ તૂટી ગયા હોવા ની ઘટના બની હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તા દેશો દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે 20 સપ્ટેમ્બર પહેલા શહેરના તમામ ખાડાઓ પુરાઈ જશે અને રોડ સરખા થઈ જશે પરંતુ હજી સુધી ક્યાંય પણ રોડ સરખા કરવામાં આવ્યા નથી. ભાજપના સત્તાધીશો દ્વારા દાવા કરવામાં આવ્યા છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે અને રોજના 3,000 મેટ્રિક ટન જેટલો ડામરનો ઉપયોગ કરી અને જ્યાં પણ રોડ તૂટી ગયા છે અથવા ખાડા પડ્યા છે. ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ બાબતે ચર્ચા થઈ હતી જોકે કેટલા રોડ પર પેચ વર્ક કરવામાં આવ્યું અને કેટલા ખાડાઓ પૂરવામાં આવ્યા તેની કોઈ માહિતી આપવામાં આવી ન હતી.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ અને રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે રોજના 3000 મેટ્રિક ટન જેટલો ડામર વાપરી અને રોડની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થતાની સાથે જ રોડ ને રીપેર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી છેલ્લા ચાર મહિનામાં 2.75 લાખ મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી અને રોડ સરખા કરવામાં આવ્યા છે.ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અમદાવાદ શહેરમાં આવેલા મોબાઈલ ટાવરોની માહિતી અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પરમિશન સાથે કેટલા મોબાઇલ ટાવરો લગાવવામાં આવ્યા છે તેનું લીસ્ટ પણ વેબસાઈટ પર જાહેર કરવા માટે અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું જેથી લોકોને પણ જાણ થઈ શકે કે આ વિસ્તારમાં મોબાઇલના ટાવરો આવેલા છે અને તે કાયદેસર રીતે લગાવવામાં આવેલા છે.

Google Follow Image

Latest News



AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER