જાહેરનામું: ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અંગે અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 06-08-2022 | 05:01 am

જાહેરનામું: ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અંગે અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંવિરમગામકૉપી લિંકશેર

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, અમદાવાદ દ્વારા તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર અમદાવાદ જિલ્લામાં પશુઓમાં શંકાસ્પદ ‘લમ્પી સ્કીન ડીસીઝ’નાં લક્ષણો છૂટાછવાયા કેસોમાં જોવા મળેલ હોઈ, આ રોગના વાયરસ એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઈ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઈ ભારત સરકારના રોગ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન મુજબ પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મૂકવા જણાવ્યુ છે.લમ્પી વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. 26/07/2022ના જાહેરનામાથી ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે કેટલાંક નિયંત્રણો મૂક્યા છે, જેથી જિલ્લામાં સંભવિત વાઇરસના સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો ફરમાવવા જરૂરી જણાય છે.જેથી પરિમલ બી. પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144થી મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ જિલ્લામાં નીચે મુજબના નિર્દેશનું પાલન કરવા ફરમાવ્યુ છે.જેમાં અન્ય રાજ્ય/જિલ્લા/તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય એવાં આયોજન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે, કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલાં જાનવરોના મડદાંને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.આ ઉપરાંત આવાં શંકાસ્પદ જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા શંકાસ્પદ રોગચાળા અથવા જેમને એવો શંકાસ્પદ રોગ થયો છે, તેમ દેખાતું હોય તેવાં જાનવરોને એકમેકથી છૂટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવી.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER