ધરપકડ: ત્રણ વર્ષની બાળકીને કચડી મારનાર કારચાલક પકડાયોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

ધરપકડ: ત્રણ વર્ષની બાળકીને કચડી મારનાર કારચાલક પકડાયોઅમદાવાદકૉપી લિંકશેર

ચાણક્યપુરી જનતાનગર રેલવે ફાટક પાસે 3 વર્ષની બાળકીને કચડી મારી ફરાર થઈ ગયેલા કારચાલકની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવીમાં કેદ થયેલા કારના ફોટાના આધારે પોલીસે બનાસકાંઠાના માનપુરાઉન ગામના રહેવાસી તેવા રમેશભાઈ દેસાઈની ધરપકડ કરી છે.ચાણક્યુપરી ગોકુલનગરના કાંચા છાપરાંમાં રહેતા મુકેશભાઈ મુનૈચા ગત તા. 18 નવેમ્બરે બપોરે પત્ની અને બે બાળકોને લઈને પૈડલ રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે જનતાનગર રેલવે ફાટક ક્રોસ કરતા રિક્ષામાંથી પાણીની બોટલ પડી હતી, જેથી મુકેશભાઈની 3 વર્ષની દીકરી કોમલ બોટલ લેવા નીચે ઉતરી હતી. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી કારના ચાલકે કોમલના છાતી અને પેટના ભાગે કાર ચઢાવી દીધી હતી, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોમલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.આ અંગે મુકેશભાઈએ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે રૂટ પરના સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા, જેમાં કારનો નંબર દેખાયો હતો, જેના આધારે પોલીસે તપાસ કરતા આ કાર માનપુરાઉન ગામના રહેવાસી રમેશભાઈ દેસાઈ (ઉં.47)ની હોવાનું જાણવા મળ્યું હતું, જેથી આ કેસની તપાસ માટે એ ડિવિઝન પોલીસ ઉપરી અધિકારીઓની મંજૂરી લઈને માનપુરઉન ગામ ગયા હતા અને રમેશભાઈ દેસાઈની ધરપકડ કરીને અમદાવાદ લઈ આવ્યા હતા.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER