વિધાનસભા ચૂંટણી: ભાજપના જૂથવાદના ચક્રવ્યૂહને ભેદીને સીટ જીતવાનો હાર્દિક પટેલ સામે પડકારવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

વિધાનસભા ચૂંટણી: ભાજપના જૂથવાદના ચક્રવ્યૂહને ભેદીને સીટ જીતવાનો હાર્દિક પટેલ સામે પડકારવિરમગામકૉપી લિંકશેર

પાટીદાર અનામત આંદોલનને કારણે દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલે પોતાના વતન વિરમગામથી ભાજપની ટિકિટ પર રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. પણ ચૂંટણી જીતવા માટે સ્થાનિક સ્તરે સર્જાયેલા ચક્રવ્યૂહ ભેદવા હાર્દિક માટે નાનોસૂનો પડકાર નથી. તેમની પાર્ટીના સિનિયર નેતાઓ પહેલા તો હાર્દિકને ટિકિટ આપવાનો વિરોધ કરી રહ્યા હતા.હવે ચૂંટણીમાં તેઓ જૂથમાં વહેંચાયા છે. હા, બે દિવસ પહેલા જ અમિત શાહના ઠપકા બાદ કેટલાક નેતા હાર્દિકની સાથે જોડાયા છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડને લોકો બહારના ગણાવે છે સાથે જ એમપણ કહે છે કે 10 વર્ષથી કોંગ્રેસ જીતતુ હોવાથી વિકાસ થંભી ગયો છે. કારણ કે સત્તામાં ભાજપ છે. હારજીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર ઠાકોર સમાજના વોટર્સ પણ આપના ઉમેદવાર અમરસિંહ ઠાકોરની ઉમેદવારીને કારણે વહેંચાઈ જશે. તેથી ભાજપની નજર પટેલ, ઓબીસી મતો પર છે. ભાજપમાં જોડાયા પછી જ હાર્દિકે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. પહેલા લમ્પી વાઇરસ વખતે ગામડાઓમાં 40 હજાર રસી વહેંચી. પછી 180થી વધુ ગામોમાં ફરીને બાળકોને નોટબુક આપી.ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓ તો હોય જ: હાર્દિકઆંતરિક વિરોધના મુદ્દે હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણીમાં આવું કંઈ જણાતું નથી. પણ આ સ્વાભાવિક છે. ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી રહે જ છે. હવે બધા સાથે આવ્યા છે. હું બહારનો નથી. અહીં 10 વર્ષથી વિકાસ ઠપ છે. 5 મહિનાથી દરેક ગામમાં ફરીને લોકોને મળું છું. પહેલી પ્રાથમિકતા વિરમગામને જિલ્લો બનાવવાની છે.અમિત શાહની ચીમકી બાદ નારાજ નેતા પ્રચારમાં જોડાયાપૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રી પટેલ, વજુભાઈ ડોડિયા, પ્રાગજી પટેલ, વરુણ પટેલ સહિત 48 નેતા અહીંથી ટિકિટના દાવેદાર હતા. જ્યારે પેનલમાં હાર્દિકનું નામ ગયું ત્યારે તેમણે હાર્દિક સિવાય અન્ય કોઈપણ નેતાને ટિકિટની જીદ કરી હતી. જેના કારણે તેઓ નિષ્ક્રિય હતા. આ વાત અમિત શાહ સુધી પહોંચતા તેમણે બધાને મેદાનમાં જવા કહ્યું.બે ચહેરાને કારણે ઠાકોર-દલિત વોટ વહેંચાશે​​​​​​​આ બેઠક પર કુલ 3 લાખ મતદારોમાંથી આશરે 95 હજાર ઠાકોર મતદાર છે. જે ગેમ ચેન્જર સાબિત થશે. તેનો ફાયદો ઉઠાવવા માટે આપે પહેલેથી જ ઠાકોર ઉમેદવાર ઉતાર્યો છે. અપક્ષ ઉમેદવાર કિરિટ રાઠોડે ઉમેદવારી નોંધાવતા- અહીં 28થી 30 હજાર દલિત વોટ પણ વહેંચાશે જેનું નુકસાન કોંગ્રેસને થશે. ભાજપ સહકારી સમિતિઓના માધ્યમથી વોટર્સને આકર્ષી રહ્યો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER