સહાયતા: પોલીસ પરિવારના સંતાનોને રૂ. 90 લાખની સ્પોર્ટ્સ સ્કોલરશીપ અપાઈઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am

સહાયતા: પોલીસ પરિવારના સંતાનોને રૂ. 90 લાખની સ્પોર્ટ્સ સ્કોલરશીપ અપાઈઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેમના સંતાનોને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા સેન્ટ્રલ વેલફેર ફંડમાંથી રૂ.90 લાખની સ્પોર્ટ્સ સ્કોલરશિપ એનાયત કરાઈ હતી.પોલીસ પરિવારના સંતાનોએ રમતગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓને અનુલક્ષી રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડમાંથી સ્પોર્ટ્સ સ્કોલરશિપ એનાયત કરી હતી, જેમાં પોલીસ અધિક્ષક કચેરી પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જાફરખાનના પુત્ર રૈયાનખાન પઠાણે આસામ ખાતે 36મી નેશનલ જુનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપ, 2021માં તેમ જ રાયપુરમાં યોજાયેલી 32મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક-2021માં સિલ્વર મેડલ મેળવવા બદલ રૂ.4 લાખ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજાના પુત્ર અજયરાજ સિંહે 6 વખત રાષ્ટ્રીય અને બે વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવવા બદલ રૂ. 5 લાખ, સુરત આઈબી કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ભરત પટેલે નેશનલ રાઈફલ એસો. ઓફ ઈન્ડિયાની 2021માં દિલ્હીમાં આયોજિત શૂટિંગ ચેમ્પિયનશિપમાં આઈએસએસએફ શૂટર તરીકે પસંદગી પામવા બદલ રૂ. 4 લાખ અને અમદાવાદમાં હેડ કોન્સ્ટેબલ સુખચેનસિંહ ગીલે હેન્ડબોલ રમતમાં ત્રીજી નેશનલ માસ્ટર ગેમ્સ, 2020માં ગોલ્ડ મેડલ મેળવવા બદલ રૂ.4 લાખનો સમાવેશ થાય છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER