હુમલો: પોલીસ ચોકી સામે જ ઢોર પાર્ટી પર તલવારથી હુમલો,1 ઘાયલઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-09-2022 | 05:01 am

હુમલો: પોલીસ ચોકી સામે જ ઢોર પાર્ટી પર તલવારથી હુમલો,1 ઘાયલઅમદાવાદકૉપી લિંકશેર

ગોમતીપુરમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર પોલીસ ચોકીની સામે જ ગોપાલકે તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કામદાર ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગોમતીપુરમાં મનમોહન ચારરસ્તા પાસે મંગળવારે રાત્રે મ્યુનિ.ટીમ રખડતાં ઢોર પૈકી ગાયને કોર્ડન કરી પકડી રહી હતી.ગોપાલકે તલવારથી હુમલો કર્યોતે સમયે પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશ ભીખા રબારીએ ત્યાં આવી બે ગાયને છોડી દેવાનું કહી, ઢોર પકડવાની કામગીરી કરતાં ઇકરામુદ્દીન પઠાણ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા ઇકરામુદ્દીનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે તેણે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ સમયે મ્યુનિ. ટીમ સાથે એસઆરપી ગ્રૂપના સભ્યો પણ હાજર હતા.રસ્તે રઝળતાં વધુ 70 ઢોર પકડાયાંમ્યુનિ.એ બુધવારે રસ્તે રખડતાં 70 ઢોરને પકડ્યાં છે. અત્યાર સુધીમાં 2142 ઢોર પકડ્યા છે. એ સાથે ઘાસનો 115 કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જે સાથે અત્યાર સુધીમાં 56 પેડલ રિક્ષા જપ્ત કરી 15966 કિલો ઘાસનો જથ્થો જપ્ત કર્યો છે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER