પુરસ્કાર: અમદાવાદમાં BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 09:10 am

પુરસ્કાર: અમદાવાદમાં BRTS બસમાં લાગેલી આગમાં 25 મુસાફરોના જીવ બચાવનાર ડ્રાઈવરને ઈનામ આપી સન્માન કરાયુંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પાસે એક અઠવાડિયા પહેલા બીઆરટીએસ બસમાં લાગેલી આગમાં 25 જેટલા પેસેન્જર નો સમય સૂચકતાથી જીવ બચાવનાર બસના ડ્રાઇવર દિનેશભાઈને પ્રશંસા પત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા દિનેશભાઈ દ્વારા જે રીતે પોતાની પર જ બચાવી અને સમય સૂચકતાથી મોટી જાનહાનિ અને દુર્ઘટના ટાળી હતી તેની નોંધ લઇ અને તેઓને અભિનંદન પણ આપ્યા હતા. અમદાવાદ જનમાર્ગ લિમિટેડના જનરલ મેનેજર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા દ્વારા તેઓને પ્રશંસાપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું.સમય સૂચકતા વાપરી મુસાફરોનો જીવ બચાવ્યોઅમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઇવર દિનેશભાઈ ઠાકોર દ્વારા મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પહોંચતા પહેલા જ બસમાંથી ધુમાડા નીકળતા જ તેઓએ બસ સ્ટેન્ડ પર બસ લાવી અને દરવાજા ખોલી તમામ પેસેન્જરને ઝડપથી નીચે ઉતારી લીધા હતા. બસમાંથી ફાયર એક્સટિંગ્વિશરનો બાટલો લઈ અને ધુમાડા પર છાંટી અને આગ ના લાગે તેવા પ્રયત્ન કર્યા હતા. આ રીતે જ્યારે આકસ્મિક કોઈ ઘટના બને ત્યારે ઝડપી નિર્ણય લઈ અને સમય સૂચકતા વાપરી કામગીરી અન્ય ડ્રાઇવરો કરે તેની પ્રેરણાસ્ત્રોત બનેલા દિનેશભાઈ ઠાકોરને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.BRTS બસમાં અચાનક ધુમાડા નીકળ્યા હતાં16 સપ્ટેમ્બર ના રોજ સવારે અમદાવાદના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે આરટીઓથી મણિનગર તરફ જતી બીઆરટીએસ બસમાં અચાનક જ ધુમાડા નીકળ્યા બાદ આગ લાગી હતી. બસમાં ધુમાડા નીકળતા સાથે જ બસના ડ્રાઇવર દ્વારા દરવાજા ખોલી અને તમામ પેસેન્જર્સને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ બસમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર બોટલથી પાવડર ફોર્મને ધુમાડા નીકળતા હતા ત્યાં એન્જિન પર છાંટી અને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ અચાનક જ વધી ગઈ હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવી અને આગને બુજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે બસના 25 જેટલા પેસેન્જરનો બચાવ થયો હતો ત્યારે દિવ્ય ભાસ્કરે બસના ડ્રાઇવર દિનેશભાઈ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી.બસને સ્ટેન્ડ પાસે સેન્સર સુધી લઈ જવા પ્રયત્ન કર્યોદિનેશભાઈએ જણાવ્યું હતું કે આજે સવારે 07:48 વાગ્યે સૌથી પહેલો ફેરો બસનો હતો જેથી ચાંદખેડાથી બસ લઇ અને તેઓ આરટીઓ સુધી આવ્યા હતા. 8.11 વાગ્યે આરટીઓથી બસ મણિનગર જવા માટે લઈને નીકળ્યા હતા. 8.45ની આસપાસ જ્યારે મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડથી 25 મીટર દૂર બસ પહોંચી ત્યારે બસ અચાનક જ બંધ પડી ગઈ હતી જેથી મેં તરત જ ગિયર ન્યુટ્રલ કરી દીધાં હતા. બસ સ્ટેન્ડ નજીક હોવાથી જ બસના પેસેન્જર ઉતરી જાય તેના માટે બસને બસ સ્ટેન્ડના સેન્સર સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો અને બસ પહોંચી ગઈ હતી. બસમાંથી અચાનક જ ધુમાડા નીકળવા લાગ્યા હતાતમામ પેસેન્જરને બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાબસ સ્ટેન્ડ પર સેન્સર પાસે જ બસ ઊભી રહી ગઈ હોવાથી તરત જ બસના દરવાજા ખોલી દીધા હતા અને પેસેન્જરને બહાર કાઢયા હતા. ધુમાડો નીકળતો હોવાથી તાત્કાલિક બસમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર બોટલને લઈ અને બસ સ્ટેન્ડ પર સિક્યુરિટી સ્ટાફની મદદથી ધુમાડા નીકળતા હતા ત્યાં એન્જિન પર અમે પાવડર ફોર્મ છાંટ્યો હતો પરંતુ કોઈ અસર થઈ નથી અને ધીરે રહી અને આગ શરૂ થઈ ગઈ હતી. તેથી તાત્કાલિક અમે ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ ની ટીમ આવી ત્યાં સુધીમાં તો બસ આગમાં લપેટાઈ ગઈ હતી જોકે તમામ પેસેન્જરને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.બટન દબાવીને દરવાજા ખોલી નાખવામાં આવ્યાબીઆરટીએસ બસમાં જો મુખ્ય સ્વિચ રસ્તામાં બંધ થઈ ગઈ હોત તો એક પણ દરવાજો ખુલી શક્યો ન હોત અને બસના કાચ તોડી અને પેસેન્જરને બહાર કાઢવા પડ્યા હોત. પરંતુ જ્યારે બસ બંધ પડી ત્યારે મુખ્ય સ્વિચ બંધ થઈ ન હતી. જ્યારે બસ સ્ટેન્ડ સુધી સેન્સર પર બસ પહોંચી ત્યારે જ બટન દબાવી અને દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને તમામ પેસેન્જરને સુરક્ષિત પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મેઇન સ્વીચને બંધ કરવામાં આવી હતી.ડ્રાઈવરે સેન્સરથી તરત દરવાજો ખોલી દીધો હતોબીઆરટીએસ બસમાં ખાનગી કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી ઠાકોર દિનેશભાઈ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેઓને 19 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ છે. આજદીન સુધી તેઓ ડ્રાઇવિંગ કર્યું પરંતુ આગની કોઈ ઘટના બની ન હતી. સૌપ્રથમવાર તેઓને આ રીતે આગની ઘટના બની હતી. તેમને સમજ અને બુદ્ધિશક્તિ પ્રમાણે પેસેન્જરનો જીવ બચાવવા માટે તેઓ બસને બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા હતા અને સેન્સરથી તરત દરવાજો ખોલી દીધો હતો જેથી પેસેન્જરોના જીવ બચી ગયા હતા.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER