Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
બીએપીએસ( બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા) દ્વારા મુસ્લિમ દેશોમાં પહેલા હિન્દુ મંદિરનું નિર્માણ 2020માં શરૂ કરાયું છે, જેનું 35 ટકા કામ પણ પૂર્ણ કરી દેવાયું છે. આ મંદિરના પાયામાં 3 હજાર ક્યુબિક મીટરના સિંગલ પોરથી કોંક્રિટ મિક્સ ઠાલવવામાં આવ્યું હતું. આ સાથે 10 સેન્સર મુકાયા છે, જે આગામી 50 વર્ષ સુધીના તાપમાન, ભાર, મજબૂતીનો ડેટા આપશે. આ મંદિર 1 હજારથી વધુ વર્ષ સુધી અડીખમ રહેશે અને 7 રિક્ટર સ્કેલના ભૂંકપમાં પણ તેને કંઈ નહીં થાય. 1 હજાર હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં એન્જિનિયરો, 50 એક્સપર્ટ અને ખાસ કારીગરો 24 કલાક કામગીરી કરી રહ્યા છે.નાગરશૈલીમાં મંદિર નિર્માણ થશેમંદિરની મજબૂતાઈરાજસ્થાનના બંસીપુરા ગામના 40 હજાર ઘન ફૂટ ગુલાબી પથ્થરો સમુદ્ર માર્ગ મારફતે દુબઈ મોકલાયાદુનિયાભરમાં પ્રખ્યાત તેમ જ ભારતના મોટાભાગના મંદિરોમાં જે ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે તે રાજસ્થાનના બંસીપુરા ગામમાંથી મળી આવે છે. આ મંદિર માટે પણ બંસીપુરાથી જ 40 હજાર ઘન ફૂટના પથ્થરો સમુદ્ર માર્ગે દુબઈ મોકલવામાં આવ્યા છે. સોમપુરા સમાજના 100થી વધુ કારીગરો 3000થી વધુ કોતરણીવાળી મૂર્તિઓ તૈયાર કરશે. સંપૂર્ણ મંદિર બનાવવા માટે 25 હજારથી વધુ પથ્થરોનો ઉપયોગ કરાશે.7ની તીવ્રતાનો ભૂકંપ એક કાંગરો પણ નહીં ખેરવી શકેદુબઈમાં બની રહેલા બીએપીએસના સ્વામિનારાયણ મંદિરની ખાસિયત એ છે કે, તે 1 હજારથી વધુ વર્ષ સુધી અડીખમ રહેશે. 7ની તીવ્રતાનો ભૂકંપ આવે તો પણ મંદિરનો એકપણ કાંગરો ખરશે નહીં તેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી નિર્માણ થઈ રહ્યું છે.