એલજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા: LGના બાળવિભાગમાં બેડ ખૂટ્યા, એક બેડ પર બે બાળક હોસ્પિટલે કહ્યું, ઈન્ફેક્શનનો ખતરો નથી એટલે રાખ્યાં છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 05:01 am

એલજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા: LGના બાળવિભાગમાં બેડ ખૂટ્યા, એક બેડ પર બે બાળક હોસ્પિટલે કહ્યું, ઈન્ફેક્શનનો ખતરો નથી એટલે રાખ્યાં છેઅમદાવાદકૉપી લિંકશેર

કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં બાળકોના મેડિસિન વિભાગમાં દર્દીની સંખ્યા વધતાં બેડ ખૂટી પડ્યા છે, જેને કારણે એક જ બેડ પર બે બાળકોને સૂવડાવવાની ફરજ પડે છે. જો કે, હોસ્પિટલનું કહેવું છે કે, ચોમાસામાં કયારેક બાળ દર્દીમાં મચ્છરજન્ય રોગ વધતા દર્દીની સંખ્યા વધી જાય છે.રજા આપવાની હોય તેમજ ઈન્ફેક્શન ન ફેલાવી શકે તેવા બાળકોને એક સાથે બેડમાં રાખવામાં આવે છે.એલજીના સુપરિટેન્ડેન્ટ ડો. લીનાબેન ડાભીએ કહ્યું, હાલમાં હોસ્પિટલમાં તમામ બેડ પર બાળકો દાખલ છે. પરંતુ, એક બેડ પર બે બાળકો ત્યારે જ રખાય છે, જયારે ઇમરજન્સી કેસ હોય અને શીફ્ટ કરવાનું હોય, બાળકને રજા આપવાની હોય. હાલમાં ડેન્ગ્યુના 15 કેસ છે, પણ તેમની સ્થિતિ ગંભીર નથી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER