યોજનાના લાભ: 30 હજાર ખેડૂતે જરૂર ન જણાતા કિસાન યોજનાના લાભ જતા કર્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

યોજનાના લાભ: 30 હજાર ખેડૂતે જરૂર ન જણાતા કિસાન યોજનાના લાભ જતા કર્યાઅમદાવાદકૉપી લિંકશેર

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો અંદાજે 30 હજાર ખેડૂતો જરૂર નહીં હોવાથી યોજનાનો લાભ લેતા નથી. જિલ્લામાં ખેડૂતોની સંખ્યા 2.08 લાખ છે, જેની સામે હાલ 2.29 લાખ ખેડૂત ખાતેદારો લાભ લઈ રહ્યા છે. આમ લાભ નહીં લેનાર ખેડૂતોની સંખ્યા 30 હજાર સાથે ખેડૂતોની કુલ સંખ્યા 2.59 લાખ થાય છે. યોજનામાં એક ખેડૂતને પ્રતિવર્ષ રૂપિયા 6 હજાર મળે છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાઅમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત 2.59 લાખ ખેડૂતોમાંથી 40 ટકા એટલે કે 1,03,600 કરતાં વધુ ખેડૂતો 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવે છે. આ સિવાયના 60 ટકા એટલે કે 1,55,400 કરતાં વધુ ખેડૂતો પાસે 2 હેક્ટર કરતાં વધુ જમીન છે. આ 1.55 લાખમાંથી અંદાજે 30 હજાર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત મળતી વાર્ષિક રૂપિયા 6 હજારની સહાય નહીં લેતા હોવા પાછળના મુખ્ય કારણોમાં ખેડૂતોને જરૂર નહીં હોવાનું મનાય છે.40 ટકા ખેડૂતો લાભ લઈ રહ્યા નથીઆ ખેડૂતો સરકારની ઘણી યોજનાનો લાભ લેતા નથી. જ્યારે જિલ્લામાં 2.08 લાખ ખેડૂતો નોંધાયા છે અને તેની સામે 2.29 લાખ ખેડૂતો યોજનાનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ સરકાર તરફથી તાજેતરમાં ખેતરોમાં ડ્રોનથી દવા અને ખાતરના છંટકાવ માટે ડ્રોન યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ બે હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા 40 ટકા ખેડૂતો લાભ લઈ રહ્યા નથી. જ્યારે બાકીના 60 ટકામાંથી પણ માત્ર 900 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલ નોંધણી માટે પોર્ટલ ઓપન છે, પરંતુ ખેડૂતો ડ્રોન સિસ્ટમ નહીં સ્વીકારી પોતાની જાતે અથવા દેશી પદ્ધતિથી જ દવા તેમ જ ખાતરનો છંટકાવ કરી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, ડ્રોનની નવી સિસ્ટમ હોવાથી ખેડૂતોની સંખ્યામાં વધારો થતાં થોડો સમય લાગશે.ઓનલાઇન ચુકવણીમાં હજી સુધી આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા નથીઘણીવાર ખેડૂતોની દીકરીઓના સાસરીમાં તેમના પતિ આ યોજનાનો લાભ લેતા હોય અને દીકરી પોતાના પિયરમાં લાભ લેતી હોય તો ખેતી વિભાગના પોર્ટલ પર જાણ થઈ જાય છે, જેથી એક ઘરમાં બે વાર સહાય લેવામાં આવતી હોય તો તરત જ અધિકારી સ્થળ તપાસ અને પુરાવાની ચકાસણી કરે છે ઓનલાઇન ચુકવણીમાં હજી સુધી આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા નથી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER