ભાસ્કર બ્રેર્કિંગ: હવે પ્રી-પ્રાઇમરી સ્કૂલ ખોલવા, ફી, ડોનેશન નક્કી કરવા માટે મંજૂરી લેવી પડશે અને દર 3 વર્ષે મંજૂરી રિન્યૂ કરાવવી પડશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 08:10 am

ભાસ્કર બ્રેર્કિંગ: હવે પ્રી-પ્રાઇમરી સ્કૂલ ખોલવા, ફી, ડોનેશન નક્કી કરવા માટે મંજૂરી લેવી પડશે અને દર 3 વર્ષે મંજૂરી રિન્યૂ કરાવવી પડશેઅમદાવાદકૉપી લિંકશેર

ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવાના ભાગ રૂપે પ્રી-પ્રાઈમરી સ્કૂલોના નિયમન અને મંજૂરી માટે સમગ્ર રાજ્યમાં પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટી અમલી કરાશે. આવનારા સમયમાં સ્કૂલોની માફક પ્રી-પ્રાઇમરી શરુ કરવા માટે પણ ઓથોરિટી મંજૂરી લેવી ફરજિયાત રહેશે. પ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીનો મુસદ્દો હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં અંતિમ મજૂરી માટે છે, ટૂંક સમયમાં મુખ્યમંત્રીના સુધારા વધારા સાથે જાહેર કરાશે. ઓથોરિટી વર્ષ - 2023થી અમલી કરાય તેવી શક્યતા છે.રાજ્યમાં નવી શિક્ષણ દર ત્રણ વર્ષે મંજૂરી રિન્યૂ કરાવવાની રહેશે પહેલા તબક્કામાં પ્રી-પ્રાઇમરી સંચાલકોને સરળતાથી પ્રિ- પ્રાઇમરી સ્કૂલો શરૂ કરવા માટેની મંજૂરી અપાશે. ત્યારબાદ બિલ્ડીંગ અને સ્થળમાં જરૂરી સુધારા વધારા કરવા જણાવાશે. સંચાલકોએ દર ત્રણ વર્ષે પ્રી-પ્રાઈમરી સ્કૂલની મંજૂરી રિન્યૂ કરાવવાની રહેશે.જો સંચાલક સુચવેલા સુધારા વધારા નહીં કરે તો તેની મંજૂરી રિન્યૂ કરાશે નહીં, ત્રણ વર્ષ પછી મંજૂરી રદ્દ પણ થઇ શકે છે.નીતિ લાગુ કરવા માટે સરકાર દ્વારા નવી નવી યોજનાઓ લાગુ કરાઇ રહી છે. જે અંતર્ગત અત્યાર સુધી જે પ્રી-પ્રાઈમરી સ્વતંત્ર હતી તેને શિક્ષણ વિભાગની સાથે મહિલા અને બાળ વિકાસ દ્વારા નિયંત્રીત કરાશે. આ માટે સરકારીની જાહેરાત બાદ પ્રી-પ્રાઈમરી શરુ કરવાની પણ મંજૂરી લેવી ફરજિયાક કરાશે. નવી સ્કૂલો માટે જે પ્રમાણે નિયમો છે તે જ પ્રમાણેના નિયમો પ્રી-પ્રાઈમરી સ્કૂલોની નવી મંજુરી માટે પણ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલો એક વર્ષે 1 હજારથી 1200 કરોડની કમાણી કરે છે. રાજ્યની પ્રિ- પ્રાઇમરીમાં સ્થાનિક સંચાલકો ઉપરાંત ફ્રેન્ચાઇઝી મોડલ પણ ચાલી રહ્યાં છે.રાજ્યમાં પહેલીવાર પ્રી-પ્રાઇમરી માટે કેન્દ્રના ધોરણનો કોર્સ ડિઝાઇન થયોઅત્યાર સુધી રાજ્યમાં પ્રી-પ્રાઈમરી માટે કોઇ નક્કી કરેલો કોર્સ ન હતો. પરંતુ એન.ઇ.પી મુજબ રાજ્યમાં ધો.1 પહેલા બાલ વાટીકા માટે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આધારિત કોર્સ ડિઝાઇન કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં પહેલીવાર પ્રી-પ્રાઈમરી વિભાગ માટે ચોક્કસ કોર્સ ડિઝાઇન કરાયો છે. કેન્દ્ર તરફથી આવેલા કોર્સને જીસીઇઆરટી દ્વારા રાજ્યની સ્કૂલો માટે તૈયાર કરાયો છે.પ્રાથમિક નિયામક અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મુખ્ય ભુમિકાપ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીમાં રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ભૂમિકા મુખ્ય રહેશે. હાલમાં સ્કૂલોની મંજૂરીની માફક ચોક્કસ ચોરસ મીટરના રૂમોમાં નક્કી કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા જ બેસાડી શકાશે તેની સ્પષ્ટ માહિતી અપાશે. ફ્લેટ, બંગલા કે કોઇપણ સ્થળે પ્રી-પ્રાઇમરીના સંચાલકો માટે સ્પષ્ટ ગાઇડલાઇન રહેશે.શા માટે જરૂરી છે ઑથોરિટી પ્રી-પ્રાઇમરી પર હાલ શિક્ષણ વિભાગનો કોઇ સીધો અંકુશ નથીહાલમાં રાજ્યમાં બે પ્રકારની પ્રી-પ્રાઇમરી સ્કૂલો ચાલી રહી છે. એક જે સ્વતંત્ર, ફ્રેન્ચાઇઝી મોડલ આધારિત છે અને બીજી એક જ નામની પ્રાથમિક સ્કૂલ સાથે જોડાયેલ છે. સ્વતંત્ર પ્રી-પ્રાઇમરી સ્કૂલો પર શિક્ષણ વિભાગનો કોઇ જ અંકુશ નથી, ત્યાં સુધી કે તેઓને એડમિશન, ફી સંબંધિત મુદ્દા, ડોનેશન, બિલ્ડીંગ, એક વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા, ઇત્તર પ્રવૃત્તિની ફી વગેરે પર શિક્ષણ વિભાગ કોઇ પગલા લઇ શકતા નથી.ફી પર કોઇ અંકુશ ન હોવાના કારણે મોટા શહેરોમાં પ્રી-પ્રાઈમરી સ્કૂલોની ફી એન્જિનિયરિંગ અને એમ.બી.એના કોર્સ જેટલી છે. પરંતુ જે પ્રી-પ્રાઈમરી સ્કૂલ કોઇ પ્રાઇમરી સ્કૂલ સાથે જોડાયેલ હોય તો તેની ફી એફઆરસી કમિટી દ્વારા નક્કી થાય છે. તેના પર પણ અમુક અંશે જ શિક્ષણ વિભાગનો કંટ્રોલ છે.જૂની પ્રી-પ્રાઈમરી સ્કૂલોએ પણ મંજૂરી લેવી પડશેપ્રી-સ્કૂલ રેગ્યુલેટરી ઓથોરિટીના અમલી બાદ નવી શરૂ થનારી પ્રી-પ્રાઈમરી સ્કૂલોની સાથે જૂની અને સ્થાઇ થયેલી પ્રી-પ્રાઈમરીના સંચાલકોએ પણ સરકારની મંજૂરી લેવી પડશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ફીના મુદ્દાને શરુઆતના તબક્કામાં આવરી લેવાયો નથી, પરંતુ સિસ્ટમ સેટ થયા બાદ ફી નિયમનનો મુદ્દો પણ ઓથોરિટી દ્વારા આવરી લેવાશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER