ભાસ્કર બ્રેકિંગ: આ છે અમદાવાદનો માસ્ટર પ્લાન - SG હાઈવે બનશે સેન્ટર અોફ ધ સિટી રોડ, કોબા હાઈવે પર કોમર્શિયલ ઝોનઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 08:10 am

ભાસ્કર બ્રેકિંગ: આ છે અમદાવાદનો માસ્ટર પ્લાન - SG હાઈવે બનશે સેન્ટર અોફ ધ સિટી રોડ, કોબા હાઈવે પર કોમર્શિયલ ઝોનઅમદાવાદકૉપી લિંકશેર

2041નું અમદાવાદ કેવું હશે તે જાણવાની આતુરતા દરેક અમદાવાદીને હોય છે. આ સવાલનો જવાબ પહેલીવાર આપને ‘દિવ્ય ભાસ્કર’માં મળશે. સેપ્ટ યુનિવર્સિટીના અર્બન પ્લાનિંગ સ્ટુડિયોના સ્ટુડન્ટ્સે 20 વર્ષ પછી આપણું અમદાવાદ કેવું હશે તેના ડેવલપમેન્ટ પ્લાનની બ્લૂ પ્રિન્ટ બનાવી છે. 2041 સુધીમાં એસ.જી. હાઇવે સેન્ટર ઓફ ધ સિટી બનશે, કોબા હાઇવે અને રિવરફ્રન્ટ કોમર્શિયલ ઝોન બનશે, જ્યારે 70 ટકા વિસ્તાર મેટ્રો-બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી કનેક્ટ થશે.2011ની વસતી ગણતરી મુજબ અમદાવાદની વસતી 66.5 લાખ હતી જેમાં દર વર્ષે એવરેજ 12-15 ટકાનો વધારો થઇ રહ્યો છે. હાલમાં અમદાવાદની વસતી અંદાજે 86 લાખ છે જે 2041માં 1.52 કરોડ થઇ શકે છે. 2041 સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટી બનશે. એસજી હાઇવે અમદાવાદનું નવું સેન્ટર ઓફ ધ સિટી ડેસ્ટિનેશન હશે.શહેરના મોટાભાગના રોડ હાલના સીજી રોડની જેમ સ્માર્ટ સ્ટ્રીટ જેવા હશે જ્યાં પહોળા રસ્તા, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, લોકોને બેસવા-ચાલવા માટેની જગ્યા અને સાઇકલ ટ્રેક હશે. 2041 સુધીમાં સિટીનો 70 ટકા વિસ્તાર મેટ્રો કે બીઆરટીએસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી કનેક્ટેડ હશે જેના કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થશે. ઇસ્ટ અમદાવાદની વાત કરીએ તો ત્યાં રહેલા હેરિટેજના વારસાને ટુરિઝમ તરીકે ડેવલપ કરાશે, સાથે જ કોમ્પેક્ટ ડેવલપમેન્ટ અંતર્ગત ઇસ્ટ અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગ બનશે.1855 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમદાવાદનો વિસ્તાર 2041 સુધીમાં 2085 ચોરસ કિલોમીટર થશે, જ્યાં એક અમદાવાદીને રહેવા માટે 280 સ્કેવર ફૂટ જગ્યા મળશે. હાલ 210 ચોરસ ફૂટ જગ્યા મળે છે. 2041 સુધીમાં અમદાવાદ ગ્રીન બનશે. હાલમાં 2.7 મીટર વ્યક્તિ દીઠ ગ્રીન કવર છે. 2041 સુધીમાં આ ગ્રીન કવર 50 ટકા વધીને 3.5 મીટર કરવા પ્રસ્તાવ છે. અમદાવાદના ટોટલ વિસ્તારના 20 ટકા વિસ્તારમાં આવેલા રોડ નેટવર્ક પર ગ્રીન કોરિડોર બનાવીને ગ્રીન અમદાવાદનું નિર્માણ કરાશે.નક્શાથી સમજો વિસ્તાર આધારિત ડેવલપમેન્ટની માહિતીરિવરફ્રન્ટની આસપાસ કોમર્શિયલ સેન્ટર બનશેસાબરમતી રિવરફ્રન્ટથી આશ્રમ રોડ સુધીના વિસ્તારમાં કોમર્શિયલ સેન્ટરના ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટને સીબીડી (સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ) ઝોન જાહેર કરાયો છે. એટલે કે ત્યાં ડેવલપમેન્ટ માટે 5.4 એફએસઆઈ અપાઈ છે. જેના કારણે ડેવલપરને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને રિવરફ્રન્ટ અને તેની આસપાસ મોટા કોમર્શિયલ સેન્ટર જોવા મળશે.તમામ હેરિટેજ પ્રોપર્ટીને ટૂરિઝમ તરીકે વિકસાવાશેઅમદાવાદની તમામ હેરિટેજ પ્રોપર્ટીને ટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે.જે અંતર્ગત હેરિટેજ પ્રોપર્ટીની સારસંભાળ માટે અપાતા હાલના ઇન્સેન્ટિવ 1.2 ટકાથી વધારીને 1.6 ટકા આપવાની વાત કરવામાં આવી છે. જેથી અમદાવાદનો વારસો પણ જળવાઈ રહે અને ડેવલપમેન્ટ પણ થશે. ઇસ્ટ અમદાવાદમાં કોમ્પેક્ટ ડેવલપમેન્ટ અંતર્ગત હાઇરાઇઝ બિલ્ડિંગ જોવા મળશે.પશ્ચિમના વિસ્તારોમાં મોટા રહેણાક પ્રોજેક્ટ હશેપશ્ચિમ અમદાવાદમાં 2041 સુધીમાં સાબરમતી સ્ટેશન, રિવરફ્રન્ટ, થલતેજ, એસજી હાઇવે, સિંધુભવન રોડ, ગોતા, સોલા, સાંણદ, ઇસ્કોન અને ડ્રાઈવ-ઈન સહિતના વિસ્તારોમાં કોમ્પેક્ટ ડેવલપમેન્ટ હેઠળ મોટા પ્રમાણમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હશે. અમદાવાદ-ગાંધીનગરના કનેક્ટિંગ એરિયામાં એસપી રિંગ રોડથી કોબા અડાલજ રોડ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે.એક્સપર્ટ વ્યૂઃ અમદાવાદના વિસ્તારોનું - FSI ઇન્સેન્ટિવથી રિવાઇટલાઇઝેશન-સ્ટ્રીટ નેટવર્કને ડેવલપ કરાશેસેપ્ટ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલા પ્લાનમાં શહેરની આજની સ્થિતિ, તેનો વિકાસદર અને હાલના પ્લાનનો અભ્યાસ કર્યા પછી અલગ અલગ પ્લાન પ્રપોઝલ તૈયાર કરાઈ છે.આ પ્રપોઝલમાં અમદાવાદ-ગાંધીનગર ટ્વીન સિટીને સાંકળતા રિંગ રોડ પર મેટ્રોની સાથે સાથે એલિસબ્રિજ અને આંબાવાડી જેવા વિસ્તારોને લોકલ એરિયા પ્લાન બનાવી એફએસઆઈ ઈન્સેન્ટિવથી રિવાઇટલાઇઝ કરવાની અને સ્ટ્રીટ નેટવર્ક સુધારવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER