ભાસ્કર એક્સક્લૂઝિવ: અમદાવાદમાં એક જ મહિનામાં રેકોર્ડ 650 ચાર્ટર્ડ ફ્લાઇટની અવરજવર, ગુજરાતમાં 1000થી 1200 કરોડનો બિઝનેસઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 08:10 am

ભાસ્કર એક્સક્લૂઝિવ: અમદાવાદમાં એક જ મહિનામાં રેકોર્ડ 650 ચાર્ટર્ડ ફ્લાઇટની અવરજવર, ગુજરાતમાં 1000થી 1200 કરોડનો બિઝનેસઅમદાવાદકૉપી લિંકશેર

ભાવિન પટેલ- ચાર્ટર્ડ મુવમેન્ટની વાત આવે ત્યારે મુંબઇ, દિલ્હીનો સમાવેશ થાય પણ હવે તેની હરોળમાં ધીમેધીમે અમદાવાદ એરપોર્ટનો પણ આવી ગયું છે. કેમ કે ઉદ્યોગપતિઓના ગઢ ગણાતા અમદાવાદ એરપોર્ટ પર ફક્ત ઓગસ્ટ મહિનામાં 650 જેટલા ચાર્ટર્ડ વિમાનોની આવનજાવને રેકોર્ડ સર્જ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વગવાના શરૂ થઈ ગયા છે ત્યારે આવનારા સમયમાં ચાર્ટર્ડ ફ્લાઈટની મૂવમેન્ટ 900થી વધી જાય તેવુ એરપોર્ટના સૂત્રોનું માનવું છે.બે મહિનામાં 1100 જેટલા ચાર્ટર્ડની આવનજાવનઆમ ચાર્ટર્ડ ફ્લાઈટનો બિઝનેસ પણ પાર કરી જશે. અમદાવાદ એરપોર્ટ પરના એર ટ્રાફિ કંન્ટ્રોલના આંકડા મુજબ છેલ્લા બે મહિનામાં 1100 જેટલા ચાર્ટર્ડની આવનજાવન નોંધાઇ છે. જેમાં જુલાઇ મહિનામાં 450 જયારે ઓગસ્ટ મહીનામાં 650 ચાર્ટર્ડની આવનજાવન નોંધાઈ હતી.એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટનો ધમધમાટ વધશેઆમ એક જ મહિનામાં 200નો વધારો એટલા માટે થયો હતો કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ કોરીયાના એરફોર્સની એરોબેટીક ટીમના 10 જેટલા વિમાનોએ ઉતરાણ કર્યું હતુ બીજું કે અત્યારસુધી આપના નેતા અરવિંદ કેજરીવાલ અશોક ગેહલોત, પણ ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. ઉદ્યોગપતિ કુમાર મંગલમ પણ આવી ચૂકયા છે.હવે આગામી સમયમાં નેશનલ ગેમ્સ અને ડિફેન્સ એક્સ્પો જેવી હાઈ પ્રોફાઇલ ઇવેનન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટનો ધમધમાટ વધશે. ગુજરાતમાં આ વર્ષે ચાર્ટર્ડ ફ્લાઈટનો બિઝનેસ રૂ.1000થી 1200 કરોડને આંબી જવાનો અંદાજએરપોર્ટ પર કેટલા ચાર્ટર્ડની મૂવમેન્ટ​​​​​​આ ચાર્ટર્ડ ભાડે અપાતા નથી​​​​​​એક જ ઉદ્યોગપતિ પાસે હેલિકોપ્ટરઅમદાવાદ ખાતે રહેતા જાણીતા નિરમા કંપનીના ફાઉન્ડર કરશનભાઈ પટેલ પાસે મલ્ટી એન્જિન ધરાવતું એડવાન્સ ટેકનોલોજી ધરાવતું હેલિકોપ્ટર છે જેમણે પ્રાઈવેટ જગ્યામાં હેલિપેડ બનાવ્યંુ છે તેમાં જ પાર્ક કરવામાં આવે છે. આ હેલિકોપ્ટર ઉપયોગ પોતાના જ માટે કરે છે જેનો કોમર્શિયલ ધોરણે ક્યારેય ઉપયોગ થયો નથી. અન્ય એક એરોટ્રાન્સ કંપની પાસે VT-OXF (bell-407) સિંગલ એન્જીન હેલિકોપ્ટર છે જેનો હાલમાં શનિ-રવિ જોય રાઈડમાં ઉપયોગ થાય છે. બાકીના દિવસોમાં રેન્ટ પર આપવામાં આવે છે.ચૂંટણીમાં ગુજરાતનો ચાર્ટર્ડ બિઝનેસ 1000થી 1200 કરોડને આંબી જશેગુજરાતમાં વધી રહેલી ચાર્ટર્ડની ડિમાન્ડને કારણે વર્ષે બિઝનેશ 500થી 600 કારોડને આંબી જાય છે અગામી વિધાન સભાની ચૂંટણી નજીક છે ત્યારે આ બિઝનેઝ 1000 થી 1200 કરોડ પર પહોંચી જશે તેવું એવિએશન સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.ચાર્ટર્ડના બુકિંગ માટે ગાંધીનગરમાં લાયઝન શરૂઆગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીયપક્ષોના નેતાઓ પ્રચાર માટે ચાર્ટર્ડ વિમાનોમાં આવનજાવન કરશે. હાલમાં ગાંધીનગર ખાતે ચાર્ટર્ડ કંપની સાથે સંકળાયેલા એજન્ટોએ લાયઝન શરૂ કરી દીધું છે.એરપોર્ટ પર 13 ચાર્ટર્ડ એરક્રાફ્ટનું બેઝ પાર્કિંગઅમદાવાદ એરપોર્ટ પર 13 જેટલા ચાર્ટર્ડ એરક્રાફ્ટનો બેઝ પાર્કિંગ છે જેમાં અદાણીના પાંચ, ઝાયડ્સ કેડીલાના બે ,પરિમલ નાથવાણીનું એક, એરોટ્રાન્સના બે , શ્રીજી એવીએશન, જીએસઇસી અને, રિદ્ધિ સિદ્ધિ ગ્રુપનું એક-એક એમ કુલ 13 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER