ભાસ્કર એક્સક્લૂઝિવ: અમદાવાદની 'ઇન સ્પેસ' શરૂ કરશે સ્પેસ ટુરિઝમ, વર્ચ્યુઅલ ગેલેરી થકી અવકાશમાં ફરવાની અનુભૂતિ કરી શકાશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 11:01 am

ભાસ્કર એક્સક્લૂઝિવ: અમદાવાદની 'ઇન સ્પેસ' શરૂ કરશે સ્પેસ ટુરિઝમ, વર્ચ્યુઅલ ગેલેરી થકી અવકાશમાં ફરવાની અનુભૂતિ કરી શકાશેઅમદાવાદકૉપી લિંકશેર

ભારતમાં લોન્ચપેડ, સેટેલાઇટના પાર્ટ્સ બનાવતી કંપનીઓ ઘણી છે, પણ ઇસરો અને આ કંપનીઓ વચ્ચે એક સેતુની જરૂર હતી. ભારત અવકાશક્ષેત્રે ક્રાંતિ કરી શકે, સ્પેસમાં પણ ભારત અવ્વલ રહે એ માટે ઇસરોની સહયોગી સંસ્થા 'ઇન સ્પેસ'ની સ્થાપના કરી. તેનું દેશનું હેડક્વાર્ટર અમદાવાદના બોપલમાં છે. આ હેડક્વાર્ટરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જૂને કર્યું. આ 'ઇન સ્પેસ' સંસ્થા અવકાશક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું કામ કરવા જઈ રહી છે. ઇન સ્પેસ દ્વારા ભારતના અલગ અલગ શહેરોમાં સ્પેસ વર્ચ્યુઅલ ગેલેરી બનાવવામાં આવશે.'ઇન સ્પેસ'નો હવે પછીનો હેતુ શો છે'ઇન સ્પેસ'નો સૌથી મહત્ત્વનો હેતુ એ છે કે અવકાશક્ષેત્રમાં યુવાનો ભવિષ્ય બનાવે. બીજો હેતુ એ છે કે ભારતમાં લોન્ચપેડ, રોકેટ, સેટેલાઇટના પાર્ટ્સ બનાવતી ખાનગી કંપનીઓ ઇસરો સાથે મળીને નવી ટેકનોલોજી વિકસાવે અને આ માટે 'ઇન સ્પેસ' બ્રિજ બનીને કામ કરશે.સ્પેસ ટુરિઝમ એટલે અવકાશની અનુભૂતિઇન સ્પેસ દ્વારા સ્પેસ ટુરિઝમ શરૂ કરવામાં આવશે, જેમાં ભારતના અલગ અલગ શહેરોમાં વર્ચ્યુઅલ સ્પેસ ગેલેરી બનાવવામાં આવશે. અમદાવાદમાં ઇન સ્પેસ કેમ્પસમાં અથવા સાયન્સ સિટી ખાતે સ્પેસ ગેલેરી બનાવવામાં આવશે જેમાં લોકો જશે તો અવકાશમાં ગયા હોય તેવી અનુભૂતિ કરશે. આ પ્રકારના કન્સેપ્ટને ઇન સ્પેસ દ્વારા સ્પેસ ટુરિઝમ નામ આપવામાં આવ્યું છે.એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં સ્પેસ ટેકનોલોજીના કોર્સ હશે'ઇન સ્પેસ' યૂથને અવકાશ ટેકનોલોજી અને અવકાશક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે. પ્રીમિયર એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ સાથે સ્પેસ ટેક્નોલોજીના કોર્સ પર 'ઇન સ્પેસ' કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં અલગ અલગ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સ્પેસ ટેક્નોલોજીના કોર્સ શરૂ કરવામાં આવશે. 'ઇન સ્પેસ' ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી સ્ટુડન્ટ સેટેલાઇટ સ્પર્ધા શરૂ કરશે; જેનું નામ રહેશે, કેન્સેટ ઈન્ડિયા. ( CANSAT INDIA).સ્પેસ ટૂરિઝમમાં શું હશે ?'ઇન સ્પેસ'નાં સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 'ઇન સ્પેસ' દ્વારા એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે, એ છે સ્પેસ ટૂરિઝમ. સ્પેસ ટેક્નોલોજી એવો વિષય છે, જેમાં લોકોને રસ તો છે, પણ સરળ રીતે આ વિષય લોકો સુધી પહોંચતો નથી. કોઈને ઇસરો સેન્ટરમાં કે પછી શ્રીહરિ કોટા સેન્ટરમાં જવું હોય તો ત્યાં પ્રોટોકોલ મુજબ જઈ શકાતું નથી, પણ 'ઇન સ્પેસ' દ્વારા હવે અમુક મર્યાદિત વિસ્તારમાં લોકો જઈ શકે, સ્પેસ ટેકનોલોજીને ઓળખી શકે, નજીકથી જાણી શકે એ માટે સ્પેસ ટૂરિઝમ શરૂ કરવામાં આવશે. દેશનાં મોટાં શહેરોમાં સ્પેસ મ્યુઝિયમ બનાવવાની પણ યોજના છે, જથી આવનારી પેઢી અવકાશક્ષેત્રમાં રસ લેતી થાય.MoU શેના થયા છે ?'ઇન સ્પેસ' એ ઇસરો અને સ્પેસને લગતા પાર્ટ્સ બનાવતી કંપનીઓ વચ્ચે સંકલનનું કામ કરે છે, તે મુજબ ઇન સ્પેસ દ્વારા 10 કંપની સાથે કરાર કરવામાં આવ્યા છે. આ કંપનીઓ ઇસરોના આગામી પ્રોજેક્ટ માટે કરાર મુજબ, રોકેટ, સેટેલાઇટના પાર્ટ્સ બનાવશે અને ઇસરોને સપ્લાય કરશે. આ સિવાય પણ 'ઇન સ્પેસ' દ્વારા જે નવાં સંશોધનો થાય એમાં પણ આ ખાનગી કંપનીઓ સહભાગી બનશે. 'ઇન સ્પેસ' સાથે કરાર કરવા માટે 67 જેટલી કંપનીએ કરાર કરવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં વધારે કરાર થશે.'ઇન સ્પેસ'નું માળખું શું છે ?'ઇન સ્પેસ'ના ચેરમેન પવન ગોએન્કા છે. એની નીચે ત્રણ ડિરેક્ટોરેટ છે, જેમાં એક, પ્રમોશન ડિરેક્ટોરેટ (PD),પ્રોગ્રામ મેનેજમેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન ડિરેક્ટોરેટ (PMAD) અને ટેક્નિકલ ડિરેક્ટોરેટ (TD). આ ઉપરાંત કાનૂની , F&A અને વહીવટ પ્રક્રિયા માટે એક અલગ વિભાગ છે. પ્રમોશન ડિરેક્ટોરેટ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 'ઇન સ્પેસ' ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટેની જવાબદારી સંભાળશે. અવકાશક્ષેત્રે નીતિવિષયક નિર્ણયો લેવા, સંશાધનની ફાળવણી, ખાનગી ઉદ્યોગો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરાર, નવાં સંશોધનોની જવાબદારી ટેક્નિકલ ડિરેક્ટોરેટને સોંપવામાં આવી છે. આ ત્રણ ડિરેક્ટોરેટ બેંગલુરુ અને અમદાવાદમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER