ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 01-12-2022 | 08:10 am

ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

એસીપીડીસીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટેની ખાનગી અને સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખાનગી કોલેજમાં પ્રવેશના તમામ રાઉન્ડ (બે ઓનલાઈન રાઉન્ડ તેમજ મેનેજમેન્ટ ક્વોટા તેમજ વેકન્ટ ક્વોટાની સીટ પર પ્રવેશના કોલેજ કક્ષાના સ્પેશિયલ રાઉન્ડ) સહિતના તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 100થી વધુ કોલેજોની 45909 બેઠકોમાંથી 25346 બેઠકો ભરાઈ ગઈ છે. જ્યારે કમ્પ્યુટર, આઈટીના ક્રેઝના કારણે સિવિલ, મિકેનિકલ, ઈલેકટ્રિકલ, ઓટોમોબાઈલ, ઈલેકટ્રોનિક્સ જેવી બ્રાન્ચની 20563 બેઠકો ખાલી રહીછે.જે બેઠકો ખાલી રહી છે તે તમામ બેઠકો પર આવતા વર્ષે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં બીજા વર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.આ વખતે મોટાભાગના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર, આઈટી જેવી બ્રાન્ચોમાં ભારે રસ દાખવ્યો છે.બીજી તરફ સિવિલ,મિકેનિકલ ઈલેકટ્રિકલ, ઓટોમોબાઈલ, ઈલેકટ્રોનિક્સ જેવી બ્રાન્ચમાં પ્રવેશ માટે ઓછો રસ દાખવ્યો છે. તેના કારણે આ બ્રાન્ચની 50 ટકા કરતા વધારે બેઠકો ખાલી રહી છે.એસીપીડીસી(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી ખાનગી ડિપ્લોમા ઈજનેરી કોલેજોની પ્રવેશ કાર્યવાહી ઓકટોબરમાં હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મોટાભાગની બેઠકો ઓછી જાણીતી કોલેજોમાં ખાલી રહી છે.ફેબ્રિકેશન ટેક્નો બ્રાંચની 68 બેઠક પર એક પણ એડમિશન ન થયું70 ટકા કરતા વધુ ભરાયેલી બેઠકોઅન્ય બ્રાંચમાં ક્રેઝ ઘટતા સ્થિતિ સર્જાઈખાનગી યુનિવર્સિટીઓમાં કમ્પ્યુટર અને આઈટીની બેઠકોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. બીજી તરફ હાઈ મેરિટવાળા તેમ જ મધ્યમ મેરિટના વિદ્યાર્થીઓ પણ કોમ્યુટર-આઈટીમાં પ્રવેશ માટેનો ક્રેઝ ધરાવે છે. જેની અસર અન્ય બ્રાન્ચોની બેઠકો પર થતા પ્રવેશ પર વિપરિત અસર જોવા મળી રહી છે. જેના પગલે અન્ય બ્રાંચની નોંધપાત્ર બેઠકો ખાલી રહેવા પામી છે.

Google Follow Image