ભાસ્કર એક્સક્લૂસિવસેવા કરવા હરિભક્તોએ નોકરીઓ છોડી: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે સેવામાં આવેલા સાયન્ટિસ્ટે કહ્યું, કર્તાહર્તા તો ભગવાન જ છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 12:01 pm

ભાસ્કર એક્સક્લૂસિવસેવા કરવા હરિભક્તોએ નોકરીઓ છોડી: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ માટે સેવામાં આવેલા સાયન્ટિસ્ટે કહ્યું, કર્તાહર્તા તો ભગવાન જ છેઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં સનાતન ધર્મમાં માનનારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આગામી તા.15મી ડિસેમ્બરના રોજથી શરૂ થવાનો છે. એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમ જેમ મહોત્સવની તારીખ નજીક આવતી જાય છે એમ એમ લોકોમાં આનંદ, ઉત્સાહ અને ઉંમગ વધતો જાય છે. આ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ( બી.એ.પી.એસ. ) તો અતિઉત્સાહી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ આ મહોત્સવમાં સેવાનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી દેવાની સાથોસાથ મહંતસ્વામી તથા સદ્દગુરુ સંતોનો રાજીપો મેળવી લેવા માટે હરિભક્તોમાં પડાપડી છે.સેવા માટે નામ નોંધાવવા માટે એટલી પૂછપરછ આવે છે કે બી.એ.પી.એસ. સંસ્થાએ લોકોને ના પાડવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામસ્વરૂપે બી.એ.પી.એસ. સંસ્થાએ દરેકને સેવાનો લાભ મળી રહે એ હેતુથી અમુક અમુક દિવસોના સ્લોટ નક્કી કર્યા છે. બીજી તરફ, આ સેવાનો લહાવો લેવા માટે હાલ 1100થી વધુ મહિલાઓ તેમ જ પુરુષો મળીને કુલ 7 હજાર કરતાં વધુ લોકો સેવાયજ્ઞમાં જોડાયેલાં છે. આ સેવાયજ્ઞનો લહાવો લેવા માટે આવેલી દરેક વ્યક્તિની જુદી જુદી વાતો છે. દરેક વાત સાંભળનાર અને જાણનારાઓને અચંબા અને આશ્ચર્યમાં મૂકી દે એવી છે, પરંતુ કોઈના મન પર લગીરે નિરાશા નથી. બધામાં ઉત્સાહની સાથોસાથ મનમાં એક જ વાત છે કે પ્રમુખસ્વામી મહારાજની સેવા કરીને ઋણ અદા કરવું છે અને ગુરુ હરિ મહંતસ્વામીનો રાજીપો મેળવવો છે. આવા કંઈકેટલાયે સેવાર્થીઓમાંથી દિવ્ય ભાસ્કરે ત્રણ મહિલા સહિત કુલ સાત લોકો સાથે વાત કરી હતી. તેમની વાતો અહીં રજૂ કરી છે, જેમાં કેન્યાથી આવેલા એનઆરઆઈ, ગુજરાતના સાયન્ટિસ્ટ, શિક્ષક, ડોક્ટર સહિતનાની ભક્તિનું વર્ણન કર્યું છે.રજા મળે તેમ ન હોવાથી નોકરી છોડીને આવ્યો છું- જયદીપ પરમારવલસાડના વતની જયદીપ પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હું છેલ્લા દોઢ વર્ષથી પ્રાઇવેટ સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી કરતો હતો, પરંતુ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા માટે આવ્યો છે. બાપાની સેવા કરવા માટે અને રાજીપો મેળવવા માટે ખાનગી નોકરીમાં રજા મળે એમ ના હોવાથી હું નોકરી છોડીને આવ્યો છું. બાપાની કૃપાથી સેવા મળી છે અને તેમની કૃપાથી નોકરી પણ મળી જશે એની મને ખાત્રી છે. નોકરીમાં 15 હજારનો પગાર હતો. બાપાની કૃપાથી બધું ચાલે છે. કોઇ ખેંચ પડી નથી અને કોઈ પ્રશ્ન છે નહીં.પંજાબી હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના શબ્દોથી હું આકર્ષાયો હતો- સંદીપભાઈકેન્યાના મોમ્બાસાંથી આવેલાં સંદીપભાઇ ધીરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું મૂળ પંજાબનો વતની છું, પરંતુ મારા પિતા જીઇબીમાં નોકરી કરતા હોવાથી ગુજરાતમાં આવ્યા હતા. હું 30 વર્ષ પહેલાં અભ્યાસ કરવા વલ્લભવિદ્યાનગર આવ્યો હતો. ત્યાં હું બીએપીએસના છાત્રાલયમાં રહ્યો હતો. પ્રવેશ લેવો અઘરું પડે, પણ પરજ્ઞાતિનો હોવા છતાં મને પ્રવેશ મળ્યો હતો. છાત્રાલયમાં પ્રમુખસ્વામી મહારાજ વર્ષમાં પાંચથી છ વખત આવતા હોવાથી યુવાનોને તેમનો લાભ મળતો હતો. મેં જ્યારે પ્રવેશ લીધો ત્યારે મનમાં નિર્ધાર કર્યો હતો કે મારે અહીં રહેવું પણ કોઈ ભગવાન સ્વામિનારાયણનું નામ જીવનમાં નહીં લેવું. તેમનો એવો પ્રભાવ હતો કે તેઓ નાત-જાતમાં માનતા ન હતા. તેઓ માત્ર ભગવાનમાં જોડવાનું કામ કરતા હતા. હું આટલાં વર્ષો છાત્રાલયમાં રહ્યો હતો. ચાર વર્ષ નીકળી ગયાં, પણ તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે મને કહ્યું, તું માળા કર, તું જેમાં માનતો હોય એમાં તેમની પાંચ માળા કર. ભગવાને આપણને સારો દેહ આપ્યો છે. આટલું સારું વાતાવરણ આપ્યું છે. આપણે અભ્યાસ કરીએ છીએ, શરીર સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. બસ, આટલા શબ્દોથી હું તેમનાથી આકર્ષાયો હતો. પછી તેઓ જે કહેતા એ હું કરતો હતો, કેમ કે તેમને મારી પાસેથી કશું લેવાનું નહોતું. તેમનો તો માણસો ભગવાનમાં જોડાય એટલો જ ઉદ્દેશ હતો.કેન્યાના મોમ્બાસાથી 15 દિવસની સેવામાં આવ્યાતેમણે વધુમાં કહ્યું, જે લોકો જે ધર્મમાં માનતા હોય તેમને એવું જ હોય કે મારો દીકરો તેમ જ ફેમિલી મેમ્બર એમાં માને, એ એક સામાજિક પ્રથા છે. હું સ્વામિનારાયણ ભગવાનમાં માનતો થયો ત્યારે ઘણીવાર લોકો કહેતા પણ હતા, પણ મારે જે ભગવાનમાં માનવું હોય અને જેમાં મને શ્રદ્ધા હોય એમાં હું માનું તો મને સારું લાગે. સમાજમાં એવું થાય કે તું કેમ આમાં માનતો નથી અને આમાં કેમ માને છે ? પણ મારું મન શાંત રહેતું હોય તો એ ભગવાનમાં જ હું માનું. ગુરુ ગોવિંદસિંહ પૂજનીય છે. પ્રમુખસ્વામી મહારાજે એક જ મેસેજ આપ્યો છે કે બધા ધર્મ એકસરખા છે. બધાની સદભાવના એકસરખી છે. આપણે એ ધર્મને માનો. પ્રમુખસ્વામી મહારાજે કદી પણ એ છોડીને સ્વામિનારાયણમાં માનો એવું કહ્યું નથી. તેમનો એક જ મેસેજ છે કે ભગવાનની અંદર શ્રદ્ધા રાખજો, એ શ્રદ્ધાને લઈને જ હું આમાં જોડાયો છું. હું અત્યારે તો કેન્યાના મુમ્બાસા ખાતે રહું છું. મારો હાર્ડવેરનો બિઝનેસ છે. હાલ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં 15 દિવસની સેવામાં એકલો જ આવ્યો છું, પરંતુ શતાબ્દી મહોત્સવ દરમિયાન ફરીવાર સપરિવાર 12 દિવસ માટે આવવાનો છું.રાજીપો મેળવવા માટે જ ધંધો છોડીને આવ્યાસંદીપભાઇએ કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે મારા જીવનમાં આલોક અને પરલોકનું ભાથું બાંધી આપ્યું છે. એને લઈને એક માધ્યમથી હું અહીં આવ્યો છું. આજે હું સુખી છું. કેવળ પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી જ છે. હું ધંધાને કોઈ અસર થશે એવું વિચાર્યું હોત તો હું આવી શકયો ન હોત. આવું વિચારીએ તો જીવનમાં એક દિવસ પણ ધંધાથી બહાર ના જઇ શકાય. મનમાં એક વિચાર છે કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનું ઋણ છે એ કેવી રીતે અદા કરી શકું. જો ધંધાનું વિચારીશ તો હું અહીં સેવા નહીં કરી શકું. માત્ર તેમને રાજીપો મેળવવા માટે જ ધંધો છોડીને અહીં આવ્યો છું.આંતરિક બળ અને ખુમારી ભગવાન અને સંતોની પ્રેરણાથી જ મળે છે- જુનિયર ફોર્મ્યુલેશન સાયન્ટિસ્ટજુનિયર ફોર્મ્યુલેશન સાયન્ટિસ્ટની નોકરી છોડીને આવેલા સુરેન્દ્રનગરના વતની મુકુલસિંહ ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 15 મેથી શતાબ્દી મહોત્સવમાં સેવા માટે આવ્યો છું. ખાનગી કંપનીમાં આટલાં દિવસની રજા મળી શકે એમ ના હોવાથી હું નોકરી છોડીને આવ્યો છું. અભ્યાસનો હેતુ આપણી આર્થિક અને જીવન જરૂરિયાત પૂરી થાય એ છે, પરંતુ આંતરિક બળ અને આંતરિક ખુમારી તો ભગવાન અને સંતોની પ્રેરણાથી મળે છે. તો એ મારી પહેલી પ્રાયોરિટી હતી. તો એ મારા જીવનમાં પ્રાયોરિટીને કેન્દ્રમાં રાખીને મારી જોબ છોડવાનો સંકલ્પ કર્યો હતો. સર્વ કર્તાહર્તા તો ભગવાન છે. જે કીડીને કણ અને હાથીને મણ આપી જ દે છે. ભગવાને મને એક લહાવો આપ્યો છે એ ચૂકવો નહોતો. મારા ગુરુ મહંતસ્વામીએ કહ્યું હતું કે જે શતાબ્દીની સેવામાં સમર્પિત થશે તેનો વ્યવહાર મહારાજ સંભાળશે તો મને અંતરમાં થયું કે હું મારો વ્યવહાર સંભાળું એના કરતાં ભગવાન સંભાળે તો વધુ સારું થશે. ભગવાન પર વિશ્વાસ રાખી ગુરુના વચન પર વિશ્વાસ રાખીને સેવામાં ઝંપલાવી દીધું છે.મારા માટે કોઈપણ સેવા મળે એ સ્વીકાર્ય જ હતું - ડો. ચિંતન ડોબરિયાઅમદાવાદ શહેરના પ્રહલાદનગર, નિકોલ અને બાપુનગરમાં ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડો. ચિંતન ડોબરિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે 100 દિવસની સેવાનો વિચાર કરેલો છે. સેવામાં આવવા પાછળનું એક જ કારણ છે કે પ્રમુખસ્વામી મહારાજના મારા પર ઘણાં બધાં ઋણ છે. અભ્યાસકાળ દરમિયાન મને ઘણી મદદ કરેલી અને મારા પિતાને કેન્સરની બીમારી હતી. પ્રમુખસ્વામી મહારાજના આશિર્વાદ અને ડોકટરોની મહેનતથી તેમનું સ્વાસ્થ્ય સારું છે અને મારા વ્યવહારિક જીવનમાં પણ તેમણે ઘણો સહકાર આપ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજને 100 વર્ષ પૂરાં થયાં છે તો તેમના માટે શું કરી શકીએ... ત્યારે મારા તને, મને અને ધને સમર્પણ થવાની ભાવના હતી. એ જ હું અદા કરી રહ્યો છું. આના માટે મેં પ્રીપ્લાનિંગ કર્યું હતું. મારા વાઇફ ડો. નિધિ ડોબરિયા છે.પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવા સેવાસેવાનો વિચાર આવ્યો ત્યારે અમે પરિવારના સભ્યો ભેગા બેસીને એક મોકડ્રિલ કરી હતી, જેના ભાગરૂપે હું 15 દિવસ અગાઉ સેવામાં આવ્યો હતો. જો કોઈ તકલીફ ઊભી થઈ હોત તો એનો રસ્તો શોધી કાઢ્યો હોત, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંતસ્વામી મહારાજની પરમકૃપાથી કોઈ પ્રશ્ન ઊભો થયો નથી. બધું કાર્ય સફળતાપૂર્વક ચાલે છે. મારે ત્યાં 7 ડેન્ટિસ્ટ અને અન્ય મળીને કુલ 17 જણાનો સ્ટાફ છે. બધા ડોકટરોને કન્વિન્સ કર્યા હતા કે મારી ગેરહાજરીમાં તમામ કામગીરી તમારે જોઈ લેવાની છે અને બધા ડોક્ટરો તેમજ ખાસ મારી ધર્મપત્ની બધું સંચાલન કરી રહ્યાં છે. તેમના પ્રતાપે હું આજે અહીં પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવા સેવા કરી રહ્યો છું.ડોક્ટરે 5 દિવસ પેવર બ્લોક ઉપાડવાની અને લગાવવાની સેવા કરીતેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં દરેક સેવાર્થે આવતા લોકોનું મેડિકલ ચેકઅપ થાય છે અને વિદેશથી આવતા હરિભક્તોનું મેડિકલ ચેકઅપ થાય છે. તેમાં તેઓ ફિઝિકલ ફિટ છે કે નહીં એ ચકાસવાની સેવા કરું છું. અગાઉના 15 દિવસ મેં પેવર બ્લોક ઉપાડવાની અને લગાવવાની સેવા કરી હતી. કોઇ તકલીફ પડી ન હતી. મનમાં એક જ વિચાર હતો કે ગુરુ હરિનો રાજીપો, કારણ કે પ્રમુખસ્વામી મહારાજે મારા જીવનમાં મને મદદ કરી ત્યારે તેમણે કોઈ વિચાર કર્યો નહોતો. હું આ ક્ષેત્રની અંદર આ વ્યક્તિને મદદ કરું અથવા ના કરું. પ્રમુખસ્વામી મહારાજે કોઈ નાતજાત કે ઊંચનીચનો ભેદભાવ રાખ્યો નથી. તો મારા માટે કોઈપણ સેવા મળે એ સ્વીકાર્ય જ હતું.ઇન્ટરવ્યૂમાં જ ત્રણ મહિનાની રજાની વાત કરી- આર્ચી પટેલવડોદરાના અટલાદરા ખાતે રહેતી આર્ચી પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું નાસિક સ્થિત અપોલો હોસ્પિટલમાં ઇન્ફેકશન કંટ્રોલ નર્સ તરીકેની ફરજ બજાવું છું. અહીં શતાબ્દી મહોત્સવમાં ત્રણ મહિનાની સેવા માટે આવી છું. મને પહેલાંથી ખબર હતી અને સેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું હતું, જેથી નોકરી જોઇન્ટ કરતાં પહેલાં ઇન્ટરવ્યૂ વેળાએ જ મેં આ સેવા અંગેની વાતચીત કરી હતી. તેઓ તૈયાર થઈ ગયા હતા. જેથી મેં નોકરી સ્વીકારી હતી. તેમણે કપાત પગારથી રજા આપી છે અને હું સેવામાં આવી છું. અહીં સ્ટાફની સેવા કરું છું. ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવાના હોય છે. અહીં રોજ 200ની ઓ.પી.ડી. હોય છે. બહુ તાવ આવે અને એને કારણે અશક્તિ હોય તો અમે તેમની પાસે જઇને સારવાર કરીએ છીએ, પરંતુ ઇમર્જન્સી તો ભાગ્યે જ હોય છે.ઇન્ફેકશન કંટ્રોલ નર્સ 18 જાન્યુઆરી સુધી સેવામાં રહેશેતેણે વધુમાં કહ્યું હતું કે આજે ભારતમાં સૌથી વધુ ધર્મપરિવર્તન ચાલી રહ્યું છે, પરંતુ સ્વામિનારાયણમાં આવું કયારેય થયું નથી. અહીં લોકોના જીવનપરિવર્તન કરે છે. પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જનહિત માટે ઘણાં સારાં કાર્યો કર્યા છે. એટલે તેમનામાંથી જ મને અહીં સેવા માટે આવવાની પ્રેરણા મળી છે. હું 16 ઓકટોબરના રોજ આવી હતી અને 18 જાન્યુઆરી સુધી અહીં સેવામાં છું.કંપનીના અધિકારીએ કહ્યું, સેવા કરીને આવો પછી અમે તમને રાખી લઇશું- ક્રિષ્ના મનાનીમુંબઈના મુલુંડ ખાતે રહેતી ક્રિષ્ના મનાનીએ જણાવ્યું હતું કે મારાં માતા-પિતા પહેલેથી જ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલાં હોવાથી હું નાનપણથી જ સત્સંગમાં જોડાયેલી છું અને મારી સાસરી પક્ષવાળા પણ સત્સંગી છે. હું મેરેજ પહેલાં જોબ કરતી હતી, પણ મેરેજ પછી ઇન્ટરિયરનો અભ્યાસ કર્યો હતો. હું જોબ શોધતી હતી. એ મળી પણ ગઇ હતી. એ વખતે મેં કંપનીના ઓફિસરને મારે સેવામાં જવાનું હોવાની વાત જણાવી હતી. તેમણે કહ્યું, તમે સેવા કરીને આવો, પછી રાખીશું એવી તૈયારી તેમણે બતાવી છે. હું મહોત્સવ પૂરો થાય ત્યાં સુધી સેવામાં રહીશ.બાપાનો રાજીપો મળશે એટલે નોકરી મળી જ જશે- કોમર્શિયલ પાયલોટ મિહાલી મોદીમેઘાલયના સિંલોગ ખાતે રહેતી મિહાલી મોદીએ જણાવ્યું હતું કે મારા પપ્પા ઇન્ડિયન આર્મીમાં કર્નલ છે. મેં બીએસસી વિથ એવિએશનનો અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ બની છું. 2020માં મને કોમર્શિયલ પાયલોટનું લાઇસન્સ મળ્યું છે. અત્યારે હું ફ્રેસર્સ છું. કોરોના આવ્યા પછી ફ્રેસર્સ માટે કોઇ વેકેન્સી નથી. તોપણ હું ટ્રાય કરી રહી છું, પણ હમણાં હું સેવામાં અહીં આવી છું, જેથી મેં હાલ જોબનું હોલ્ડ પર રાખ્યું છે. શતાબ્દી મહોત્સવ જાન્યુઆરીમાં સંપન્ન થયા બાદ હું નોકરી માટે પ્રયત્ન કરીશ. કંપનીમાં મને નોકરી મળી જાય તો ઓછામાં ઓછાં છ મહિના સુધી રજા ન લઇ શકો. અહીં સેવા કરવા આવી છું અને બાપાનો રાજીપો મળશે એટલે નોકરી મળી જ જશે.સેવા-પૂજા કર્યા પછી જ પાણી પીવેતેણે વધુમાં કહ્યું હતું કે મારે બાય બર્થ સત્સંગ છે, કેમ કે મારી મમ્મીને ત્યાં શાસ્ત્રીજી મહારાજના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે. અમારે ત્યાં મેઘાલયમાં સ્વામિનારાયણ મંદિર કે સંસ્થા નથી. ત્યાં વહેલી તકે શરૂ થઈ જાય એવી આશા રાખીએ. અમે પહેલેથી જ નિયમ - ધર્મ પાળીએ છીએ. મારા પપ્પા પણ ચુસ્ત રીતે પાળે છે. તેઓ સેવા-પૂજા કર્યા પછી જ પાણી પીવે છે. મારા પપ્પા કર્નલ હોવાથી અમે મોટા ભાગે ગુજરાતની બહાર જ રહ્યા છીએ. એટલે મને અગાઉ ક્યારેય સભા કે સામૈયામાં ભાગ લેવાનો લાભ મળ્યો નથી, પરંતુ આ મહિનામાં હું ફ્રી હતી, જ્યારે સેવા ચાલે છે અને મહોત્સવ પણ છે અને હું ફ્રી હોવાથી આવી ગઈ છું.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER