ભાસ્કર એક્સક્લૂસિવએક ગુજરાતીના ઝનૂનના કારણે દેશને ચિત્તા મળ્યા: MK રણજિતસિંહે કહ્યું- કુનોમાં ચિત્તાની દીપડા સાથે ટક્કર થશે જ, સિંહ આવશે તોપણ ફાઇટ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 07:10 am

ભાસ્કર એક્સક્લૂસિવએક ગુજરાતીના ઝનૂનના કારણે દેશને ચિત્તા મળ્યા: MK રણજિતસિંહે કહ્યું- કુનોમાં ચિત્તાની દીપડા સાથે ટક્કર થશે જ, સિંહ આવશે તોપણ ફાઇટ થશેઅમદાવાદકૉપી લિંકશેર

ભારતમાં વર્ષો પછી ચિત્તા લાવવામાં આવ્યા છે, જેની ચર્ચા સમગ્ર દેશમાં જોરશોરથી થઈ રહી છે. કોઈપણ પ્રાણીનું આટલી મોટી સંખ્યામાં સ્થળાંતર પણ પહેલી વખત જ થયું છે. આ ચિત્તાઓને લાવવાની કવાયત વર્ષ 1972થી ચાલી રહી હતી, પરંતુ કોઈ રીતે સંભવ બનતું નહોતું. છેલ્લે, 2009માં ફરી આ વિશે પ્રયત્નો શરૂ થયા અને છેવટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મ દિવસે આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છૂટા મૂક્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ ચિત્તાઓને ભારત લાવવાનો આઇડિયા રજૂ કરનાર અને મધ્યપ્રદેશ સુધી પહોંચાડનાર પણ એક ગુજરાતી જ છે.ચિત્તા લાવવા એક સપનું હતું'નાની ઉંમરથી મને જાનવરોનો શોખ હતો. 1948માં મે વાંચ્યું હતું કે ચિત્તા મરી ગયા છે. ત્યારે મને થયું કે ચિત્તાને કેમ પાછા ન લાવવા? પણ એ મારું એક સપનું હતું. મારાથી કઈ થાય એમ હતું નહીં. મેં વાઇલ્ડલાઇફ એક્ટ 1972માં બનાવ્યો. ત્યારે હું ફર્સ્ટ ડાયરેક્ટર ઓફ વાઇલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા બન્યો. ત્યારથી જ મેં ચિત્તા લાવવાની શરૂઆત કરી. એ પછી સરકારનું ધ્યાન દોર્યું. એ સમયના પ્રાઇમ મિનિસ્ટર (ઇન્દિરા ગાંધી)નું અપ્રૂવલ હતું. પણ પછી બધું રોકાઈ ગયું. ઘણીવાર રોકાઈ ગયું.' આ શબ્દો છે MK રણજિતસિંહના.વાંકાનેરના રાજવી છે MK રણજિતસિંહ ઝાલાMK રણજિતસિંહ ઝાલા એટલે 'સ્ટેટ ઓફ વાંકાનેર'ના રાજકુમાર. MKનો અર્થ છે મહારાજ કુમાર. તેમના કહેવા અનુસાર,અત્યારે પણ હું વાંકાનેરનો રાજકુમાર છું. આમ તો અત્યારે બધા ટાઇટલ સમાપ્ત થઈ ગયાં છે, જોકે હું પોતાને રાજકુમાર નથી કહેતો, પણ મારું ટાઇટલ છે MK (મહારાજ કુમાર)એ જબરદસ્તી રાખવું પડ્યું છે.'રણજિતસિંહ ઝાલાને બે પુત્રી છે, જેમાંથી એક બરોડાના રાજા સમરજિતસિંહ ગાયકવાડનાં પત્ની અને બરોડાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ છે. તેમની બંને દીકરીને પણ વાઇલ્ડલાઈફ પ્રત્યે પ્રેમ છે. રણજિતસિંહ ઝાલાના કહેવા અનુસાર વાંકાનેરમાં 115 વર્ષ પહેલાં 1908 સુધી ચિત્તા હતા. એના પછી નથી દેખાયા.આગળ વાંચો MK રણજિતસિંહ ઝાલાના શબ્દોમાં ભારતમાં ચિત્તા લાવવા પાછળની રસપ્રદ કહાની...મોદીને ચિત્તા ગુજરાતમાં જોઈતા હતામોદીએ ગઈ 17 સપ્ટેમ્બરે પોતાના બર્થ-ડે પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તાઓને છૂટા મૂક્યા ત્યારે તેમની સાથે MK રણજિતસિંહ ઝાલા હાજર હતા. જોકે MK રણજિતસિંહને એ વખતે મોદીને મળી ન શકાયું એનો વસવસો રહી ગયો હતો. પણ રસપ્રદ વાત એ છે કે વર્ષ 2014માં ગાંધીનગરમાં તત્કાલીન સીએમ મોદી અને MK રણજિતસિંહ ઝાલાની મુલાકાત થઈ હતી, જેમાં મોદીએ ગુજરાત ચિત્તા લાવવાની વાત કરીને ચોંકાવી દીધા હતા.આ અંગે વાત કરતાં MK રણજિતસિંહ ઝાલાએ કહ્યું, વર્ષ 2014ની શરૂઆતમાં હું તેમને ઘોડાર બચાવવાની વાત કરવા ગયો હતો. અમારી આ અંગે એક કલાક વાત ચાલી હતી. પછી જેવી મેં જવાની તૈયાર કરી કે મોદીએ મને કહ્યું કે મારે તો ચિત્તા ગુજરાતમાં જોઈએ છે અને હું સ્તબ્ધ થઇ ગયો, કારણ કે ત્યારે મેં ચિત્તાની વાત જ નહોતી કરી, પણ તેમણે મારા માટે એટલું સાંભળેલું કે આ માણસ ચિત્તા લાવવા માગે છે. તેમણે ચિત્તા લાવવાની ઈચ્છા ત્યારે પ્રગટ કરી એટલે હું બેસી ગયો. મેં તેમને કહ્યું કે મને આ વાતની બહુ જ ખુશી છે, પણ અત્યારે ચિત્તા ગુજરાતમાં ન આવી શકે. મારી તો બહુ જ મનસા છે, પણ અહીં પહેલા તૈયારી કરવી પડશે. તો કહ્યું- હા, કરીશું. બાદમાં તેઓ દિલ્હી આવી ગયા. પછી મારે તેમની સાથે મુલાકાત જ ન થઈ.કુનો પાર્કમાં જ્યારે પીએમ મોદીઓ ચિત્તા છોડ્યા ત્યારે તેમની સાથે મુલાકાત ન થઈ શકી. નહીંતર તેમને યાદ દેવડાવેત કે જુઓ તમે એ વખતે ચિત્તાની માંગ કરી હતી અને હવે તમે જ ચિત્તા લઈ આવ્યા.ચિત્તા લાવવામાં 50 વર્ષ કેમ થયાં?સૌથી પહેલા તો આપણી પાસે જગ્યા હતી નહીં. એના માટે જગ્યા બિલ્ડઅપ કરવાની હતી. 1975માં હું UNમાં ગયો અને ઈરાનથી લાવવાના હતા, તો ઈરાનના શાહનું પતન થઈ ગયું. એના પછી જે આવ્યા તેમને વાઇલ્ડલાઈફ પ્રિઝર્વેશનમાં કોઈ રસ હતો નહીં. એટલે ચિત્તા ખતમ થઈ ગયા. પછી UNથી પાછો આવ્યો. મધ્યપ્રદેશનો ફોરેસ્ટ સેક્રેટરી બન્યો, જ્યાં મે 1981માં કૂનો સેન્ચુરીની સ્થાપના કરી. અને બીજો કાર્યકાળ ડાયરેક્ટર ઓફ વાઇલ્ડલાઈફ હતો એ દરમિયાન પણ મે કોશિશ કરી, પણ ત્યારે ઈરાની ચિત્તા બહુ ઓછા થઈ ગયા હતા.ગુજરાતમાં ચિત્તા આવવાના હતા પણ...વર્ષ 1985થી 1989 વચ્ચે ગુજરાતમાં પહેલ કરીને કચ્છમાં ખડીર સેન્ચુરી ( અભયારણ્ય ) બનાવી. આ અભયારણ્ય સરખું બિલ્ડ અપ થયું હોત તો એ ઉપયોગમાં લેવાનું હતું. કારણ કે ત્યાં વેજિટેશન અને પ્રિબેઝ હતું અને બીજું કઈ કરવાની જરૂર ન હતી, પણ તેના પર ધ્યાન અપાયું નહીં, નહિતર આજે એ તૈયાર થઈ જાત. આ અભયારણ્ય ટૂરિઝમ માટે અને ધોળાવીરા તથા ત્યાંની પ્રજા માટે ખૂબ જ સરસ થાત. કચ્છના બની વિસ્તારમાં પણ ચિત્તા વસાવવાનો આઇડિયા હતો, પણ એ આજથી 50 વર્ષ પહેલાં. હવે ત્યાં થઈ શકે એમ નથી, કારણ કે બનીમાં બધાં જાનવર મારી નાખવામાં આવ્યા છે અને ત્યાં ગાંડો બાવળ ખૂબ ફેલાયો છે.કૂનો જ કેમ પસંદ કરાયું?એ સૌથી ઉપયુક્ત જગ્યા છે. સાયન્ટિફિક એનાલિસિસ કરીને એની પસંદ વાઇલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટે કરી છે. 2009માં અજમેરમાં અમે એક મીટિંગ કરી, જેમાં દુનિયાભરના વાઇલ્ડલાઈફ ચિત્તા એક્સપર્ટ બોલાવ્યા હતા. એ પહેલાં એક સર્વે થયો હતો, જેમાં કૂનો સૌથી ઉપયુક્ત જગ્યા માનવામાં આવી. પહેલાં ત્યાં સિંહ લાવવવાના હતા. એ માટે ત્યાંનાં 18થી 19 ગામ ખાલી થઈ ગયેલાં અને જગ્યા ખૂલી થઈ ગઈ, પણ એ ત્યાં ન આવ્યા, એટલે અમે કહ્યું કે સાવજ ન આવે ત્યાં સુધી ચિત્તા લાવી દો. પછી સુપ્રીમ કોર્ટે રોક લગાવી. એટલે પછી મેં પહેલ કરી કે ખોટી માહિતી પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. પછી સરકારને મેં વિનંતી કરી અને તે માની ગઈ. ફરી સુપ્રીમમાં અરજી કરી. એની સુનાવણી 2020માં થઈ અને અગાઉની ભૂલ સુધારીને ક્લિયરન્સ આપ્યું, એટલે વાઇલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટે ફરી સર્વે કર્યો, જેમાં કૂનો ફરી માન્ય રખાયું.ભવિષ્યમાં અન્ય 3 સ્થળે ચિત્તા ખસેડાશેકૂનો સિવાય મધ્યપ્રદેશમાં નોરદેહી અને ગાંધીસાગર તથા રાજસ્થાનમાં મુકુંદરા એ ત્રણ જગ્યા છે, જ્યાં ચિત્તા રાખી શકે એમ છે. આ હજી શરૂઆત છે. ચિત્તા એક જગ્યાએ નહીં રહે એ વધારે ફેલાશે. ભવિષ્યમાં એમની વસતિ વધતાં એમને ખસેડવામાં આવશે. અત્યારે આવેલા 8 ચિત્તામાં 3 મેલ અને 5 ફીમેલ છે. એમની વસતિ કેટલી કેવી રીતે વધશે એ બધું અત્યારથી કહી ન શકાય, આમાં ઘણાં ફેક્ટર હોય છે.કૂનો માટે જમીન આપનાર પાલપુરના રાજવી કેમ વિરોધ કરી રહ્યા છે?પાલપુરના રાજવીનો કિલ્લો ત્યાં છે. મારા સાંભળ્યા મુજબ તેમને કિલ્લો પાછો નથી જોઈતો, તેમને કન્પેન્સેશન જોઈએ છે. એ માટે એ સરકાર સમક્ષ વાત રાખી શકે છે. નેશનલ પાર્કમાં મેનેજમેન્ટ કરવું પડે. ત્યાં જો ખોટી પ્રજાતિનું ઝાડ આવી જાય તો એને રહેવા ન દેવાય. ઉદાહરણ તરીકે બની, કચ્છ ખૂબ સરસ જગ્યા હતી. ત્યાંનાં ઢોર આખી દુનિયામાં સૌથી મોટાં છે, પણ ગાંડા બાવળને લીધે એના માટે જમીન નથી રહી, ઘાસ નથી રહ્યું.ચિત્તાઓને ક્યારે છૂટા મુકાશે?બિચારા 24 કલાકથી વધુ સમય પિંજરામાં પુરાઈને આવ્યા છે, એટલે પહેલા એમને કન્ડિશન કરવા પડે. સીધા ન છોડી દેવાય. પહેલા મોટી જગ્યામાં છોડીશું, ત્યાંથી આગળ પગ પસાર કરશે. અત્યારે તો એમને ગભરાટ છે. આ નવી જગ્યા છે. ગભરાટ ઓછો થાય. સેટલ થાય. કોઈને ખબર નથી કે ક્યારે સેટલ થાય. આ બધી અટકળબાજી છે. કોઈ કહે કે કાલે કે પરમદિવસે જશે તોપણ માનવા જેવું નથી. મોટા સ્ટેજમાં છોડતાં એ દોડવાનું શરૂ કરશે.બીજાં પ્રાણીઓ સાથે ફાઇટની શક્યતાએ થવાનું જ, આફ્રિકામાં ચિત્તા છે ત્યાં સિંહ, ઝરખ (ટોળામાં), વાઇલ્ડ ડોગ્સ છે, જે અહીં નથી, જેને કારણે અહીં પણ ઓછા છે, પરંતુ અહીં દીપડા સાથે એમની ટક્કર થશે. એના માટે તૈયારી રાખવી જોઈએ. જંગલમાં આ થવાનું જ.ચિત્તા માટે નામીબિયાથી ભારતનો રસ્તો કેવી રીતે કર્યોપહેલા એવું હતું કે એશિયાટિક ચિત્તા જ લાવવા. ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચરની પણ પોલિસી બદલાઈ ગઈ. અમારી પણ બહુ ઈચ્છા હતી કે ઈરાનથી લાવવા. એ વાત 20 વર્ષ સુધી ઠંડી રહી. હું રિટાયર થઈ ગયો હતો. એ પછી સરકારમાં પણ કોઈ રસ લેવાવાળું પણ હોવું જોઈએ ને? કેન્દ્રીય સરકારને માનવો. પછી રાજ્ય સરકારને પણ મનાવો. એક માણસનું કામ નથી. આમાં વર્ષો લાગી જાય, એટલે મોકો જોઈને 2008-09 મેં પાછી શરૂઆત કરી. ત્યારે બધી રીતે રિસ્પોન્સ સારો મળ્યો. બીજું એ કે આફ્રિકા અને ઈરાનના ચિત્તાની સબ સ્પીસીસ ભલે આગળ હોય, પણ એ સરખી જ છે. આફ્રિકન અને એશિયાટિક ચિત્તા કરતાં આફ્રિકન તથા એશિયાટિક સિંહોમાં વધારે ફરક છે. બધાએ કહ્યું હતું કે આફ્રિકાથી ચિત્તા મળી શકે એમ છે, એટલે મેં સાઉથ આફ્રિકા અને નામીબિયામાં પહેલ કરી. નામીબિયાએ પહેલા માન્યતા આપી દીધી. ત્યારે સાઉથ આફ્રિકામાં પણ નવું શાસન હતું. ચિત્તા સામે આપને કઈ જ આપવાની ડીલ નથી થઈ. એનો ખર્ચો આપ્યો હશે, પણ એના બદલામાં કોઈ બીજાં પ્રાણી નથી આપવાનાં.ચિત્તા લુપ્ત કોણે કર્યા? રાજાએ કે પ્રજાએ?ચિત્તા લુપ્ત થવાનાં અનેક કારણો છે. એનો ખોરાક પ્રજાએ ખતમ કર્યો છે. એની જમીન ગ્રાસલેન્ડ હતી, જે ખેતીમાં લીધી, એનો ખોરાક કાળિયાર અને હરણ હતો, એને મારી નાખ્યા. કાઠિયાવાડમાં 1948થી 58 સુધી દસ વર્ષમાં ચિત્તાનો મુખ્ય ખોરાક કાળિયાર 80થી 85 હજારની સંખ્યાથી 2000 હજારથી પણ ઓછી થઈ ગઈ હતી, કારણ કે ઇન્ડિપેન્ડન્સ બાદ સરકારે બધાને ક્રોપ પ્રોટેક્શન આપ્યું. એટલે જે ખેતરમાં ઊભા રહેતા કે રંજાડ કરતા એ કાળિયારને મારવામાં આવ્યા. બીજી પ્રજાતિ નીલગાય પણ એને કોઈ ખાતા નથી, એટલે એ બચી ગઈ. સિંહ અને ચિત્તા ખુલ્લામાં બેસે છે. દિવસમાં ફરતા રહે અને દિવસમાં શિકાર કરે. ખુલ્લા જંગલ ખતમ થયાં. એનો ખોરાક ખતમ થયો. રાજાઓએ તો બચાવીને રાખ્યા હતા. ચિત્તાની સંખ્યા 200 વર્ષથી ઓછી થતી આવે છે. મનુષ્યની સંખ્યા વધી, ત્યારથી ખેતીની જમીન વધી, ત્યારથી ગ્રાસલેન્ડ ખતમ થયા અને કાળિયાર મારવામાં આવ્યાં. ત્યારથી ચિત્તા ખતમ થયા છે. ટૂંકમાં ચિત્તાનો રહેઠાણ, ખોરાક ઓછો થયો એટલે એ ખતમ થયા.લોર્ડ કર્ઝન: આવ્યા સિંહનો શિકાર કરવા, બચાવવાની સલાહ દઈને ગયા1902માં લોર્ડ કર્ઝન જૂનાગઢમાં સિંહનો શિકાર કરવા આવેલા. ત્યારે સિંહો 20થી 40 જેટલા જ બચ્યા હતા. ત્યારે લોર્ડ કર્ઝને જૂનાગઢના નવાબને કહ્યું, મારે સિંહ નથી મારવા, તમે આને બચાવી રાખો. ત્યારે આખી દુનિયામાં સિંહ પણ 50 જેટલા બચ્યા હતા. એટલે સિંહ બચાવવાનું, કારણ કે એમને બચાવવા ગોડ ફાધર હતા, જૂનાગઢના નવાબ અને સયાજીરાવ ગાયકવાડ. ચિત્તાને બચાવવા કોઈ નહોતું.પ્રધાનમંત્રી સાથે મુલાકાતપ્રધાનમંત્રી આને લઈ આવ્યા, મારું સપનું સાકાર કર્યું. મને તેમની સાથે વાત કરવાનો મોકો નથી મળ્યો, પણ માણસ ગમે તેટલી કોશિશ કરે, પણ આ શાસનનું કામ છે. શાસનને જ્યાં સુધી રસ ન પડે ત્યાં સુધી ન થાય અને શાસનને ત્યારે જ રસ પડે જ્યારે એનો વડો રસ લે. આમાં પ્રધાનમંત્રીએ રસ લીધો અને પોતે પહેલ કરી. પોતે ત્યાં ચિત્તાઓને છોડવા આવ્યા એ માટે હું પર્સનલી ધન્યવાદ કરું છું. મારે તેમને મળવું હતું, પણ તક નથી મળી. વર્ષ 2014ની શરૂઆતમાં હું તેમને મળવા ઘોડાર બચાવવા માટે ગયેલો. કચ્છમાં ઘોડાર અને ગ્રાસલેન્ડ બચાવવા વિનંતી કરી. એ વિશે માહિતી અને તેમનો જવાબ બહુ જ પોઝિટિવ આપ્યો હતો. તેમણે ત્યારે શરૂઆત કરી દીધી અને 15 ઓગસ્ટે ભુજમાં જઈને આ માટે સ્પેશિયલ પ્રોજેક્ટ માટે જાહેરાત પણ કરી.ઘણી પ્રજાતિ લુપ્ત થવા આવી છે, બચાવવી જરૂરીહું તો ઘણુંબધું વિચારું છું, પણ જે બીજી પ્રજાતિ લુપ્ત થવાની તૈયારીમાં છે, એના પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે ગ્રેટ ઇંડિયન બસ્ટર્ડ (ઘોરાડ પક્ષી)ની વસતિ આખી દુનિયામાં 100 અને ગુજરાતમાં 4 છે. બીજા કેરેકલ (હરણોતરું). એ રાજસ્થાન અને કચ્છમાં છે. કાશ્મીરમાં બારા શીંગા જે ત્યાંનું સ્ટેટ એનિમલ છે. એ સિવાય બીજાં ઘણાં છે, એને બચાવવાં જોઈએ. વર્ષોથી જંગલમાં ફરવાનું થાય એટલે અનેક પ્રસંગે બન્યું છે કે ખૂનખાર જાનવર સાથે આમનો સામનો થયો હોય, પણ કોઈ જાનવરે મને પકડ્યો હોય એવું બન્યું નથી. એમ બીવાની કોઈ જરૂર નથી.મારું સપનું છે કે...મને ભગવાને ઘણું આપ્યું છે. છોકરા સેટલ છે. ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ સેટ છે. મારું ડ્રીમ એ છે કે આ દેશમાં મારા કાર્યકાળમાં જાનવર કે પક્ષીની પ્રજાતિ લુપ્ત ન થવી જોઈએ. સૌથી પહેલા ઘોડાર પક્ષી બચાવવા છે. આપણામાં દેશમાં આવી ઘણી ધરોહર છે, જેને બચાવવા પ્રયાસ કરવો જોઈએ. મને મોકો મળ્યો છે અને મારાથી થઈ શકે ત્યાં સુધી હું કરતો રહીશ.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER