Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 08:10 am
ધો.10 અને 12ના પરિણામ પછી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓએ બક્ષીપંચ, બિનઅનામત, ઈડબ્લ્યુએસ, લઘુમતી અને વિચરતી જાતિના સર્ટિફિકેટની જરૂર પડે છે. આ તમામ સર્ટિફિકેટ અસારવા ખાતેની કલ્યાણ કચેરીથી મળતા હોવાને લીધે છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચાર-ચાર કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.મામલતદાર કચેરીએથી પણ આ સર્ટિફિકેટ મળી શકે છે. પરંતુ અહીંથી લોકોને અસારવા ધકેલવામાં આવે છે. એક વિદ્યાર્થીએ કહ્યું, સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા બાદ બપોરે 2 વાગ્યે ડોક્યુમેન્ટ જમા કરાવવાનો વારો આવે છે. એ પછી સર્ટિફિકેટ 3 દિવસે મળતું હોવાથી ધક્કા ખાવા પડે છે. એમાં પણ જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટે તો ફરી 4 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે.એક વાલીએ કહ્યું, જાતિના સર્ટિફિકેટ વગર પુત્રનું એડમિશન અટકી ગયું છે. અસારવા કચેરીએ ડોક્યુમેન્ટની પ્રોસેસમાં એટલી વાર લાગે છે કે, હવે મને ડર છે કે, સર્ટિફિકેટ સમયસર નહીં મળે. કેટલીક વખત એવું બને છે કે, 4 કલાકે વારો આવ્યા પછી કચેરીનો સ્ટાફ ડોક્યુમેન્ટ કોઈ વાંધો કાઢે તો વિદ્યાર્થી કે વાલીએ ફરી આ થકાવનારી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.સવારે 9એ આવ્યો, 4 કલાકે ખબર પડી કે કંઈક ખૂટે છેમારી દીકરી ધોરણ 9 માં ભણે છે સ્કૂલે જાતિનો દાખલો માગ્યો હતો. સવારે 9 વાગ્યાથી વિકસિત જાતિઓના કલ્યાણ કચેરી ખાતે આવ્યો હતો. આવીને જોયું તો લાબી લાઈનો હતી. અંદર પૂછ્યું તો કોઈએ જવાબ ન આપ્યો, 4 કલાકે ખબર પડી કે ડોક્યુમેન્ટ ખૂટે છે. > પ્રકાશ પંચાલ, અરજદાર, બાપુનગરહેલ્પ ડેસ્ક મૂકવામાં આવે તો લોકોએ ધક્કા ખાવા ન પડેઓબીસી જ્ઞાતિનું સર્ટિફિકેટ લેવા ત્રીજી વખત આવ્યો હતો. જુદા જુદા ડોક્યુમેન્ટ ન હોવાથી અગાઉ બે વખત ધક્કા ખાધા. સવાર 10 વાગ્યાથી બપોરે 2.30 સુધી લાઈનમાં ઊભો રહ્યો પણ ખબર નથી કે સર્ટિફિકેટ મળશે કે નહીં. હેલ્પ ડેસ્ક મુકાય તો ધક્કા ખાવા ન પડે. > મિતેશ પંચાલ, અરજદાર, ચાંદખેડાડોક્યુમેન્ટ મળી જાય પછી સર્ટિફિકેટની પ્રોસેસ થાય છેલોકો અલગ અલગ સર્ટિફિકેટ માટે આવે છે. SEBC સર્ટિફિકેટ ઓનલાઈન આપવાના હોવાથી 7 જગ્યાએ નેટની સુવિધા સાથેના કોમ્પ્યૂટર છે. 2 વાગ્યા સુધી તમામ ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવે છે. એ પછી સર્ટિફિકેટ બનાવવાની પ્રોસેસ કરવામાં આવે છે. > જગદીશ વઢવાણા, નાયબ જિલ્લા નિયામક