ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: પકવાન સહિતનાં 11 જંક્શન પર લોકભાગીદારીથી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ શોધ્યા પણ AMCને અમલમાં કોઈ રસ નથીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 05:01 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ: પકવાન સહિતનાં 11 જંક્શન પર લોકભાગીદારીથી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ શોધ્યા પણ AMCને અમલમાં કોઈ રસ નથીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ પોલીસે શરૂ કરેલી એરિયા એડોપ્શન સ્કીમ હેઠળ લોકભાગીદારીથી પકવાન, ઘાટલોડિયા, કેશવબાગ, સુભાષબ્રિજ સહિતના 11 જંકશનો પર ટ્રાફિકના પ્રશ્નો ઉકેલવા સમાધાનો સૂચવ્યા હતા. જેનો ટ્રાયલ રન પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનો એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરી પોલીસે કોર્પોરેશનને જે તે જંકશન પર અમલવારી માટે સોંપ્યો હતો. પરંતુ ત્રણથી ચાર મહિના પછી પણ એકાદ જંકશન સિવાય અન્ય જંકશન પર કોઈ પણ પ્રકારનો અમલ કરાયો નથી.વિવિધ વિસ્તારોમાં રહેતા અને અલગ-અલગ ક્ષેત્રમાં કામ કરતા નાગરિકો પોલીસ સાથે મળી હમસફર ગ્રૂપ તૈયાર કર્યું હતુ. જેમાં ટ્રાફિક નિષ્ણાત અમિત ખત્રી, યતીન શાહ સહિતના લોકો પણ જોડાયા હતા. જે તે વિસ્તારના શ્રેષ્ઠીઓએ સૂચવેલા સૂચનોનો ટ્રાફિક નિષ્ણાતોએ પોલીસને સાથે રાખી અભ્યાસ કર્યો.પોલીસ સાથે પણ સલામતી અને ટેકનિકલ સંદર્ભે ચર્ચા કર્યા બાદ ઢાંચો નક્કી કરવામાં આવ્યો અને તેના આધારે કેટલાક સ્થળોએ ટ્રાયલ રન પણ કરાયો. તેની સફળતા બાદ સમગ્ર રિપોર્ટ પોલીસ દ્વારા મ્યુનિ.ને સોંપવામાં આવ્યો, પણ એકાદ-બે જંકશનને બાદ કરતા કયાંય તેનો અમલ થયો નથી.કેશવબાગઅહીં આરટીઓ તરફથી આવતી લેનમાં ટ્રાફિક થાય છે. જજીસ બંગલો તરફથી આવતો ટ્રાફિક રોંગ સાઇડે આવે છે.\લોકોએ આપેલું સમાધાનરૂપાલી સિનેમાલાલ દરવાજાથી રૂપાલી સિનેમા પાસેના ચાર રસ્તા પર સ્ટ્રેટ ફ્રી નહીં હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે.લોકોએ આપેલું સમાધાનવિસતથી મોટેરાવિસત સર્કલથી ગાંધીનગર તરફના રસ્તે દર 100 મીટરના અંતરે ગેપ છે જેથી અકસ્માતનો ભય રહે છે.લોકોએ આપેલું સમાધાનચાંદલોડિયા ગોતા રેલવે બ્રિજવાહનો રોંગ સાઇડેથી ન્યૂ સીજી રોડ તરફ અને બ્રિજ ઉપર પણ જાય છે, જેથી અકસ્માતનો ભય રહે છે.લોકોએ આપેલું સમાધાનચાંદલોડિયા તરફથી આવતા વાહનો જમણી બાજુ વળવાને બદલે બ્રિજ નીચે આપેલી ગેપમાં થઈ ન્યૂ સીજી રોડ જાય તો ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ રોકી શકાય. બ્રિજ નીચે દબાણો પણ દૂર કરવા જરૂરી છે.પકવાન ચાર રસ્તાઓટો રિક્ષા અને સ્ટાફ બસ મુસાફરો ઉતારતી હોવાને કારણે ટ્રાફિક જામ થાય છે. અતિથિ ચાર રસ્તા સુધી અસર પડે છે.લોકોએ આપેલું સમાધાનઆરટીઓ સર્કલઅહીં મેટ્રો બ્રિજ નીચે દબાણ હોવાથી અને બીઆરટીએસની બસો રોડ પર ઊભી રહેતી હોવાથી બોટલ નેક સર્જાય છે.લોકોએ આપેલું સમાધાન

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER