ભાસ્કર ઈન્ટરવ્યૂ: બસ નવરાત્રી શરૂ થાય તેની રાહ છે, લોકોને મારા તૈયાર કરેલા નવા ગીતોની સરપ્રાઈઝ મળશેઃ ગાયક જિજ્ઞેશ કવિરાજઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 08:10 am

ભાસ્કર ઈન્ટરવ્યૂ: બસ નવરાત્રી શરૂ થાય તેની રાહ છે, લોકોને મારા તૈયાર કરેલા નવા ગીતોની સરપ્રાઈઝ મળશેઃ ગાયક જિજ્ઞેશ કવિરાજઅમદાવાદકૉપી લિંકશેર

માર્ચ 2020થી જ કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. મહામારીને કારણે તમામ તહેવારો પર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી તહેવારોની ફીકી ઉજવણી જોવા મળી હતી. તેમાં નવરાત્રીનો પર્વ પણ ફીકો પડી ગયો હતો. હવે સ્થિતિ સામાન્ય થતાં જ ઉત્સાહ સાથે નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. ખેલૈયાઓ અને ગરબા ગાયકો સહિતના કલાકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બે વર્ષ સુધી કલાકારો અને ગાયકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ જતાં ફરીવાર નવો ઉત્સાહ જાગ્યો છે. ત્યારે દિવ્યભાસ્કરે ગુજરાતી ગાયક જિજ્ઞેશ કવિરાજ સાથે વાતચીત કરી હતી.દિવ્યભાસ્કર: 2 વર્ષ બાદ નવરાત્રીની ઉજવણીને મંજુરી મળી છે તમે કેટલી તૈયાર કરી છે?જિજ્ઞેશ કવિરાજ : નવરાત્રીને લઈને ખૂબ જ ઉત્સાહ છે. 2 વર્ષ સુધી ઘરે કે સ્ટુડિયોમાંથી જ નવરાત્રી કરી હતી. 6 મહિનાથી નવરાત્રિને લઈને ખૂબ જ તૈયારી કરી છે. ત્યારે હવે ખેલૈયાઓ સામે જવાનો મોકો મળશે. બસ નવરાત્રી શરૂ થાય તેની જ રાહ જોવાઇ રહી છે.દિવ્યભાસ્કર: 2 વર્ષ દરમિયાન કેવી રીતે અને ક્યાં નવરાત્રી ઉજવી હતી?જિજ્ઞેશ કવિરાજ: કોરોનાં શરૂ થયો તે સમયે તો નવરાત્રી ઉજવી શકાઈ નહોતી. પરંતુ ગત વર્ષે સ્ટુડિઓમાંથી લાઈવ થઈને ગરબા અને લોકગીતો ગાયા હતા.દિવ્યભાસ્કર: આ વર્ષે નવરાત્રીમાં શુ ખાસ જોવા મળશે?જિજ્ઞેશ કવિરાજ: આ વર્ષે નવરાત્રી માટે કેટલાક ગીત તૈયાર કર્યા છે. 2 વર્ષ દરમિયાન અનેક ગીતો હતા જે નવરાત્રીની ઉજવણી થાય તેના માટે બનાવ્યા હતા. લોકોની સામે હજુ ગીતો આવ્યા નથી જેથી સપસેન્સ છે. જે નવરાત્રીમાં લોકોને સરપ્રાઇઝ મળશે.દિવ્યભાસ્કર: આ વર્ષે નવરાત્રી ક્યાં ઉજવવાના છો?જિજ્ઞેશ કવિરાજ: આ વર્ષે નવરાત્રીના 9 દિવસ અમદાવાદમાં જ ઉજવવાના છે.સિન્ધુભવન પર આવેલા રાધિકા પાર્ટી પ્લોટમાં નવરાત્રી કરવાનો છું.જે લોકો ઓનલાઇન જોવા ઇચ્છતા હોય તે યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ ગરબા જોઈ શકશે.દિવ્યભાસ્કર: નવરાત્રી અગાઉ પ્રિ નવરાત્રી ઉજવવાનો કોઈ પ્લાન છે?જિજ્ઞેશ કવિરાજ: પ્રિ નવરાત્રી કરવા લંડન જવાનો છું. ત્યાં અનેક ગુજરાતી લોકો છે જેમને ગુજરાત જેટલો જ ઉત્સાહ છે,તેમને ગરબે રમાડી નવરાત્રીના દિવસે અમદાવાદ પરત આવી જઇશ. હવે માસ્ક અને સેનીટાઈઝર નહીં પરંતુ આનંદ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER