ભાસ્કર પોલનું પરિણામ: આમ આદમી પાર્ટીમાં CMના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું જ નામ આગળ, 36 ટકા વોટ મળ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 02:01 pm

ભાસ્કર પોલનું પરિણામ: આમ આદમી પાર્ટીમાં CMના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું જ નામ આગળ, 36 ટકા વોટ મળ્યાઅમદાવાદકૉપી લિંકશેર

આમ આદમી પાર્ટી(AAP)એ એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં AAPના મુખ્યમંત્રીપદનો ચહેરો 4 નવેમ્બરે જાહેર કરશે. આજે બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થશે. આ માટે AAPએ ઈમેલ અને મેસેજથી લોકો પાસેથી અભિપ્રાય મગાવ્યા હતા. AAP દ્વારા આ નામ જાહેર થાય એ પહેલાં દિવ્ય ભાસ્કરે પોલ કરીને વાચકો પાસેથી મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ભાસ્કર દ્વારા કરાયેલા પોલમાં ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા હતા- ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી અને આ બંનેમાંથી કોઈ નહીં-અન્ય. આ પોલમાં 36,256 લોકોએ ભાગ લીધો હતો, જેમાં સૌથી વધારે 13,202 લોકોએ એટલે 36%એ ઈસુદાન ગઢવીની મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે પસંદગી કરી હતી, જ્યારે 12,981 લોકોએ એટલે 36% લોકોએ ત્રીજું ઓપ્શન પસંદ કર્યું હતું. આ બંનેમાંથી કોઈ નહીં-અન્ય. જ્યારે ગોપાલ ઈટાલિયાને 10073 લોકોએ મત આપ્યા હતા, એટલે 28% લોકોએ ઈટાલિયાને મત આપ્યા હતા. ભાસ્કરના આ પોલમાં ઈસુદાનને લોકોએ વધુ મત આપ્યા છે.આદમી પાર્ટીમાં ગુજરાતની પ્રજા માટે બે ચહેરા જાણીતા છે. એક ગોપાલ ઈટાલિયા અને બીજા ઈસુદાન ગઢવી. આ સિવાય કોણ હોઈ શકે? એની ચર્ચા ચાની કીટલીથી લઈ પોલિટિકલ પાર્ટીઓનાં કાર્યાલયોમાં થવા લાગી છે. આ બે સિવાય ત્રીજો ચહેરો એવો પણ સામે આવી શકે, જે ગુજરાતની જનતામાં જાણીતો ચહેરો હોય, પણ આ ચહેરો આશ્ચર્ય સર્જનારો પણ હોઈ શકે.આ રીતે ચર્ચામાં આવ્યા ગોપાલ ઈટાલિયાગોપાલ ઈટાલિયાના વિચાર ક્રાંતિકારી રહ્યા. તેમણે પહેલી નોકરી પોલીસ-કોન્સ્ટેબલ તરીકે કરી. અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યું. પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા. ત્યાંથી ઈટાલિયાની બદલી ધંધૂકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ. આ તેની છેલ્લી નોકરી. એનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું. 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઈટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા. તક જોઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલનો ઘા કર્યો. ચંપલ વાગ્યું નહીં, પણ ઈટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ. આ જ વર્ષમાં ગોપાલ ઈટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી. આ ઓડિયો આખા ગુજરાતમાં વાઇરલ થયો અને ગોપાલ ઈટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું, જોકે આને કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી.કેજરીવાલે ગુજરાત 'AAP'ની કમાન ગોપાલ ઈટાલિયાને સોંપીકેજરીવાલ ઈચ્છતા હતા કે ભાજપના ગઢ સમાન રાજ્ય ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થવી જોઈએ, પણ ગુજરાતમાં અન્ટ્રી કરવા માટે સરકાર સામે બાથ ભીડે એવો નવલોહિયો યુવાન જોઈએ. આ આક્રમકતા ગોપાલ ઈટાલિયામાં દેખાઈ. ઈટાલિયા અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે. તેમને અધિકારોનું સારું નૉલેજ છે. પોલિટિકલ સાયન્સ કર્યું છે એટલે રાજનીતિના પાઠ આવડે છે. ખાસ તો લેઉવા પાટીદાર છે. ગોપાલ ઈટાલિયા પાટીદાર વોટબેન્કને પ્રભાવિત કરી શકે. આ બધાં પાસાંઓ જોતાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કળશ ઈટાલિયા પર ઢોળ્યો. હવે બની શકે કે તેમનું નામ મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર પણ થઈ જાય.હવે જાણીએ ઈસુદાન ગઢવી વિશે...ગુજરાતી ટીવી ચેનલના પત્રકાર, તંત્રી તરીકે ઈસુદાનભાઈએ લોકોની સમસ્યા નજીકથી જોઈ છે, એટલે પત્રકારત્વ અને ચેનલનું તંત્રીપદ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ઈસુદાનભાઈ AAPમાં રાષ્ટ્રીય સહ-મહામંત્રી છે. ખંભાળિયાના પીપળિયામાં જન્મ, ઉછેર અને પછી જામનગરમાં કોલેજ કરી. ત્યાંથી સીધા અમદાવાદ પત્રકારત્વ કરવા આવી ગયા. પત્રકાર બન્યા પછી કુટુંબથી દૂર શહેરમાં રહેવાનું આવ્યું અને એ દરમિયાન 2014માં પિતા ખેરાજભાઈનું અવસાન થયું. એ ગાળામાં પિતાએ જ કહેલું કે ભલે મુશ્કેલીઓ નડે, પણ પત્રકારત્વ છોડવાનું નથી. ગુજરાતી ચેનલ માટે દક્ષિણ ગુજરાતથી કામ કર્યું. પછી અમદાવાદમાં બ્યૂરો ચીફ બન્યા અને પછી બીજી ગુજરાતી ચેનલમાં તંત્રી તરીકે જોડાયા.એક ટીવી શોના કારણે ઈસુદાનનું ફેન ફોલોઇંગ વધ્યુંગુજરાતી ટીવી ચેનલમાં 'મહામંથન' નામના ટીવી શોના કારણે ઈસુદાન ગઢવી ઘરે ઘરે જાણીતા બન્યા. 'મહામંથન'માં ખેડૂતો, મધ્યમવર્ગ, નાગરિકોને ખરેખર સ્પર્શતા હોય તેવા મુદ્દાઓની ચર્ચા વધારે થતી હતી. સતત ખેડૂતોના પ્રશ્નો પર ફોકસ કરવાને કારણે તાલુકામથકો અને ગ્રામીણ વિસ્તારોમાં ઈસુદાનનું ફેન ફોલોઇંગ ઊભું થયું હતું. આ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ જવાનું થયું, પણ ઉકેલ આવતા નહીં. અમુક પોલિસીઓ નડી જતી. પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કરી બતાવ્યું એ જોતાં ઈસુદાનને એમ થયું કે આમ આદમી પાર્ટી એ કરી શકશે, જેની લોકોને જરૂર છે. એ બધું જોતાં પત્રકારત્વને બાય બાય કહીને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.ત્રીજો ચહેરો કોણ હોઈ શકે ?આમ આદમી પાર્ટી પાસે આમ જુઓ તો હવે ત્રણ જાણીતા ચહેરા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી તો હતા જ, પણ હવે અલ્પેશ કથીરિયા પણ AAPમાં જોડાશે. અત્યારસુધીમાં આમ આદમી પાર્ટીએ 73 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જોકે આ નામ એવાં છે, જેમાંથી કોઈ મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર થાય એવી સંભાવના ઓછી છે, એટલે જો ઈટાલિયા અને ઈસુદાન નહીં તો કોણ? આ સવાલનો જવાબ શોધવામાં વિશ્લેષકો ગૂંચવાયેલા છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER